________________
શતક-૧૧, ઉદેસો-૧૧ શપ્યા છે ત્યાં આવી શય્યા ઉપર બેસે છે, બેસી ને તેણે આ પ્રમાણે કહ્યું- આ મારું ઉત્તમ, પ્રધાન અને મંગલરૂપ સ્વપ્ન બીજા પાપસ્વપ્નોથી ન હણાઓ' એમ કહીને તે પ્રભાવતી દેવી દેવ અને ગુરુસંબન્ધી, પ્રશસ્ત મંગલરૂપ અને ધાર્મિક કથાઓવડે સ્વપ્ન જાગરણ કરતી કરૌં વિહરે છે.
ત્યાર બાદ તે બલરાજાએ કૌટુંબિકપુરુષોને બોલાવી કહ્યું-હે દેવાનુપ્રિયો ! આજે તમે જલ્દી બહારની ઉપસ્થાનશાળાને સવિશેષપણે ગંધોદકવડે છાંટી, વાળી અને છાણથી લીંપીને સાફ કરો. તથા સુગંધી યાવદ્ ગંધવર્તિભૂત-સુગંધી ગુટિકા સમાન કરો, કરાવો, અને ત્યારપછી ત્યાં સિંહાસન મૂકાવો, સિંહાસન મૂકાવીને આ મારી આજ્ઞા યાવતુ પાછી આપો.” ત્યાર બાદ તે કૌટુંબિક પુરુષો વાવતુ આજ્ઞા પાછી આપે છે. ત્યાર બાદ તે બલરાજા પ્રાતઃકાલ સમયે પોતાની શય્યાથી ઉઠીને પાદપીઠથી ઉતરી જ્યાં વ્યાયામશાળા છે ત્યાં આવે છે. વ્યાયામશાળામાં પ્રવેશ કરે છે, ત્યાર પછી તે સ્નાનગૃહ માં જાય છે. વ્યાયામશાળા અને સ્નાનગૃહનું વર્ણન ઔપપાતિક સૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું, યાવતુ ચંદ્રની પેઠે જેનું દર્શન પ્રિય છે એવો તે બલ નરપતિ સ્નાનગૃહથી બહાર નીકળે છે, જ્યાં બહારની ઉપસ્થાનશાલા છે ત્યાં આવે છે, પૂર્વદિશા સન્મુખ ઉત્તમ સિંહાસનમાં બેસે છે. ત્યારબાદ પોતાનાથી ઉત્તરપૂર્વદિશામાં ધોળા વસ્ત્રથી આચ્છા દિત અને સરસવ વડે જેનો મંગલોપચાર કરેલો છે એવા આઠ ભદ્રાસનો મૂકાવે છે. પોતાનાથી થોડે દૂર અનેક પ્રકારના મણિ અને રત્નથી સુશોભિત, અધિક દર્શનીય, કીંમતી, સૂક્ષ્મ સૂતરના સેંકડો કારીગરીવાળા વિચિત્રતાવાળી, તથા ઈહામૃગ અને બળદ વગેરેની કારીગરીથી વિચિત્ર એવી અંદરની જવનિકાને ખસેડે છે,અનેક પ્રકારના મણિ. રત્નોની રચનાવડે વિચિત્ર, ગાદી અને કોમળ, ગાલમસૂરીયાથી ઢંકાયેલું, શ્વેત વસ્ત્રવડે આચ્છાદિત, શરીરને સુખકર સ્પર્શવાળું તથા સુકોમળ એવું એક ભદ્રાસન પ્રભાવતી દેવી માટે મૂકાવે છે. પછી તે બલ રાજાએ કટુબિક પુરુષોને બોલાવી આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે શીઘ જાઓ, અને અષ્ટાંગ મહાનિમિત્તના સૂત્ર અને અર્થને ધારણ કરનારા, અને વિવિધ શાસ્ત્રમાં કુશલ એવા સ્વપ્નના લક્ષણ પાઠકોને બોલાવો.” ત્યાર બાદ તે કૌટુંબિક પુરુષો યાવતુ આજ્ઞાનો સ્વીકાર કરીને બલ રાજાની પાસેથી નીકળે છે, સત્વર, ચપલપણું, ઝપાટાબંધ અને વેગસહિત હસ્તિનાપુર નગરની વચોવચ જ્યાં સ્વપ્નલક્ષણપાઠકોના ઘરો છે, ત્યાં જઈને સ્વપ્નલક્ષણપાઠકોને બોલાવે છે.
જ્યારે તે બલ રાજાના કૌટુંબિક પુરુષોએ તે સ્વપ્નલક્ષણપાઠકોને બોલાવ્યા ત્યારે તેઓ પ્રસન્ન થયા, તુષ્ટ થયા અને સ્નાન કરી બલિકમ કરી યાવત્ શરીરને અલંકૃત કરી, મસ્તકે સર્ષપ અને લીલી ધરોનું મંગલ કરી પોત પોતાના ઘેરથી નીકળે છે, હસ્તિનાગપુર નગરની વચ્ચે થઈ જ્યાં બલ રાજાનું ઉત્તમ મહાલય છે, ત્યાં આવે છે, શ્રેષ્ઠ મહાલયના દ્વાર પાસે તે સ્વપ્નપાઠકો એકઠા થાય છે, જ્યાં બહારની ઉપસ્થાન શાલા છે ત્યાં આવે છે, હાથ જોડી બલ રાજાને જય અને વિજયથી વધાવે છે. ત્યારબાદ તે બલરાજાએ વાંદેલા, પૂજેલા, સત્કારેલા અને સમ્માનિત કરેલા તે સ્વપ્નલક્ષણપાઠકો પૂર્વે ગોઠવેલા ભદ્રાસનો ઉપર બેસે છે. ત્યાર પછી તે બલરાજ પ્રભાવતી દેવીને જવનિકાની અંદર બેસાડે છે. પુષ્પ અને ફલથી પરિપૂર્ણ હસ્તવાળા તે બલરાજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org