________________
શતક-૧, ઉસો-૭ જીવ શું ખાય છે ? માતાએ ખાધેલા અનેક પ્રકારના રસવિકારોના એક ભાગ સાથે માતાના આર્તવને ખાય છે.
હે ભગવન્! ગર્ભમાં ગએલ જીવને વિષ્ટા, મૂત્ર, ગ્લેખ, નાસિકાનો મેલ, વમન અને પિત્ત હોય? હે ગૌતમ! એ અર્થ સમર્થનથી. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ! ગર્ભમાં ગયા પછી જે આહારને ખાય છે. ચય કરે છે, તે આહારને કાનપણે ચામડીપણે, હાડકાપણે, મજ્જપણે, વાળપણે, દાઢીપણે, રેવાપણે અને નખપણે પરિણમાવે છે માટે હે ગૌતમ ! તે કારણથી ગર્ભમાં ગએલા જીવન વિષ્ટાદિક નથી હોતું. હે ભગવન્! ગર્ભમાં ગએલો જીવ મુખદ્વારા કોળિયારૂપ આહારને લેવા શક્ત છે ! હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! તેનું શું કારણ ? હે ગૌતમ ! ગર્ભમાં ગએલો જીવ સર્વ આત્માવડે આહાર કરે છે, પરિણાવે છે, ઉચ્છવાસ લે છે, નિઃશ્વાસ લે છે, કદાચિત આહાર કરે છે, કદાચિત્ પરિણાવે છે, ઉચ્છવાસ લે છે, અને કદાચિત નિઃશ્વાસ પણ લે છે. તથા પુત્રના જીવને રસ પહોંચાડવામાં કારણભૂત અને માતાનો રસ લેવામાં કારણભૂત જે માતૃજીવરસ-નાડી છે તે માતાના જીવ સાથે સંબંદ્ધ છે અને પુત્રના જીવને અડકેલી છે તેનાથી પુત્રનો જીવ આહાર લે છે અને આહારને પરીણમાવે છે. તથા બીજી પણ એક નાડી છે, જે પુત્રના જીવ સાથે સંબદ્ધ છે અને માતાના જીવને અડકેલી છે, તેનાથી પુત્રનો જીવ આહાર લે છે અને આહારનો ચય અને ઉપચય કરે છે. હે ગૌતમ ! તે કારણથી ગર્ભમાં ગએલો જીવ મુખદ્વારા કોળિયારુપ આહાર લેવા શક્ય નથી. હે ભગવનું ! માતાના અંગો કેટલાં કહ્યાં છે? માતાના અંગો ત્રણ કહ્યાં છે. માંસ, લોહી, અને માથાનું ભેજું હે ભગવનું ! પિતાનાં અંગો કેટલાં કહ્યા છે? પિતાનાં અંગો ત્રણ કહ્યાં છે. હાડકાં, મજ્જન અને કેશ, દાઢી, રોમ તથા નખ, હે ભગવન્! માતા તથા પિતાના અંગો સંતાનના- શરીરમાં કેટલા કાળ સુધી રહે ? હે ગૌતમ ! સંતાનનું ભવધારણીય શરીર જેટલા કાળસુધી ટકે, તેટલા કાળસુધી તે અંગો રહે. અને જ્યારે તે ભવધારણીય શરીર સમયે સમયે હીન થતું છેવટને સમયે નષ્ટ થાય છે ત્યારે માતપિતાનાં અંગો પણ નાશ પામે છે.
[૮૪] હે ભગવનું ! ગર્ભમાં ગયા પછી જીવ નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ! કોઈ થાય અથવા કોઈ ન પણ થાય. હે ભગવન્! તેનું શું કારણ? હે ગૌતમ! સંજ્ઞી પંચેદ્રિય, અને સર્વ પતિથી પૂર્ણ થએલો જીવ વીર્યલબ્ધિ વડે, વૈક્રિયલબ્ધિ વડે શત્રનું લશ્કર આવેલું સાંભળી, અવધારી, આત્મપ્રદેશોને ગર્ભથી બહારના ભાગે ફેકે છે, ફેંકી વૈક્રિયસમુદૂધાતવડે સમવહણી, ચતુરંગી સેનાને વિકર્વે છે, એવી સેનાને વિમુર્તી તે સેનાવડે શત્રના લશ્કર સાથે યુદ્ધ કરે છે. અને તે પૈસાનો. રાજ્યનો, ભોગનો અને કામનો લાલચુ, પૈસામાં, રાજ્યમાં, ભોગમાં અને કામમાં લંપટ, પૈસાનો તરસ્યો. રાજ્યનો, ભોગનો અને કામનો તરસ્યો જીવ તેમાં ચિત્તવાળો, તેમાં મનવાળો, તેમાં આત્મપરિણામવાળો, તેમાં અધ્યવસિત થએલો, તેમાં અધ્યવાસનાવાળો, તેમાં સાવધાનતા વાળો, તેને માટે ક્રિયાઓનો ભોગ આપનાર, અને તેનાજ સંસ્કારવાળો એ સમયે જે મરણ પામે તો નૈરયિકમાં ઉત્પન્ન થાય. માટે હે ગૌતમ! તે હેતુથી યાવતુ-કોઈ જીવ નરકે જાય અને કોઈ જીવ નરકે ન જાય. હે ભગવનું ! ગર્ભમાં ગએલો જીવ દેવલોકમાં જાય? હે ગૌતમ! કોઈ જાય અને કોઈ ન જાય. હે ભગવન્! તેનું શું કારણ છે ગૌતમ ! તે સંજ્ઞી પંચેદ્રિય અને સર્વ પયપ્તિથી પૂર્ણ થએલો જીવ તથારૂપ શ્રમણ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org