________________
શતક-૧૨, ઉદેસી-૧
૨૭૯ રીએ. ત્યાર બાદ તે શંખે તે પુષ્કલિશ્રમણોપાસકને કહ્યું- હે દેવાનુપ્રિયો ! પુષ્કળ અશ નાદિ, આહારનો આસ્વાદ લેતા યાવતુ પોષધનું પાલન કરી વિહરવું મને યોગ્ય નથી. મને તો પોષધશાલામાં પોષધયુક્ત થઈને યાવત્ વિહરવું યોગ્ય છે. માટે હે દેવાનુપ્રિય ! તમે ઇચ્છા પ્રમાણે યાવવિહરો.'
ત્યારબાદ તે પુષ્કલિ શ્રમણોપાસક શંખ શ્રમણોપાસકની પાસેથી પોષધશાલામાંથી બહાર નીકળી શ્રાવતી નગરીના મધ્યભાગમાં જ્યાં તે શ્રમણોપાસકો છે ત્યાં આવ્યો, અને ત્યાં આવી તે શ્રમણોપાસકોને આ પ્રમાણે- હે દેવાનુપ્રિયો ! એ પ્રમાણે ખરેખર શંખ શ્રમણોપાસક પોષધશાલામાં પોષધ ગ્રહણ કરીને વાવ વિહરે છે. શંખ શ્રમણોપાસક તો શીધ્ર નહિ આવે.” ત્યારબાદ બાદ તે શ્રમણોપાસકો તે વિપુલ અશન, આદિઆહારને આસ્વાદતા યાવદૂ-વિહરે છે. ત્યારબાદ મધ્ય રાત્રિના સમયે ધર્મ જાગ રણ કરતા તે શંખ શ્રમણોપાસકને આવા પ્રકારનો આ વિચાર યાવતું ઉત્પન્ન થયો
આવતી કાલે યાવતુ સૂર્ય ઉગવાના સમયે શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી યાવતુ પર્યાપાસના કરી ત્યાંથી પાછા આવીને પાક્ષિક પોષધ પારવો શ્રેયસ્કર છે, યાવતુ સૂર્યો દય સમયે પૌષધશાલાથી બહાર નીકળી શુદ્ધ, બહાર જવા યોગ્ય તથા મંગલરૂપ વસ્ત્રો ઉત્તમ રીતે પહેરી પોતાના ઘરથી બહાર નીકળી પગે ચાલી શ્રાવસ્તી નગરીના મધ્ય ભાગમાં થઈને જાય છે, યાવતુ પપાસના કરે છે.
ત્યાર બાદ [પૂર્વે કહેલા તે શ્રમણોપાસકો આવતી કાલે યાવતુ સૂર્યોદય સમયે સ્નાન કરી, બલિકમ કરી પાવત શરીરને અલંકત કરી પોતપોતાના ઘરથી નીકળી એક સ્થળે ભેગા થાય છે. એક સ્થળે ભેગા થઈને-ઇત્યાદિ બધું પ્રથમ નિગમવત્ જાણવું યાવત્ (ભગવંત મહાવીરની પાસે જઈ) તેમની પર્યાપાસના કરે છે. ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને તથા તે સભાને ધર્મકથા કહી. યાવત્ “તે આજ્ઞાના આરા ધક થાય છે ત્યાં સુધી જાણવું ત્યાર બાદ તે શ્રમણોપાસકો શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી ધર્મને સાંભળી, અવધારી, હષ્ટ અને તુષ્ટ થયા, અને ઉભા થઈ શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી, જ્યાં શંખ શ્રમણોપાસક છે ત્યાં આવ્યા; આવીને શંખ શ્રમણો પાસકને તેઓ એમ કહ્યું કે-દેવાનુપ્રિય ! તમે ગઈ કાલે અમને એમ કહ્યું હતું કે, હે દેવાનુપ્રિયો ! તમે પુષ્કળ અશનાદિ આહારને તૈયાર કરાવો, વાવઆપણે વિહરીશું,
ત્યાર બાદ તમે પોષધશાલામાં યાવત્ વિહર્યા, તો હે દેવાનુપ્રિય ! તમે અમારી ઠીક હિલના કરી.” પછી હે આય!' એમ કહી શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને આ પ્રમાએ કહ્યું- હે આ !' તમે શંખ શ્રમણોપાસકની હીલના, નિંદા, ખ્રિસના, ગહ અને અપમાનના ન કરો, કારણ કે તે શંખ શ્રમણોપાસક ધર્મને વિષે પ્રીતિવાળો અને દ્રઢતાવાળો છે, તથા તેણે સુદ્રષ્ટિ-જ્ઞાનીનું જાગરણ કરેલ છે.
' [૩૨] “ભગવન્! એ પ્રમાણે કહી ભગવાન ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, નમે છે, વાંદી અને નમી તેણે આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! જાગરિકા કેટલા પ્રકારની કહી છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારની. બુદ્ધજાગરિકા, અબુદ્ધજાગરિકા અને સુદ ર્શનજાગરિકા. હે ભગવન્! તમે એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જે ઉત્પન્ન થયેલા જ્ઞાન અને દર્શનના ધારણ કરનારા આ અરિહંત ભગવંતો છે-ઇત્યાદિ સ્કંદકના અધિકારમાં કહ્યા પ્રમાણે સર્વજ્ઞ અને સર્વદર્શી છે-એ બુદ્ધો બુદ્ધજાગરિકા જાગે છે. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org