________________
૩૭૬
ભગવદ- ૧૮-૧૭૨૨ નૈરયિક અનાહારકભાવવડે પ્રથમ છે-ઈત્યાદિ પ્રશ્ન. એ પ્રમાણે નૈરયિક યાવતુ-વૈમાનિક અનાહારકભાવવડે પ્રથમ નથી, પણ અપ્રથમ છે. સિદ્ધ અનાહારકભાવવડે પ્રથમ છે, પણ અપ્રથમ નથી. હે ભગવન્! અનાહારક જીવો અનાહારકભાવવડે પ્રથમ છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! પ્રથમ પણ છે અને અપ્રથમ પણ છે નૈરયિકો યાવતુ-વૈમાનિકો અના હારકભાવવડે પ્રથમ નથી પણ અપ્રથમ છે. અને સિદ્ધો અનાહારકભાવવડે પ્રથમ છે પણ અપ્રથમ નથી. એમ એક એક દેડકે પ્રશ્ન કરવો. આહારકજીવની પેઠે ભવસિદ્ધિક જીવો ભવસિદ્ધિકપણે પ્રથમ નથી. પણ અપ્રથમ છે-ઈત્યાદિએજ પ્રમાણે અભવ સિદ્ધિક પણ કહેવા. હે ભગવન્! નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક સિદ્ધ) જીવ નોભવ સિદ્ધિકનો અભાવસિદ્ધિકભાવ- વડે પ્રથમ છે-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! તે પ્રથમ છે પણ અપ્રથમ નથી. હે ભગવન્! નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક સિદ્ધિક નો ભવસિદ્ધિકનોઅભવસિદ્ધિકભાવવડે પ્રથમ છે કે અપ્રથમ છે- પૂર્વ પ્રમાણે જાણવું.
હે ભગવન્! સંજ્ઞી જીવ સંજ્ઞીભાવવડે પ્રથમ છે-ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ! પ્રથમ નથી પણ અપ્રથમ છે. એ પ્રમાણે વિકસેન્દ્રિય સિવાય વૈમાનિકો સુધી જાણવું. અસંશી જીવોને પણ એજ વક્તવ્યતા કહેવી. યાવતુ-વાનવ્યંતરો સુધી સમજવું. નોસંસીનોમાં સંજ્ઞી જીવમનુષ્ય અને સિદ્ધ નોસંજ્ઞી-નોઅસંજ્ઞીભાવવડે પ્રથમ છે પણ અપ્રથમ નથી. હે ભગવન્! સલેશ્ય જીવ સલેશ્યભાવવડે પ્રથમ છે-ઈત્યાદિ પ્રશ્ન.આહારક જીવની પેઠે અપ્રથમ જાણવો.વળી કૃષ્ણલેશ્યા યાવતુ-શુક્લલેશ્યાસંબંધે પણએમજ જાણવું. વિશેષ એ કે, જે લેગ્યા જેને હોય તે લેશ્યા તેને કહેવી. લેશ્યરહિત જીવ, મનુષ્ય અને સિદ્ધપદમાં અલેશ્યાભાવવડે નોસંજ્ઞી પેઠે પ્રથમપણું જાણવું. હે ભગવનું ! સમ્યગ્દષ્ટિ જીવ સમ્ય દ્રષ્ટિવડે પ્રથમ હોય-ઈત્યાદિ પ્રશ્ન. તે કદાચ પ્રથમ પણ હોય અને અપ્રથમ પણ હોય. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય બીજા બધા દેડકે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. સમ્યવૃષ્ટિ ભાવ વડે સિદ્ધો પ્રથમ છે, પણ અપ્રથમ નથી. મિથ્યા દ્રષ્ટિભાવવડે આહારકભાવની વક્તવ્યતા પ્રમાણે જીવને બધી વક્તવ્યતા કહેવી. મિશ્રવૃષ્ટિભાવવડે સમ્યવૃષ્ટિ ભાવની વક્તવ્યતા પ્રમાણે જીવને બધી વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે, જે જીવને મિશ્રવૃષ્ટિ હોય તેને તે કહેવી. સંયત જીવ અને મનુષ્યના સંબંધમાં સમ્યવૃષ્ટિ જીવની પેઠે બધું કહેવું. અસંયત આહારક જીવની પેઠે (પ્રથમ) સમજવો. અને સંયતાસંયત જીવ, પંચેન્દ્રિચતિર્યંચ તથા મનુષ્ય એ ત્રણ પદે સમદ્રુષ્ટિની પેઠે કદાચ પ્રથમ અને કદાચ અપ્રથમ જાણવા. વળી નોસસંયત નોઅસંયત તેમ નોસ- પતાસંયત એવા જીવ અને સિદ્ધ પ્રથમ છે પણ અપ્રથમ નથી.
સકષાયી, ક્રોધકષાયી યાવતુ-લોભકષાયી એ બધા આહારક જીવની પેઠે અપ્રથમ સમજવા તથા અકષાયી જીવ કદાચ પ્રથમ પણ હોય અને કદાચ અપ્રથમ પણ હોય. એ પ્રમાણે અકષાયી મનુષ્ય સંબંધે પણ જાણવું. પણ અકષાયી સિદ્ધાંતો બહુવચનવડે અકષાયી પ્રથમ છે પણ અપ્રથમ નથી. જ્ઞાની જીવો સમ્યગ્દષ્ટિ જીવની પેઠે કદાચ પ્રથમ અને કદાચ અપ્રથમ જાણવા. આભિનિબોધિકજ્ઞાની યાવતુમન:પર્યવ જ્ઞાની એ પ્રમાણે સમજવા. વિશેષ એકે જે જીવને જે જ્ઞાન હોય તે તેને કહેવું. કેવલજ્ઞાની જીવ, મનુષ્ય અને સિદ્ધ એ બધા પ્રથમ છે, પણ અપ્રથમ નથી. અજ્ઞાની, મતિઅજ્ઞાની શ્રત અજ્ઞાની અને વિર્ભાગજ્ઞાની એ બધા આહારક જીવોની પેઠે જાણવા. સંયોગી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org