________________
૩૬૮
દ્વીપકુમારો મહર્ધિક છે, યાવત્-તેજોલેશ્યાવાળઆ સૌથી મહર્દિક છે.
[૬૯૦-૬૯૨]હે ભગવન્ ! શું ઉદ્ધિકુમારો બધા સમાન આહારવાળા છેઈત્યાદિ પૂર્વ પ્રમાણે પ્રશ્ન. પૂર્વ પ્રમાણેજ બધું જાણવું. ‘હે ભગવન્ ! તે એમજ છે, હે ભગવન્ ! તે એમજ છે’- એ પ્રમાણે દિકુમારો વિષે તેરમો ઉદ્દેશક જાણવો અને એ પ્રમાણે સ્તનિત કુમારો વિષે ચૌદમો ઉદ્દેશક સમજવો. ‘હે ભગવન્ ! તે એમજ છે.
શતકઃ૧૬-ઉદ્દેસા-૧૦-૧૪ની મુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
ભગવદ - ૧૬/-/૧૦ થી ૧૪/૬૮૯
શત:૧૭
--ઉદ્દેસો-૧૦
[૬૯૩-૬૯૪]શ્રુતદેવના ભગવતીને નમસ્કાર કુંજર,- સંયતદિ શૈલેશી, ક્રિયા,, ઈશાનેન્દ્ર, પૃથિવીકાયિક, અપ્લાયિક, વાયુકાયિક, એકેન્દ્રિય, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુત્ક્રુમાર અને અગ્નિકુમાર એ સત્તર ઉદ્દેશકો કહેવાશે.
[૬૫]રાજગૃહમાં નગરમાં યાવત્ આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્ ! ઉદાયી નામે પ્રધાન હસ્તી કઈ ગતિમાંથી મરણ પામી તુરત અહીં ઉદાયી નામે પ્રધાન હસ્તીપણે ઉત્પન્ન થયો છે ? હે ગૌતમ ! અસુરકુમાર દેવ થકી મરણ પામી હે ભગવન્ ! આ ઉદાયી નામે હસ્તી ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવીને વિષે એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરિયકપણે ઉત્પન્ન થશે. હે ભગવન્ ! તે ત્યાંથી મરણ પામી તુરત ક્યાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધ થશે, ભૂતાનંદ નામે પ્રધાન હસ્તી કઈ ગતિમાંથી મરણ પામી તુરત અહિં ભૂતાનંદ નામે હસ્તીપણે ઉત્પન્ન થયો છે ? જેમ ઉદાયી નામે હસ્તીની વક્તવ્યતા કહી એમ ભૂતાનંદની પણ જાણવી. યાવત્-સર્વ દુઃખોનો અન્ત કરશે.
[૬૯૬]હે ભગવન્ ! કોઈ પુરુષ તાડના ઝાડ ઉપર ચઢે, અને ત્યાં રહેલા તાડના ફળને હલાવે કે નીચે પાડે તો તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ? હે ગૌતમ ! તે પુરુષને કાયિકી વગેરે પાંચ ક્રિયાઓ લાગે. જે જીવોના શરીરદ્વારા તાડ વૃક્ષ તથા તાડનું ફળ ઉત્પન્ન થયું છે તે જીવોને પણ કાયિકી વગેરે પાંચ ક્રિયાઓ લાગે. હે ભગવન્ ! તે તાડનું ફળ પોતાના ભારને લીધે યાવત્-નીચે પડે, અને નીચે પડતા તે તાડના ફળદ્વારા જે જીવો હણાય, યાવત્-જીવિતથી જૂદા થાય, તો તેથી તે ફળ તોડનાર પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ? હે ગૌતમ ! કાયિકી વગેરે ક્રિયાઓ લાગે, જે જીવોના શરીરથી તાડનું વૃક્ષ નીપજ્યું છે તે જીવોને યાવત્ ચાર ક્રિયાઓ લાગે, અને જે જીવોના શરીરથી તાડનું ફળ નીપજ્યું છે તે જીવોને તો કાયિકી યાવત્ પાંચે ક્રિયાઓ લાગે. તથા જે જીવો સ્વાભાવિક રીતે નીચે પડતાં તાડના ફળના ઉપકારક થાય છે તે જીવોને પણ કાયિકી યાવત્- પાંચે ક્રિયાઓ લાગે. હે ભગવન્ ! કોઈ પુરુષ ઝાડના મૂળને હલાવે કે નીચે પાડે તો તે પુરુષને કેટલી ક્રિયા લાગે?હે ગૌતમ!કાયિકી વગેરે પાંચે ક્રિયાઓ લાગે,અને જે જીવોના શરીર થી મૂળ યાવત્ બીજ નીપજ્યાં છે તે જીવોને પણ કાયિકી વગેરે પાંચે ક્રિયાઓ લાગે.
Jain Education International
હે ભગવન્ ! ત્યાર પછી તે મૂળ પોતાના ભારને લીધે નીચે પડે અને બીજા જીવોનું ઘાતક થાય તો તેથી મૂળને હલાવનાર તે પુરુષને કેટલી ક્રિયા લાગે ? હે ગૌતમ ! કાયિકો
For Private & Personal Use Only
www.jainelibrary.org