________________
૨૯૨
ભગવઈ - ૧૨/૦/૬૫૪૯
પછી તે ધન મેળવવા માટે સોળવ૨સ પરદેશ ગયો, અને તે ધનને મેળવી, કાર્ય સમાપ્ત કરી વિઘ્નરહિતપણે પાછો પોતાને ઘેર તુરત આવ્યો, સ્નાન કરી, બલિકર્મ-પૂજા કરી, કૌતુક અને મંગલરુપ પ્રાયશ્ચિત કરી તથા સર્વાલંકારથી વિભૂષિત થઈ મનોજ્ઞ, અને સ્થાલીમાં પાક કરવા વડે શુદ્ધ તથા અઢાર પ્રકારના વ્યંજન-શાકાદિથી યુક્ત ભોજન કર્યા બાદ મહાબલ ઉદ્દેશકમાં વાસગૃહનું વર્ણન કર્યું છે તેવા પ્રકારના-શયનોપચાર યુક્ત વાસગૃહમાં યાવત્-તેવા પ્રકારની ઉત્તમ શૃંગારના ગૃહરુપ સુંદર વેષવાળી, યાવત્-કલિત-કલાયુક્ત, અનુરક્ત, અત્યન્ત રાગયુક્ત, અને મનને અનુકૂલ એવી સ્ત્રી સાથે ઈષ્ટ શબ્દ, સ્પર્શ યાવત્-પાંચ પ્રકારના મનુષ્ય સંબંધી કામભોગોને ભોગવતો વિહરે છે. હવે તે પુરુષ વેદોપશમનના સમયે કેવા પ્રકારના સુખને ભોગવે ? હે આયુમન્ શ્રમણ ! તે પુરુષ ઉદાર સુખને અનુભવે હે ગૌતમ ! તે પુરુષના કામભોગો કરતાં વાનપ્યંતર દેવોના કામભોગોથી અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવોને અનન્તગુણ વિશિષ્ટતર હોયછે, અસુકુમારદેવોના કામભોગો કરતાં અનંતગુણ વિશિષ્ટ કામ ભોગો જ્યોતિષ્ક દેવરુપ ગ્રહગણ, નક્ષત્ર અને તારાઓને હોય છે. જ્યોતિષિક દેવરુપ ગ્રહગણ, નક્ષત્ર અને તારાઓના કામભોગો કરતાં અનંતગુળ વિશિષ્ટતર કામભોગો ચન્દ્ર તથા સૂર્યને હોય છે. ‘હે ભગવન્ ! તે એમજ છે, હે ભગવન્ ! તે એમજ છે’ એમ કહી ભગવત્ ગૌતમ યાવવિહરે છે.
(શતકઃ ૧૨-ઉદ્દેસાઃ ૬ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ) ઉદ્દેશકઃ ૭
[૫૫]તે કાલે-તે સમયે યાવદ્-(ભગવાન્ ગૌતમ) આ પ્રમાણે બોલ્યા કે-હે ભગવન્ ! લોક કેટલો મોટો કહ્યો છે ? હે ગૌતમ ! લોક અત્યન્ત મોટો કહ્યો છે; તે પૂર્વ દિશાએ અસંખ્ય કોટાકોટી યોજન છે, એ પ્રમાણે દક્ષિણ દિશાએ પશ્ચિમ દિશાએ અને ઉત્તર દિશાએ ઉર્ધ્વ ઉપર અને નીચે પણ અસંખ્ય કોટાકોટિ યોજન આયામ-લંબાઈ અને વિખુંભ-વિસ્તારથી છે. હે ભગવન્ ! આ એવડા લોકમાં એવો કોઈ પરમાણુ પુદ્ગલના જેટલો પણ પ્રદેશ છે કે, જયાં આ જીવ ઉત્પન્ન થયો ન હોય, અને મરણ પામ્યો પણ ન હોય ? હે ગૌતમ ! એ અર્થ યથાર્થ નથી. હે ભગવન્!એ પ્રમાણે શા હેતુથી કહો છો ? હે ગૌતમ ! જેમ કોઈ એક હજા૨ બકરીઓ નાંખે, અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી રહે, તો હે ગૌતમ ! ચરવાનું સ્થળ-હોવાથી તે બકરીઓ જધન્યથી એક દિવસ, બે દિવસ કે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટથી છ માસ સુધી રહે, તો હે ગૌતમ ! તે વાડાનો એવો કોઈ પરમાણુ પુદ્ગલ માત્ર પ્રદેશ હોય કે જે તે બકરીઓની લિંડિઓથી, મૂત્રથી, શ્લેષ્મથી, નાકનાં મળથી, વમનથી, પિત્તથી, શુક્રથી લોહિથી, ચામડાથી, રોમથી, શિંગડાથી, ખરીથી અને નખથી પૂર્વ સ્પર્શ ન કરાયેલો હોય ?(હે ભગવાન્ !) એ અર્થ યથાર્થ નથી. હે ગૌતમ ! કદાચ કોઈ એક પરમાણુપુદ્ગલ માત્ર પ્રદેશ હોય કે જે તે બકરીઓની લીંડીઓથી, યાવત્ નખોથી પૂર્વ સ્પર્શ ન કરાયેલો હોય. તો પણ આ એવડા મોટા લોકમાં શાશ્વત અપેક્ષી એવો કોઈ પરમાણુપુદ્ગલ માત્ર પ્રદેશ નથી કે જ્યાં આ જીવ ન જન્મ્યો હોય કે ન મર્યો હોય. હે ગૌતમ ! તે હેતુથી એમ કહ્યું.
[૫૫૧]હે ભગવન ! પૃથિવીઓ કેટલી કહી છે ? હે ગૌતમ ! સાત .અહીં પ્રથમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org