________________
૩૩૮
ભગવઈ-૧૫-1-૩૯ તલફળીમાં સાત ઉત્પન્ન થયા.
[૬૪૦]ત્યારબાદ હે ગૌતમાં હું ગોશાલકની સાથે જ્યાં કૂર્મગ્રામ નગરે આવ્યો. તે વખતે તે કૂર્મગ્રામનગરની બહાર વેશ્યાયન નામે બાલતપસ્વી નિરંત છઠ્ઠ છઠ્ઠના તપ કરવાવડે પોતાના બન્ને હાથ ઉંચા રાખી રાખીને સૂર્યના સન્મુખા ઉભો રહી આતાપના ભૂમિને વિષે આતાપના લેતો વિહરતો હતો. સૂર્યના તેજવડે તપેલી યૂકાઓ ચોતરફથી નીકળતી હતી, અને તે સર્વ પ્રાણ, ભૂત, જીવ અને સત્વની દયાને માટે પડી ગયેલી તે ચૂકાઓને પાછી ત્યાં ને ત્યાં મૂકતો હતો. હવે તે સંખલિપુત્રગોશાલકે વેશ્યાયન બાલત પસ્વીને જોયો, જોઈને મારી પાસેથી તે ધીમે ધીમે પાછો ગયો. પાછો જઈને વેશ્યાય નબાલતપસ્વીને એ પ્રમાણે કહ્યું. “શું તમે મુનિ છો કે મુનિક-ચસકેલ છો, કે યૂકાના શય્યાતર છો' ? જ્યારે સંખલિપુત્ર ગોશાલકે બીજી વાર અને ત્રીજી વાર એ પ્રમાણે
જ્હયું ત્યારે તે વેશ્યાયન નામે બાલ તપસ્વી એકદમ કુપિત થયો અને વાવત-ક્રોધે ધમ ધમાયમાન થઈને આતાપનાભૂમિથી નીચે ઉતર્યો. નીચે આવીને તેજસસમુદૂઘાત કરી સાત આઠ પગલા પાછો ખસી સંખલિ પુત્ર ગોશાલકના વધને માટે તેણે શરીરમાંથી તેજલેશ્યા કાઢી. ત્યારબાદ હે ગૌતમાં મખલિપુત્ર ગોશાલકના ઉપર અનુકંપાથી વેશ્યા વનબાલતપસ્વીની તેજો વેશ્યાનું પ્રતિસંહરણ કરવા માટે આ પ્રસંગે મેં શીત તેજલેશ્યા બહાર કાઢી, અને ઉષ્ણ તેજોવેશ્યાનો પ્રતિઘાત કર્યો. ત્યાર પછી તે વેશ્યાયન બાલત પસ્વીએ મારી શીતતેજલેશ્યાથી પોતાની ઉષ્ણતેજલેશ્યાને પ્રતિઘાત થયેલો જાણીને અને મંખલિપુત્ર ગોશાલકના શરીરને કંઈ પણ થોડી કે વધારે પીડા અથવા અવયવોનો છેદ નહિ કરાયેલો જોઈને પોતાની ઉષ્ણ તેજોલેશ્યાને પાછી ખેંચી લીધી, તે આ પ્રમાણે બોલ્યા- હે ભગવન્! મેં જાણ્યું ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલકે મને એ પ્રમાણે કહ્યું કે હે ભગવન્! આ ભૂકાના શય્યાતર બાલતપસ્વીએ આપને “હે ભગવન્! મેં જાણ્યું, હે ભગ વનું! મેં જાણ્યું' એમ શું કહ્યું? ત્યારે હે ગૌતમ! ગોશાલકને મેં સમગ્ર વૃતાંતુ કહ્યો. કહ્યું કે- ત્યારબાદ મંખલિપુત્ર ગોશાલકને મેં એ પ્રમાણે કહ્યું- હે ગોશાલકો જે નખસહિત વાળેલી અડદના બાકળાની મુઠીવડે અને એક વિકટાશય-એક ચુકુલ પાણી વડે નિરત્તર છઠ્ઠ છઠ્ઠનો તપ કરી ઉંચા હાથ રાખી રાખીને વાવતુ-વિહરે તો તેને છ માસને અન્ત (અપ્રયોગકાળ) સંક્ષિપ્ત અને પ્રયોગકાળે) વિસ્તીર્ણ એવી તોલેશ્યો પ્રાપ્ત થાય.' ત્યાર પછી સંખલિપુત્ર ગોશાલકે મારા આ કથનનો વિનયવડે સારી રીતે સ્વીકાર કર્યો.
[૪૨]ત્યારબાદ હે ગૌતમ! અન્ય કોઈ દિવસે મંખલિપુત્ર ગોશાલકની સાથે કૂર્મગ્રામનગરથી સિદ્ધાર્થગ્રામનગર તરફ જવા માટે મેં પ્રયાણ કર્યું. જ્યારે અમે જયાં તે તલનો છોડ હતો તે પ્રદેશ તરફ તુરત આવ્યા ત્યારે મખલિપુત્ર ગોશાલક મને એ પ્રમાણે કહ્યું, 'હે ભગવનું ! તમે તમને તે વખતે એ પ્રમાણે કહ્યું હતું, યાવતુએમ પ્રધ્યું હતું કે હે ગોશાલક! આ તલનો છોડ નીપજશે, ઈત્યાદિ તે મિથ્યા-અસત્ય થયું. “હે ગોશાલકી તે વખતે એ પ્રમાણે કહેતાં, યાવતુ-પ્રરુપણા કરતા મારા એ કથનની તુ શ્રદ્ધા કરતો ન હોતો, પ્રતીતિ કરતો ન હોતો, રુચિ કરતો નહોતો, યાવતુ તેને માટી સહિત ઉખાડીને એકાંત. મૂક્યો. હે ગોશાલકા તે વખતે તક્ષણમાં આકાશમાં દિવ્ય વાદળ પ્રગટ થયું, યાવતુ તે તલના છોડની એક તકલીફમાં સાત તલરુપે ઉત્પન્ન થયા છે. તે માટે હે ગોશાલક! તે તલનો છોડ નિષ્પન્ન થયો છે, એ પ્રમાણે ગોશાલકે એ પ્રમાણે કહેતાં યાવતુ-પ્રરુપષણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org