________________
શતક-૧૬, ઉસો-૬
૩૬૫ તથા તુરત જાગે તો તેજ ભવમાં સિદ્ધ થાય, યાવતુ સર્વ દુઃખનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અત્તે એક મોટા ઘાસના ઢગલાને, યાવતુ કચરાના ઢગલાને જુએ અને તેને વિખેરે અને પોતે વિખેર્યો છે એમ પોતાને માને અને જો તુરત જાગે તો તેજ ભવમાં યાવતુસર્વદુઃખનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અન્ને એક મોટા શરસ્તંભને,વરણ સ્તંભ ને વંશીમૂલસ્તંભને કે વલ્લિમૂલસ્તંભને જુએ અને તેને ઉખેડે અને પોતે તેને ઉખેડ્યો છે એમ પોતાનેમાને અને પછી શીધજાગે તોતે જભવમાં યાવતુ-સર્વદુઃખોનો નાશ કરે.
કોઈ સ્ત્રી યા પુરુષ સ્વપ્રને છેડે એક મોટા ક્ષીરકુંભને દૃધિકુંભને, ધૃતકુંભને અને મધુકુંભને જુએ અને તેને ઉપાડે તથા પોતે તેને ઉપાડ્યો છે એમ પોતાને માને, પછી શીધ્ર જાગે તો તેજ ભવમાં યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અન્ને એક મોટા સુરાના વિકટ કુંભને, સૌવીરના મોટા કુંભને, તૈલકુંભને કે વસાકુંભને જુએ. તેને ભેદે અને પોતે તેને ભેદી નાખ્યો છે એમ પોતાને માને પછી તુરત જાગે તો બે ભવમાં યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અન્ત કુસુમિત એવા એક મોટા પડા સરોવરને જુએ,યાવતુ પછી તુરત જાગે તો તેજ ભવમાં યાવતુ-સર્વ દુઃખનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અન્ત તરંગો અને કલ્લોલોથી વ્યાપ્ત એક મોટા સાગરને જુએ વાવશીધ્ર જાગે તો તેજ ભવમાં યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે. કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્રને અન્ને સર્વ રત્નમય એક મોટું વિમાન જુએ, યાવતું શીધ્ર જાગે તો તેજ ભવમાં યાવતુ-સર્વ દુઃખોનો નાશ કરે.
૬૮૧]હે ભગવન્! કોષ્ઠપુટો, યાવતુ-કેતકીટો યાવતુ-એક સ્થાનથી સ્થાનાન્તરે લઈ જવાતા હોય ત્યારે પવનાનુસારે જે (તેમનો ગંધ) વાય છે તો તે કોષ્ઠ વાય છે કે થાવતુ-કેતકી વાય છે? હે ગૌતમ!કોષ્ઠકપુટો કે કેતકીપુટો વાતા નથી. પણ ગંધના જે પુદ્ગલો છે તે વાય છે. હે ભગવન્! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે'. શતક વદ-ઉદેસાદની મુનિદીપરત્ન સાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
| (ઉદ્દેશક-૭) [૬૮૨] હે ભગવન્! કેટલા પ્રકારનો ઉપયોગ કહ્યો છે? હે ગૌતમ! બે પ્રકારનો . જેમ પ્રજ્ઞાપના સૂત્રમાના ઉપયોગ પદમાં કહેવામાં આવ્યું છે તેમ અહીં બધું કહેવું. તેમજ અહીં ત્રીસમું “પશ્ચાત્તાપદ' પણ સમગ્ર કહેવું. હે ભગવન્! તે એમજ છે, શતકા-ઉદેસો ૭ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશકઃ૮) [૬૮૩]હે ભગવન્! લોક કેટલો મોટો કહ્યો છે? હે ગૌતમ! લોક અત્યન્ત મોટો કહ્યો છે. જેમ બારમાં શતકમાં કહ્યું છે તેમ અહીં પણ લોક સંબંધી બધી હકીકત કહેવી, હે ભગવન્! લોકના પૂર્વ ચરમાંતમાં જીવો છે, જીવદેશો છે, જીવપ્રદેશો છે, અજીવો છે, અજીવદેશો છે, કે અજીવપ્રદેશો છે ? હે ગૌતમ ! ત્યાં જીવો નથી, પણ જીવદેશો છે, જીવપ્રદેશો છે, અજીવો છે અજીવદેશો છે અને અજીવ પ્રદેશો પણ છે. જે જીવદેશો છે તે અવશ્ય એકેન્દ્રિય જીવના જે દેશો છે, અથવા એકેન્દ્રિયના દેશો અને અનિદ્રિયનો (એક) દેશ છે-ઈત્યાદિ બધું દશમાં શતકમાં કહેલ આગ્રેયી દિશાની વક્તવ્યતા પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org