________________
શતક-૧૩, ઉદેસો-૨
હo૫ પ્રમાણે જાણવું. ઉદવર્તના સંબંધે પણ તેજ પ્રમાણે જાણવું. પરતું એટલો વિશેષ છે કે અસંજ્ઞી ઉદ્વર્તે છે- ચ્યવે છે, અવધિજ્ઞાની અને અવધિદર્શની ત્યાંથી ઉદ્વર્તતા-નીકળતાં નથી. કારણ કે અસુરકમારાદિથી નીકળેલા તીર્થંકરાદિ ન થાય અને અવધિજ્ઞાન અને અવધિદર્શનસહિત તીર્થકરાદિ જ ઉદ્વર્તે. સત્તાને આશ્રયી પૂર્વ જે કહેલું છે તે પ્રમાણે સર્વે કહેલું. પરન્ત એટલો વિશેષ છે કે ત્યાં સંખ્યાતા સ્ત્રીવેદવાળા કહેલા છે. એ પ્રમાણે પુરુષવેદવાળા પણ કહેલા છે, નપુંસકવેદવાળા નથી. ક્રોધકષાયવાળા કાચિત હોય છે અને કદાચિત્ હોતા નથી. જો હોય છે તો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યા તા હોય છે, એ પ્રમાણે માન અને માયા સંબંધે પણ જાણવું. લોભકષાયવાળા સંખ્યાતા કહેલા છે. બાકી બધું પૂર્વ પ્રમાણે જાણવું. સંખ્યાતાસંબધે ચાર લેશ્યાઓ કહેવી. એ પ્રમાણે અસંખ્યાતા યોજનાવિસ્તારવાળા અસુરકુમારવાસોસંબંધે પણ જાણવું. પરન્તુ ત્રણેઆલાપકોને વિષેઅસંખ્યાતા’ પાઠ કહેવો, યાવતુ- “અસંખ્યાતા અચરમ કહ્યા છે.
હે ભગવન્! કેટલા લાખ નાગકુમારના આવાસો કહેલા છે. ? પૂર્વ પ્રમાણે જાણવા. યાવત્સ્વ નિતકુમાર સુધી કહેવા, પરન્તુ એટલો વિશેષ છે કે જ્યાં જેટલા લાખ ભવનો હોય ત્યાં તેટલા લાખ ભવનો કહેવાં. વાનવ્યંતરદેવોનો પ્રશ્ન હે ગૌતમ ! વાનર્થે તરદેવોના અસંખ્યાતા લાખ આવાસો કહેલા છે. હે ભગવન! તે આ-વાસો શું સંખ્યાત યોજનવિસ્તારવાળા છે કે અસંખ્યાતયોજનવિસ્તારવાળા છે ? હે ગૌતમ ! સંખ્યાત યોજનવિસ્તારવાળા છે, પણ અસંખ્યાત યોજનવિસ્તારવાળા નથી. હે ભગવન્! તે આ વાસને વિષે એક સમયે કેટલા વાનવ્યંતરદેવો ઉપજ ? જેમ અસુરકુમારોના સંખ્યાતા યોજનવિસ્તાર- વાળા આવાસોને વિષે ત્રણ આલાપકો કહ્યા છે તે પ્રમાણે વાનયંતર સંબધે પણ કહેવા. હે ભગવન્! જ્યોતિષિક દેવોના કેટલા વિમાનાવાસો કહ્યા છે? હે ગૌતમ! અસંખ્યાતા લાખ વિમાનાવાસો કહેલાં છે. હે ભગવન્! તે વિમાનવાસો શું સંખ્યાત યોજનવિસ્તારવાળા છે કે અસંખ્યાત યોજનવિસ્તારવાળા છે? એ પ્રમાણે જેમ વાન વ્યંતર દેવો સંબંધે કહ્યું છે, તે પ્રમાણે જ્યોતિષ્ઠોને પણ ત્રણ આલાપકો કહેવા પરન્તુ એટલો વિશેષ છે કે અહિં માત્ર તેજલેશ્યા કહેવી. ઉત્પાદન વિષે અને સત્તાને વિષે અસંજ્ઞી જીવો ઉપજતાં તેમ ઉદ્વર્તતા નથી, બાકી બધું પૂર્વવતુ. '.
હે ભગવનું ! સૌધર્મ દેવલોકને વિષે કેટલા લાખ વિમાનવાસો કહેલા છે ? હે ગૌતમ! ૩૨ લાખ વિમાનવાસો કહેલા છે. હે ભગવન્! તે વિમાનવાસો શું સંખ્યાતા. યોજનવિસ્તારવાળા છે કે અસંખ્યાતયોજનવિસ્તારવાળા છે ? હે ગૌતમ તે બંને છે. હે ભગવનું ! સૌધર્મ દેવલોકને વિષે બત્રીસ લાખ વિમાનવાસોમાંના સંખ્યાતાયોજન વિસ્તારવાળા વિમાનોને વિષે એક સમયે કેટલા સૌધર્મદિવો ઉત્પન્ન થાય કેટલા તેજો લેશ્યા વાળા ઉત્પન્ન થાય ? જેમ જ્યોતિર્ષિકોને ત્રણ આલાપકો કહ્યાં તેમ અહિ પણ ત્રણ આલાપકો કહેવાં, પરંતુ ત્રણે આલાપકોમાં “સંખ્યાતા' એવો પાઠ કહેવો. અવધિજ્ઞાની અને અવધિદર્શની અવે’ એમ કહેવું, બાકી બધું પૂર્વવતું. અસંખ્યાતાયોજન વિસ્તાર વાળા વિમાનવાસોમાં એ પ્રમાણે ત્રણ આલાપકો કહેવા, પરન્તુ એટલો વિશેષ છે કે ત્યાં “અસંખ્યાતા' એવો પાઠ કહેવો. અવધિજ્ઞાની અને અવધિદર્શની સંખ્યાતા અવે છે. બાકી બધું પૂર્વવત એ પ્રમાણે જેમ સૌધર્મ દેવલોકની વક્તવ્યતા કહી, તેમ ઈશાન દેવલોકને વિષે એ પ્રમાણે છ આલાપકો કહેવા. સનકુમારને વિષે પણ એમજ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org