________________
શતક-૧૨, ઉદેસો-૯
૨૫ એમજ છે, તે એમજ છે'- એમ કહી યાવવિહરે છે. શતક ૧૨- ઉદેસો ૮ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(ઉદ્દેશકઃ૯) [પપ૪]હે ભગવન્! દેવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ પાંચ પ્રકારના. ભવ્યદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદિવ, દેવાધિદેવ અને ભાવવ. હે ભગવનું ! એ પ્રમાણે શા હેતુથી ભવ્યદ્રવ્યદેવ’ ‘ભવ્યદ્રવ્યદેવ- એમ કહો છો ? હે ગૌતમ ! જે પંચેન્દ્રિયતિપંચ યોનિક કે મનુષ્ય દેવોમાં ઉત્પન્ન થવાને ભવ્યયોગ્ય છે, તે માટે તે “ભવ્યદ્રવ્યદેવ” કહેવાય છે. હે ભગવન્! એ પ્રમાણે, શા હેતુથી નરદેવ” “નરદેવ’-એમ કહો છો? હે ગૌતમ ! જે આ રાજાઓ ચાર દિશાના અન્તના સ્વામી ચક્રવર્તીઓ છે, જેને સમસ્ત રત્નોમાં પ્રધાન ચક્રરત્ન ઉત્પન્ન થયું છે એવા, નવા વિધિના સ્વામિઓ, સમૃદ્ધ ભંડારવાળા, એઓનો માર્ગ બત્રીસહજારરાજાઓ વડે અનુસરાયછે એવા, મહાસાગરરુપ ઉત્તમ મેખલાપર્યન્ત પૃથ્વીના પતિ અને મનુષ્યના ઈન્દ્ર છે માટે હે ભગવન્! શા હેતુથી “ધર્મદિવ’ ધર્મદિવ એમ કહો છો ? હે ગૌતમ ! જે આ અનગાર ભગવંતો, ઈસમિતિવાળા યાવ-ગુપ્ત બ્રહ્મચારી છે, માટે હે ભગવનું. એમ શા હેતુથી “દેવાધિદેવ’ કહેવાય છે? હે ગૌતમ ! જે આ અરિહંત-ભગવંતો ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા યાવદુસર્વદર્શી છે, તે હેતુથી હે ભગવન્શા હેતુથી ભાવદેવ' કહેવાય છે? હે ગૌતમ! જે આ ભવનપતિઓ, વાનયંતરો, જ્યોતિષ્કો અને વૈમાનિક દેવો દેવગતિ સંબન્ધી નામ અને ગોત્ર કર્મોને વેદ છે, તે માટે ભાવદેવ' કહેવાય છે.
પિપપહે ભગવન્! ભવ્યદ્રવ્યદેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય? શું નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય, તિર્યચોથી આવીને ઉત્પન્ન થાય, મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય, કે દેવોથી આવીને ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! ચારેથી આવીને ઉત્પન્ન થાય.અહીં વ્યુત્કાન્તિ પદમાં કહ્યા પ્રમાણે ભેદનવિશેષતા કહેવી, યાવતુ અનુત્તરૌપપાતિક સુધી કહેવું, પરંન્ત વિશેષ એ છે કે, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાજીવો, અકર્મભૂમિના જીવો, અંતરદ્વીપ નાજીવો અને સવર્થસિદ્ધ વર્જીને યાવદ્અપરાજિત દેવોથી ઉત્પન્ન થાય છે. પણ સવર્થ સિદ્ધના દેવો ઉત્પન્ન થતા નથી. હે ભગવન્! નરદેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેઓ નૈરયિકો અને દેવોથી આવીને ઉત્પન્ન થાય છે, પણ તિર્યંચ અને મનુષ્યોથી આવીને ઉત્પન્ન થતા નથી. જો તેઓ નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભાના નૈરયિકોથી આવીને કે વાવ- અધઃ સમય પૃથ્વીના નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! તેઓ રત્નપ્રભાના નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય, પણ શર્કરાખભાથી યાવતુ-અધઃસપ્તમપૃથ્વીના નૈરયિકોથી આવીને ઉત્પન્ન ન થાય. જો તેઓ દેવોથી આવી ઉત્પન્ન થાય તો શું ભવનવાસી દેવોથી આવી ઉત્પન્ન થાય કે વાનયંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! તે ચારેથી આવી ઉતપન થાય.એ પ્રમાણે સર્વ દેવો સંબધે વ્યુત્ક્રાંતિ પદમાં કહેલી વિશેષતાપૂર્વક યાવતુ સવર્થ સિદ્ધ સુધી ઉપપાત કહેવો. હે ભગવન! ધર્મદિવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? એ પ્રમાણે વધુ વ્યુત્ક્રાંતિ પદમાં કહેલાં ભેદ-વિશેષવડે યાવતુ-સવર્થસિદ્ધ સુધી સર્વ થકી ઉપપાદ કહેવો, પરન્તુ વિશેષ એ છે કે તમપ્રભા અને અધઃસપ્તમપૃથ્વીથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org