________________
શતક-૧૪, ઉદ્દેસો-૨
૩૨૩
સ્તનિતકુમાર સુધી જાણવું. પૃથિવીકાયિકથી આરંભી યાવત્ મનુષ્યોને નૈરિયકની પેઠે જાણવું.જેમ અસુરકુમારોનેકહ્યું તેમવાનવ્યંતર,જ્યોતિષિકઅનેવૈમાનિક-વિશે જાણવું. [૬૦૧]હે ભગવન્ ! શું એમ છે કે કાલે વરસનાર પર્જન્ય(મેઘ) વૃષ્ટિકાય ને વર સાવે ? હા, ગૌતમ! વૃષ્ટિ કરે. હે ભગવાન્ ! જ્યારે દેવેન્દ્રશક્ર વૃષ્ટિ કરવાની ઈચ્છાવાળો હોય ત્યારે તે વૃષ્ટિ કેવી રીતે કરે ? હે ગૌતમ! શક્ર અભ્યન્તરપરિષદના દેવોને બોલાવે છે અને દેવો મધ્યમપરિષદના દેવોને બોલાવે છે, તે દેવો બહારની પરિષદના દેવોને બોલાવે છે, તે દેવો બહારબહારના દેવોને બોલાવે છે, અને તે દેવો આભિયોગિક દેવોને બોલાવે છે, દેવો વૃષ્ટિકાયિક દેવોને બોલાવે છે, પછી તે બોલાવેલ વૃષ્ટિકાયિક દેવો વૃષ્ટિ કરે છે ? એ પ્રમાણે અસુરકુમારદેવો વૃષ્ટિ કરેછે. એ પ્રમાણે નાગકુમાર યાવત્-સ્તનિત કુમારોસુધીજાણવું.વાનવ્યંતરજ્યોતિષિકઅનેવૈમાનિકસબન્ધપણએ પ્રમાણે જાણવું.
[૬૦૨]હે ભગવન્ ! દેવેન્દ્ર અને દેવના રાજા ઈશાન જ્યારે તમસ્કાયને કરવાને ઈચ્છે ત્યારે તે તેને કેવી રીતે કરે ? હે ગૌતમ! ત્યારે દેવેન્દ્ર અને દેવના રાજા ઈશાન અભ્યન્ત પરિષદના દેવોને બોલાવે છે, દેવોયાવત્-બોલાવેલા તે આભિયોગિક દેવો તમસ્કાયિક દેવોને બોલાવે છે, અને ત્યાર પછી બોલાવેલ તે તમસ્કાયિક દેવો તમસ્કાય કરે છે, હે ગૌતમ! એ પ્રમાણે દેવેન્દ્ર અનેદેવના રાજા ઈશાન તમસ્કાય કરે છે.હે ભગવન્! શું એમ છે કે અસુકુમાર દેવો પણ તમસ્કાયને કરે ? હે ગૌતમ! ા, કરે છે હે ભગવન્ ! અસુરકુમાર દેવો શા હેતુથી તમસ્કાય કરે છે ? હે ગૌતમ! ક્રીડા કે તિનિમિત્તે, શત્રુને મોહપમાડવા નિમિત્તે, છુપાવેલા દ્રવ્યને સાચવવા નિમિત્તે અથવા પોતાના શરીરને ઢાંકી દેવા નિમિત્તે એ પ્રમાણે યાવત્ વૈમાનિકો સુધી જાણવું. ‘હે ભગવન્ ! તે એમજ છે’એમ કહી યાવદ્ (ભગવાન્ ગૌતમ) વિહરે છે.
શતકઃ૧૪-ઉદ્દેસાઃ૨ નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ઉદ્દેશકઃ ૩
[૬૦૩]હે ભગવન્ ! મહાકાય-મોટા પરિવારવાળો અને મોટા શરીરવાળો દેવ ભાવિતાત્મા અનગારની વચ્ચે થઈને જાય ? હે ગૌતમ! કેટલા એક દેવ જાય, અને કેટલા એક દેવ ન જાય. હે ભગવન્ ! આપ એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! દેવો બે પ્રકારના કહ્યા છે,-માયીમિથ્યા દૃષ્ટિઉપપન્ન અને અમાયીસમ્યગ્દષ્ટિઉપપત્ર, તેમાં જે માયી મિથ્યાવૃષ્ટિઉપપન્ન દેવો છે તે ભાવિતાત્મા અનગારને જુએ છે અને જોઈને વાંદતો નથી, નમતો નથી, સત્કાર કરતો નથી, સન્માન કરતો નથી, અને કલ્યાણરુપ અને મંગલભૂત દૈવચૈત્યની પેઠે યાવતુ-તેની પર્યાપાસના કરતો નથી, તેથી તે દેવ ભાવિતાત્મા અન ગા૨ની વચ્ચે થઈને જાય. તેમાં જે અમાયીસમ્યગ્દષ્ટિઉપપન્ન દેવો છે, તે ભાવિતાત્મા અનગા૨ને જુએ છે, જોઈને વાંદે છે, નમે છે, યાવત્-તેની પર્યાપાસના કરે છે, તેથી તે ભાવિતાત્મા અનગારની વચ્ચે થઈને ન જાય હે ભગવન્ ! ઘણાં પરિવારવાળા અને મહાશરીરવાળા અસુરકુમારો ઈત્યાદિ પ્રશ્ન પૂર્વવત્ જાણવું. એ પ્રમાણે યાવત્ વૈમાનિ કો સુધી કહેવો. હે ભગવન્ ! નારકોમાં સત્કાર, સન્માન કૃતિકર્મ,અંજલિકરણ આસના ભિગ્રહ,આસનાનુપ્રદાન, ઈત્યાદિ વિનય છે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ
[૬૪]હે ભગવન્ ! અસુરકુમા૨ોમાં સત્કાર, સન્માન વગેરે વિનય છે ? હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org