________________
શતક-૧૩, ઉદ્દેસો-૭
૩૧૯
દ્રવ્યાંતિક મરણચાર પ્રકારે- નારક દ્રવ્યાતિકમરણ યાવત્-દેવદ્રવ્યાત્યંતિ કમરણ. હે ભગવન્ ! શા હેતુથી નૈરયિકદ્રવ્યાત્યંતિકમરણ' કહેવાય છે ? હે ગૌતમ! નારકપણે વર્તતા જે ના૨ક જીવો જે દ્રવ્યોને સાંપ્રત કાળે છોડે છે, તે નૈયિકો તે દ્રવ્યોને ભવિષ્યકાળે ફરી વાર નહિ છોડે, હે ગૌતમ! તે હેતુથી.એ પ્રમાણે યાવત્ દેવદ્રવ્યાન્તિકમરણ પણ જાણવું, તથા એ પ્રમાણે ક્ષેત્રાત્યન્તિકમરણ, યાવત્-ભાવાત્યંતિકમરણ જાણવું. હે ભગ વન્ ! બાલમરણ કેટલા પ્રકારે કહ્યું છે ? હે ગૌતમ! બાર પ્રકારે વલવમરણ, ઈત્યાદિ સ્કન્દકના અધિકારમાં કહ્યાં પ્રમાણે યાવત્- ગૃધ્રસૃષ્ટમરણ .
હે ભગવન્ ! પંડિતમરણ કેટલા પ્રકારે કહ્યું છે ? હૈ ગૌતમ ! બે પ્રકારે- પાદપો ગમન ભક્તપ્રત્યાખ્યાન હે ભગવન્ ! પાદપોપગમન મરણ કેટલા પ્રકારે. બે પ્રકારનું નિિિરમ અનિિિરમ યાવત્-આ બંને પ્રકારનું પાદપોપગમન મરણ અવશ્ય અપ્રતિ કર્મ હોય છે. હે ભગવન્ ! ભક્તપ્રત્યાખ્યાનરુપ મરણ કેટલા પ્રકારે કહ્યું છે ? એ પ્રમાણે પૂર્વે કહ્યા પ્રમાણે વિશેષ એ છે કે આ બન્નેપ્રકારનું ભક્તપ્રત્યાખ્યાનરુપમરણ અવશ્ય સંપ્રતિકર્મ-શરીરસંસ્કારસહિત હોય છે. ‘હે ભગવન્!તે એમજ છે,- એમ કહી વિહરે છે.
શતકઃ ૧૩-ઉદ્દેસોઃ ૭ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ઉદ્દેશકઃ ૮
[૫૯૩]હે ભગવન્ ! કર્મની કેટલી પ્રકૃતિઓ કહી છે ? હે ગૌતમ! કર્મની આઠ પ્રકૃતિઓ કહી છે, અહીં પ્રજ્ઞાપના સુત્રનો બંધસ્થિતિ નામે સંપૂર્ણ ઉદ્દેશક કહેવો. શતકઃ ૧૩-ઉદ્દેસા-૮ ની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ઉદ્દેશક-૯
[૫૯૪]રાજગૃહમાં (ભગવાન્ ગૌતમ) યાવત્-આ પ્રમાણે બોલ્યા કે હે ભગવાન! જેમ કોઈ એક પુરુષ દોરડાથી બાંધેલી ઘટિકાને લઈને ગમન કરે, એ પ્રમાણે ભાવિતા ત્યા સાધુ દોરડાથી બાંધેલી ઘટિકાનું કાર્ય હસ્તગત કરી પોતે ઉંચે આકાશમાં ઉડે ? હા ગૌતમ! ઉડે. હે ભગવન્ ! ભાવિતાત્મા અનગાર દોરડાથીબાંધેલી ટિકાને હાથમાં ધારણ કરવારુપ કેટલાં રુપો વિકુર્વવાને સમર્થ હોય ? હે ગૌતમ! ‘જેમ કોઈ એક યુવાન પુરુષ યુવતિ સ્ત્રીને હાથ વડે આલિંગે’-ઈત્યાદિ એ પ્રકારે શતક-૩, ઉદ્દેસા-પ-કહ્યા પ્રમાણે યાવતુ- સંપ્રાપ્તિ કરવાવડે તેવાં રુપ વિકુર્યા નથી, વિકુર્વતા નથી અને વિકુર્વશે પણ નહિં. જેમ કોઈ એક પુરષ હિરણ્યની પેટીને લઈને ગમન કરે, એ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ હિરણ્યની પેટીને હસ્તગત કરી પોતે ગગનમાં ઉડે ? બાકી બધું પૂર્વવત્ જાણવું. એ પ્રકારે સુવર્ણની પેટી, રત્નની પેટી, વજ્રની પેટી, વસ્ત્રની પેટી અને ધરેણાંની પેટીને લઈનેએ પ્રમાણે વાંસનીસાદડી,ઘાસનીસાદડી,ચર્મકટ, ચામડાથી ભરેલ ખાટલી વગેરે,અને ઉનનાકાંબળા, તથા લોઢાનાભારને, તાંબાના ભારને, કલઈનાભારને, સીસા નાભા૨ને, હિરણ્યનાભારને, સુવર્ણનાભારને અને વજ્રનાભા૨ને લઈને પણ ગમન કરે.
હે ભગવન્ ! જેમ કોઈ એક વડવાગુલી હોય અને તે પોતાના બન્ને પગ ઉંચા લટકાવી, ઉંચા પગ અને માથું નીચ રાખીને રહે, એ પ્રમાણે ભાવિતાત્મા અનગાર પણ વાગુલીના કૃત્યને પ્રાપ્ત થયેલો આકાશમાં ઉંચે ઉડે ? હા, ઉડે. એજ પ્રમાણએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org