SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧, ઉસો-૮ ૩૫ બાલપંડિત મનુષ્ય શું નૈરયિકનું આયુષ્ય બાંધે કે યાવતુ-દેવનું આયુષ્ય બાંધી દેવામાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે નૈરયિકનું આયુષ્ય ન કરે અને યાવતુ-દેવનું આયુષ્ય બાંધી દેવમાં ઉત્પન્ન થાય હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ ! બાલપંડિત મનુષ્ય તથા પ્રકારના શ્રમણ કે બ્રાહ્મણની પાસેથી એક પણ ધાર્મિક અને આર્યવચન સાંભળી, અવધારી, કેટલીક પ્રવૃત્તિથી અટકે છે અને કેટલીક પ્રવૃત્તિથી નથી અટકતો. કેટલાકનું પચ્ચકખાણ કરે છે અને કેટલાકનું પચ્ચકખાણ નથી કરતો. માટે હે ગૌતમ ! તે હેતુથી નૈરયિકનું આયુષ્ય બાંધતો નથી યાવતુ-દેવનું આયુષ્ય બાંધી દેવોમાં ઉત્પન્ન થાય છે તે કારણથી પૂર્વવત્ કહ્યું છે. [૭] હે ભગવનું ! હરણોથી આજીવીકા ચલાવનાર, હરણોનો શિકારી અને હરણોને મારવા માટે તલાલીન એવો કોઈ પુરુષ હરણને મારવા માટે નદીના પાણીથી ઘેરાયેલા ઝાડીવાળા સ્થાનમાં ઝરા તરફ, પાણીના વહેળામાં, ઘાસ વગેરેના ઢગલામાં, ગોળાકાર નદીના વાંકાચૂકા ભાગમાં, અંધારાવાળી જગ્યાએ, ગલમાં, પર્વતના એક ભાગમાં રહેલા વનમાં, પર્વતના ડુંગરાવાળા પ્રદેશવનમાં, તથા અનેક વૃક્ષોવાળા વનમાં જઈ “એ મૃગો છે” એમ કહી એક મૃગના વધ માટે ખાડા અને જાળ રચે. તો હે ભગવન્! તે પુરુષ કેટલી ક્રિયાવાળો કહેવાય? હે ગૌતમ ! તે પુરુષ કચ્છમાં યાવતુ-જળ રચે તો કદાચ ત્રણ ક્રિયાવાળો, કદાચ ચાર ક્રિયાવાળો અને કદાચ પાંચ ક્રિયાવાળો કહેવાય. હે ભગવન્! તેનું શું કારણ? જ્યાં સુધી તે પુરુષ તે જળને ધારણ કરે છે, અને મૃગોને બાંધતો નથી, તથા મારતો નથી, ત્યાંસુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી અને પ્રાપ્લેષિની ક્રિયાઓથી સ્પશયિલી છે. વળી જ્યાંસુધી તે પુરુષ તે જાળને ધરી રાખે છે અને મૃગોને બાંધે છે પણ મૃગોને મારતો નથી ત્યાં સુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી, પ્રાષિકી અને પારિતાપનિકી ક્રિયાઓથી સ્પશએિલો છે વળી જ્યાંસુધી તે પુરુષ તે જાળને ધરી રાખે, મૃગોને બાંધે અને મૃગોને મારે ત્યાં સુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી, પ્રષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતક્રિયા એ પાંચ ક્રિયાવાળો કહેવાય છે. માટે હે ગૌતમ! તે હેતુથી પાંચ ક્રિયાવાળો કહેવાય છે. [૮૮] હે ભગવન્! અનેક વૃક્ષોવાળા વનમાં કોઈ પુરુષ તરણાંને ભેગા કરીને બાળે તો તે કેટલી ક્રિયાવાળો કહેવાય ? હે ગૌતમ! તે પુરુષ કદાચ ત્રણ, ચાર અને પાંચ ક્રિયાવાળો કહેવાય. હે ભગવન્તેનું શું કારણ? હે ગૌતમ ! જ્યાંસુધી તે પુરુષ તરણાંને ભેગાં કરે ત્યાંસુધી ત્રણ ક્રિયાવાળો, અને આગ મૂકે પરંતુ બાળે નહિ ત્યાંસુધી ચાર ક્રિયાવાળો, અને આગ મૂકી બાળે ત્યારે તે કાયિકી વિગેરે પાંચ ક્રિયાવાળો કહેવાય માટે હે ગૌતમ! તે કારણથી પૂર્વ પ્રમાણે કહ્યું છે. [] હે ભગવન્! હરણોથી આજીવિકા ચલાવનાર, હરણોનો શિકારી અને હરણોના શિકારમાં તલાલીન એવો કોઈ પુરુષ હરણને મારવા માટે કચ્છમાં વૃક્ષોવાળા વનમાં જઈ “એ મૃગ છે એમ કહી કોઈ એક હરણને મારવા બાણને ફેકે છે, તો તે પુરુષ કેટલી ક્રિયાવાળો કહેવાય? હે ગૌતમ ! તે પુરુષ કદાચ ત્રણ, ચાર, અને પાંચ ક્રિયાવાળો પણ કહેવાય. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ! તે પુરુષ બાણને ફેકે પરંતુ મૃગને વિંધે નહિ, મારે નહિં, ત્યાંસુધી ત્રણ કિયાવાળો, અને તે પુરુષ બાણને ફેકે અને મૃગને વિંધે છે પણ મારતો નથી ત્યાંસુધી ચાર ક્રિયાવાળો, વળી બાણને ફેકે, વિંધે અને મૃગને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005055
Book TitleAgam Deep Agam 05 Gujarati Anuvaad Part 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy