________________
૨૨
ભગવઇ - ૧૧/-૨૯/૫૦૮
મહાવીરની પાસે જાઉં, વાંદુ અને નમું, યાવત્ તેઓની પર્યાપાસના કરું, એ મને આ ભવમાં અને પરભવમાં યાવત્ શ્રેયને માટે થશે” એમ વિચારે છે.
એ પ્રમાણે વિચાર કરી જ્યાં તાપસોનો મઠ છે ત્યાં આવે છે. મઠમાં પ્રવેશ કરી ઘણીલોઢી, લોઢાનાકડાયા યાવત્ કાવડ વગેરે ઉપકરણોને લઇ તાપસોના આશ્રમથી નીકળેછે. વિભંગજ્ઞાનરહિત તે શિવરાજર્ષિ હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચ થઈને જ્યાં સહસ્રમ્રવન નામે ઉઘાન છે, જ્યાં શ્રમણ ભગવાન્ મહાવીર છે ત્યાં આવે છે. શ્રમણ ભગવાન્ મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને વાંધે છે અને નમે છે. તેઓથી બહુ નજીક નહીં અને બહુદૂર નહીં તેમ ઉભા રહી યાવત્ હાથ જોડી ઉપાસના કરે છે. ત્યાર બાદ તે શિવરાજર્ષિને અને મોટામાં મોટી પર્ષદને શ્રમણ ભગવંત મહાવીર ધર્મકથા કહે છે. અને યાવત્ તે શિવરાજર્ષિ આજ્ઞાના આરાધક થાય છે. પછી તે શિવરાજર્ષિ યાવત્ સ્કંદકના પ્રકરણમાં કહ્યા પ્રમાણે યાવત્ ઈશાન કોણ તરફ જઇ તાપસોચિત ઉપકરણોને એકાંત જગ્યાએ મૂકે છે. પોતાની મેળે પંચમુષ્ટિ લોચ કરી, શ્રમણ ભગવંત મહાવીર પાસે ૠષભદત્તની પેઠે પ્રવ્રજ્યાનો સ્વીકાર કરે છે, અને તે પ્રમાણે અગ્યાર અંગોનું અધ્યયન કરે છે, તથા એજ પ્રમાણે યાવત્ તે શિવરાજર્ષિ સર્વ દુઃખથી મુક્ત થાય છે.
[૫૯] ‘હે ભગવન્’ ! એમ કહી ભગવાન્ ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે અને નમે છે, વાંદી અને નમીને ભગવંત ગૌતમે આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્ ! સિદ્ધ થતા જીવો કયા સંઘયણમાં સિદ્ધ થાય ? હે ગૌતમ ! જીવો વજ્રૠષભનારાચ સંઘયણમાં સિદ્ધ થાય”-ઇત્યાદિ ઔપપાતિકસૂત્રમાં કહ્યા પ્રમાણે “સંઘયણ, સંસ્થાન, ઉંચાઇ, આયુષ, પિરવસના' - અને એ પ્રમાણે આખી સિદ્ધિગંડિકા કહેવી; યાવત્ અવ્યાબાધ શાશ્વત સુખને સિદ્ધો અનુભવે છે. ‘હે ભગવન્ ! તે એમજ છે.
શતકઃ ૧૧ -ઉદ્દેસાઃ૯ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ :ઉદ્દેશક૧૦ઃ
[૫૧૦] રાજગૃહ નગરમાં (ગૌતમ) યાવદ્ આ પ્રમાણે બોલ્યા-હે ભગવન્ ! લોક કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ !ચાર પ્રકારનો. દ્રવ્યલોક, ક્ષેત્રલોક, કાલલોક અને ભાવલોક. હે ભગવન્ ! ક્ષેત્રલોક કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો. અધોલોકક્ષેત્રલોક, તિર્યંગ્લોકક્ષેત્રલોક અને ઊર્ધ્વલોકક્ષેત્રલોક. હે ભગવન્ ! અધો લોકક્ષેત્રલોક કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! સાત પ્રકારનો. રત્નપ્રભા- પૃથિવી અધોલોકક્ષેત્રલોક, યાવત્ અધઃસપ્તમપૃથિવીઅધોલોકક્ષેત્રલોક. હે ભગવન્ ! તિર્ય ગ્લોક ક્ષેત્રલોક કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! અસંખ્ય પ્રકારનો કહ્યો છે, જંબૂદી પતિર્યંગ્લોકક્ષેત્રલોક, યાવત્ સ્વંયભૂરમણસમુદ્રતિયંગ્લોક- ક્ષેત્રલોક. હે ભગવન્ ! ઊર્ધ્વલોકક્ષેત્રલોક કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! પંદર પ્રકારનો. સૌધર્મકલ્પ ઊર્ધ્વલોકક્ષેત્રલોક, યાવદ્ અને ઈષત્પ્રાક્ભારપૃથિવઊર્ધ્વલોકક્ષેત્રલોક. હે ભગવન્ ! અધોલોક- ક્ષેત્રલોક કેવા સંસ્થાને છે ? હે ગૌતમ ! અધોલોક ત્રાપાને આકારે છે. હે ભગવન્ ! તિર્થગ્લોકક્ષેત્રલોક કેવા સંસ્થાને છે ? હે ગૌતમ ! તે ઝાલરને આકારે છે. હે ભગવન્ ! ઊર્ધ્વલોકક્ષેત્રલોક કેવા આકારે છે ? હે ગૌતમ ! ઉભા મૃદંગને આકારે છે. હે ભગવન્ ! લોક કેવા આકારે સંસ્થિત છે ? હે ગૌતમ ! લોક સુપ્રતિષ્ઠકને આકારે સંસ્થિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org