________________
૩૭૦
ભગવઇ - ૧૭/-/૨/૬૯૯ -આળોટવાને સમર્થ છે ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી સંયત, વિરત અને જેણે પાપ કર્મનું પ્રત્યાખ્યાન કર્યું છે એવો જીવ ધર્મમાં સ્થિત હોય અસંયત, અવિરત અને જેણે પાપકર્મનું પ્રત્યાખ્યાન કર્યુ નથી એવો જીવ અધર્મમાં સ્થિત હોય તથા સંયતાસંયત જીવ ધર્માધર્મમાં સ્થિત હોય- હે ભગવન્ ! શું જીવો ધર્મમાં સ્થિત હોય, અધર્મમાં સ્થિત હોય કે ધર્મધર્મમાં સ્થિત હોય ? હે ગૌતમ ! એ પ્રમાણે નૈયિક સંબન્ધે પૃચ્છા કરવી. હે ગૌતમ ! નૈયિકો ધર્મમાં સ્થિત ન હોય, તેમ ધર્માધર્મમાં સ્થિત ન હોય, પણ અધર્મમાં સ્થિત હોય. એ પ્રમાણે યાવત્-ચઉરિન્દ્રિય જીવો સુધી જાણવું. પંચેન્દ્રિય તિર્યંચ જીવો સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચ જીવો ધર્મમાં સ્થિત નથી, પણ તેઓ અધર્મમાં અને ધર્મધર્મમાં સ્થિત છે. મનુષ્યોને વિષે સામાન્ય જીવોની પેઠે વક્તવ્યતા કહેવી. વાનવ્યંતરો, જ્યોતિષિકો અને વૈમાનિકો વિશે એ પ્રમાણે જાણવું.
[900]હે ભગવન્ ! અન્યતીર્થંકો એમ કહે છે, યાવત્ એમ પ્રરુપે છે કે ‘શ્રમણો પંડિત કહેવાય છે અને શ્રમણોપાસકો બાલપંડિત કહેવાય છે, પણ જે જીવને એક પણ જીવના વધની અવિરતિ છે તે જીવ એકાન્ત બાલ' કહેવાય. આ સત્ય કેમ હોય ? હે ગૌતમ ! જે અન્યતીર્થિકો આ પ્રમાણે કહે છે તેઓએ મિથ્યા- કહ્યું છે, હું આ પ્રમાણે કહું છું- ખરેખર શ્રમણ પંડિત છે અને શ્રમણોપાસકો બાલપંડિત છે, પણ જે જીવે એક પણ પ્રાણીના વધની વિરતિ કરી છે તે જીવ ‘એકાંન્તબાલ’ ન કહેવાય. નૈરયિકો સંબન્ધુ એ પ્રમાણે પ્રશ્ન હે ગૌતમ ! નૈયિકો બાળ છે, પણ પંડિત નથી. તેમ બાલપંડિત પણ નથી. એ પ્રમાણે યાવત્-ચઉરિંદ્રિયો સુધી જાણતું. પંચેદ્રિય તિર્યંચો સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! પંચેંદ્રિય તિર્યંચો બાલ અને બાલપંડિત હોય છે, પણ પંડિત હોતા નથી. મનુષ્યો સંબંધે સામાન્ય જીવોની વક્તવ્યતા કહેવી. તથા વાનસ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક સંબંધે નૈરયિકની વક્તવ્યતા કહેવી.
[૯૦૧]હે ભગવન્ અન્યતીર્થંકો આ પ્રમાણે કહે છે, યાવત્ પ્રરુપે છે કે પ્રાણા તિપાતમાં, યાવમિથ્યાદર્શલ્યમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે અને જીવાત્મા તેથી અન્યછે, પ્રાણાતિપાતવિરમણમાં, યાવત્-પરિગ્રહવિરમણમાં, ક્રોધના ત્યાગમાં યાવત્ મિથ્યાદર્શનશલ્યના ત્યાગમાં વર્તતા પ્રાણીનો જીવ અન્ય છે અને તેથી તેનો જીવાત્મા અન્ય છે. ઔત્પત્તિકી બુદ્ધિમાં, યાવત્-પારિણામિકી બુદ્ધિમાં વર્તમાન પ્રાણીનો જીવ અન્ય છે અને તેથી જીવાત્મા અન્ય છે, અવગ્રહ, યાવત્ ધારણામાં વર્તમાન પ્રાણીનો જીવ અન્ય છે અને જીવાત્મા અન્યછે, ઉત્થાનમાં,યાવત્-પુરુષકાર-પરાક્રમમાં વર્તમાન પ્રાણીનો જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે, નૈરયિકપણામાં, પંચેન્દ્રિતિર્યંચપણામાં, મનુષ્યપણામાં તથા દેવપણામાં વર્તમાન જીવ અન્ય છે અને જીવાત્મા અન્ય છે, જ્ઞાનાવ રણીયમાં મિથ્યાવૃષ્ટિ અને સભ્યમિથ્યાવૃષ્ટિમાં, ચક્ષુદર્શન, યાવતુ કેવલ દર્શનમાં, આભિનિબોધિકાન, યાવત્ કેવળ- જ્ઞાનમાં, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને કાર્પણ શરીરમાં, તથા મનોયોગ, વચનયોગ, અને કાયયોગમાં, સાકારોપયોગ અને અનાકારોપયોગમાં વર્તમાન પ્રાણીનો જીવ અન્ય છે અને તેનો જીવાત્મા અન્ય છે. તે કેમ સત્ય હોય ? હે ગૌતમ ! જે અન્યતીર્થિકો એ પ્રમાણે કહે છે, યાવતુ-તેઓ મિથ્યા કહે છે. “પ્રાણાતિપાત યાવત્-મિથ્યાદર્શનમાં વર્તમાન પ્રાણીનો તેજ જીવ છે અને તેજ જીવાત્મા છે, યાવત્-અનાકારોપયોગમાં વર્તમાન પ્રાણીનો તેજ જીવ છે અને તેજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org