________________
શતક-૧૩, ઉદેસી-૧
૩૦૧ એમજ છે એમ કહી ભગવાન ગૌતમ) યાવ વિહરે છે. શતક: ૧૨-ઉદેસાઃ ૧૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
| શતકઃ ૧ર-ગુર્જરછાયાપૂર્ણ ]
(શતકઃ૧૩)
ઉદસો-૧ [પ૩નરકપૃથ્વી, દેવની પ્રરુપણા, અનન્તરાહર, પૃથ્વી, આહાર, ઉપપાત, ભાષા, કર્મની પ્રરુપણા,અનગાર, અને સમુદ્દઘાત.
[પ૬૪]રાજગૃહમાં (ભગવાનું ગૌતમ) યાવતુ-એ પ્રમાણે બોલ્યા- હે ભગવાનું ! કેટલી નરક પૃથિવીઓ કહેલી છે? હે ગૌતમ! સાત. રત્નપ્રભા, યાવતું અધઃ સપ્તમનરક પૃથિવી. હે ભગવન્! આ રત્નપ્રભા નરકમૃથિવીને વિષે કેટલા લાખ નરકાવાસો કહેલો છે? બત્રીસ લાખ. હે ભગવનું ! તે નરકાવાસી સંખ્યાત યોજન વિસ્તારવાળા છે કે અસંખ્યાતા યોજન વિસ્તારવાળા છે? હે ગૌતમ! તે બંને છે. હે ભગવન્! આ રત્નપ્રભા. પૃથિવીના ત્રીશ લાખ નરકગાવાસોમાં સંખ્યાતાયોજન- વિસ્તાવાળા નરકાવાસોમાં એકસમયે કેટલાં નારક જીવો ઉત્પન્ન થાય, કેટલા કાપોતલેશ્યાવાળા, કેટલા કૃષ્ણપાક્ષિક જીવો, કેટલા શુક્લપાક્ષિક જીવો, કેટલા સંજ્ઞીજીવો, કેટલા અસંજ્ઞી જીવો, કેટલા ભવસિ દ્વિકજીવો, કેટલા આભિનિબોધિકજ્ઞાની, કેટલા શ્રુતજ્ઞાની, કેટલા અવધિજ્ઞાની, કેટલા. મતિઅજ્ઞાની, કટલા શ્રુતઅજ્ઞાની, કેટલા વિર્ભાગજ્ઞાની, કેટલા ચક્ષુદર્શની, કેટલા અચસુદર્શની, કેટલા અવધિદર્શની, કેટલા આહારસંજ્ઞાના, ઉપયોગવાળા જીવ, કેટલા ભય સંજ્ઞાના ઉપયોગવાળા, કેટલા મૈથુન સંજ્ઞાના ઉપયોગવાળા, કેટલા પરિગ્રહસંજ્ઞાના ઉપ યોગવાળા, કેટલા સ્ત્રીવેદી જીવ, કેટલા પુરુષવેદી, કેટલાંક નપુંસકવેદી, કેટલા ક્રોધકષાય વાળા, યાવતુ કેટલા લોભકષાયવાળા, કેટલા શ્રોત્રેન્દ્રિયના ઉપયોગવાળા , કેટલા સ્પર્શેન્દ્રિય ઉપયોગવાળા, કેટલા નોઈદ્રિય (મન) ના ઉપયોગવાળા, કેટલા મનયોગી, કેટલા વચનયોગી, કેટલા કાયયોગી, કેટલા સાકારોપયોગવાળા, અને કેટલા અનાકારો પયોગવાળા ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! આ રત્નપ્રભાપૃથિવીના ત્રીશલાખ નરકાવાસો માંના સંખ્યાતા યોજનાના વિસ્તારવાળા નરકાવાસોને વિષે જધન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા નારકો ઉત્પન્ન થાય છે, જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા કૃષ્ણપાક્ષિક જીવો ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે શુક્લપક્ષ સંબંધે પણ જાણવું, એ રીતે સંજ્ઞી ને અસંજ્ઞીને પણ કહેવું, એ પ્રમાણે ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક જીવો પણ જાણવા. મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞા ની એ સર્વ એ પ્રમાણેજ ઉત્પન્ન થાય છે. ચક્ષુદર્શનવાળા જીવો ઉત્પન્ન થતા નથી. જઘન્ય થી એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા અચક્ષુદર્શનવાળાં પણ જાણવા. એ રીતે આહાર સંજ્ઞાના ઉપયોગવાળા અને યાવતુ પરિગ્રહસંજ્ઞાના ઉપયોગવાળા પણ એ પ્રમાણે ઉત્પન્ન થાય છે. સ્ત્રીવેદવાળા અને પુરુષવેદવાળા જીવો ઉત્પન્ન થતા નથી. જઘન્યથકી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા નપુંસકવેદી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે ક્રોધ કષાયી, અને યાવતુ લોભકષાયી જાણવા. શ્રોત્રેન્દ્રિય ઉપયોગવાળા યાવતુ સ્પર્શેન્દ્રિયના ઉપયોગવાળા પણ ઉત્પન્ન થતા નથી. જઘન્યથી એક, બે ત્રણ અને ઉત્કૃષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org