________________
શતક-૧૫,
૩૪૯ શ્રમણ ભગવાન મહાવીર જિન છે અને જિનપ્રલાપી યાવતુ-જિનશબ્દને પ્રકાશિત કરતા વિહરે છે.” એમ વિચારી આજીવિક સ્થવિરોને બોલાવે છે, બોલાવીને અનેક પ્રકારના સોગન આપે છે, આ પ્રમાણે બોલ્યા-“હું ખરેખર જિન નથી, પણ જિનપ્રલાપી યાવતુજિનશબ્દને પ્રકાશ કરતો વિહર્યો છું. હું શ્રમણનો ઘાત કરનાર ગોશાલ છું, યાવતુછહ્મસ્થાવસ્થામાં કાળ કરીશ. શ્રમણ ભગવાન મહાવીર જિન, જિન પ્રલાપી, વાવતજિનશબ્દનો પ્રકાશ કરતા વિહરે છે, તે માટે હે દેવાનુપ્રિયો! તમે મને કાળધર્મ પામેલો. જાણીને મારા ડાબા પગને દોરડાવતી બાંધી ત્રણવાર મુખમાં ધૂકો,યાવતુ-રાજમાર્ગને વિષે ઘસડતા અત્યન્ત મોટે શબ્દ ઉદ્દઘોષણા કરતા કરતા એમ કહેજો કે હે ગોશાલક જિન નથી, યાવતુ-છપ્રસ્થાવસ્થામાં જ કાળધર્મ પામ્યો છે. શ્રમણ ભગવાનું જિન અને જિનપ્રલાપી થઈ યાવતુ-વહરે છે, એમ કહીને તે (ગોશાલક) કાળધર્મ પામ્યો.
[૫૪]ત્યારપછી આજીવિક સ્થવિરોએ મંખલિપુત્ર ગોશાલકને કાળધર્મ પામેલા જાણીને હાલાહલા કુંભારણના કુંભકારાપણના દ્વાર બન્ધ કર્યા.શ્રાવસ્તી નગરીને આળેખીને ગોશાલકના શરીને ડાબે પગે દોરડા વડે બાંધીને ત્રણવાર મુખમાં ઘૂંકીને શ્રાવસ્તી નગરીના શૃંગાટકના આકારવાળા, યાવતુ-રાજમાર્ગને વિષે ઘસડતા. ધીમા ધીમા શબ્દથી ઉદ્દઘોષણા કરતા કરતા આ પ્રમાણે બોલ્યા- યાવતુ પદ્મસ્થા વસ્થામાં જ કાળધર્મ પામ્યો છે. શ્રમણ ભગવાનું મહાવીર જિન, અને જિન પ્રલાપી થઈને યાવતુવહરે છે.” એ પ્રમાણે તેઓ શપથથી છૂટા થાય છે, અને બીજી વાર તેની પૂજા અને સત્કારને સ્થિર કરવામાટે મંખલિપુત્ર ગોશાલકના ડાબા પગથી દોરડું છોડી નાંખે છે, ગોશાલકના શરીરને સુગન્ધી ગન્ધોદક વડે ગ્નાન કરાવે છે-ઈત્યાદિ પૂર્વોક્ત કહેવું, યાવતુ-અત્યન્ત મોટી ઋદ્ધિ અને સત્કારના સમુદાયથી મખલિપુત્ર ગોશાલકના શરીરને બહાર કાઢે છે.
[૬૫]ત્યારપછી શ્રમણભગવાનુમહાવીર અન્ય કોઈ દિવસે શ્રાવસ્તી નગ રીથી અને કોષ્ઠક ચૈત્યથી નીકળી બહારના દેશોમાં વિહરે છે. તે કાલે તે સમયે મેંઢિક ગ્રામ નામે નગર હતું. તે મેંઢિકગ્રામનગરની બહાર ઉત્તર-પૂર્વ દિશાને વિષે અહિ સાળ કોષ્ઠક ચૈત્ય હતું. યાવતુ-પૃથિવીશિલાપટ્ટ હતો. તે સાળકોષ્ઠ ચૈત્યની થોડા દૂર અહિં મોટું એક માલુકા વૃક્ષનું વન હતું. તે શ્યામ, શ્યામકાન્તિવાળું, યાવતુ-મહામેઘના સમૂહ ના જેવું હતું. વળી તે પત્રવાળું, પુષ્પવાળું, ફળવાળું, હરિતવર્ણવડ અત્યન્ત દેદીપ્યમાન અને શ્રી-શોભાવડે અત્યન્ત સુશોભિત હતું. તે મૅઢિકગ્રામનગરમાં રેવતીનામે ગૃહ પત્ની રહેતી હતી. તેય દ્વિવાળી અને કોઈથી પરાભવ ન પામે તેવી હતી. તે સમયે શ્રમણ ભગવાન મહાવીર અન્ય કોઈ દિવસે ત્યાં આવ્યા, યાવતુ-પર્ષદા વાંદને પાછી ગઈ. તે વખતે શ્રમણ ભગવંત મહાવીરના શરીરને વિષે મહાનુ પીડાકારી,-અત્યન્ત દાહ કરનાર, યાવતુ-દુખે સહન કરવા યોગ્ય, યાવતુ-જેણે પિત્તજ્વર વડે શરીર વ્યાપ્ત કર્યું છે એવો અને જેમાં દાહ ઉત્પન્ન થાય છે એવો રોગ પેદા થયો, અને તેથી લોહીવાળા ઝાડા થવા લાગ્યા. ચાર વર્ણના મનુષ્યો કહે છે કે-“એ પ્રમાણે ખરેખર શ્રમણ ભગવાનું મહાવીર મખલિપુત્ર ગોશાલકના તપના તેજવડે પરાભવ પામી છે માસને અત્તે પિત્તજ્વરયુક્ત શરીરવાળા થઈને દાહની ઉત્પત્તિની છદ્મસ્થાવસ્થામાં કાળ કરશે.” તે કાળે તે સમયે શ્રમણ ભગવાનું મહાવીરના અન્તવાસી- સિંહાનગાર પ્રકૃતિ વડે ભદ્ર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org