________________
શતક-૧૧, ઉદ્દેસો-૯
૨૫૯
ગોશીર્ષચંદન વડે લેપ કરી યાવત્ જેમ જમાલિનું વર્ણન કર્યું છે તેમ કલ્પવૃક્ષની પેઠે તેને અલંકૃત-વિભૂષિત કરે છે. ત્યારપછી હાથ જોડી શિવભદ્રકુમારને જય અને વિજયથી વધાવે છે; વધાવીને ઇષ્ટ, કાન્ત, પ્રિય વાણીવડે આશીર્વાદ આપતા ઔપપાતિક સૂત્રમાં કોણિક રાજા સંબન્ધે કહ્યા પ્રમાણે તેઓએ કહ્યું-યાવત્ તું દીર્ઘાયુષી થા, અને ઇષ્ટ જનના પરિવારયુક્ત હસ્તિનાપુરનગર અને બીજા અનેક ગ્રામ, આકર તથા નગરોનું સ્વામિપણું ભોગવ-ઇત્યાદિ કહીને તેઓ જય ય શબ્દ બોલે છે. ત્યારબાદ તે શિવભદ્ર કુમાર રાજા થયો, તે મોટા હિમાચલની પેઠે સર્વરાજાઓમાં મુખ્ય થઇને યાવત્ વિહરે છે, અહીં શિવભદ્રરાજાનું વર્ણન કરવું.
ત્યારપછી તે શિવરાજા અન્ય કોઇ દિવસે પ્રશસ્ત તિથિ, કરણ, દિવસ અને નક્ષત્રના યોગમાં વિપુલ અશન, પાન ખાદિમ અને સ્વાદિમ વસ્તુઓને તૈયાર કરાવે છે. મિત્ર, જ્ઞાતિ, યાવત્ પોતાના પિરજનને, રાજાઓનેઅને ક્ષત્રિયોને આમન્ત્રણ કરે છે, ત્યાર બાદ સ્નાન કરી યાવત્ શરીરને અલંકૃત કરી ભોજનવેલાએ ભોજનમંડપમાં ઉત્તમ સુખાસન ઉપર બેસી મિત્ર, જ્ઞાતિ અને પોતાના સ્વજન યાવત્ પરિજન સાથે તથા રાજા અને ક્ષત્રિયો સાથે વિપુલ અશન, પાન, સ્વાદિમ અને ખાદિમ ભોજન કરી તામ લિતાપસની પેઠે યાવત્ તે શિવરાજા બધાઓનો સત્કાર કરે છે, સન્માન કરે છે. મિત્ર, જ્ઞાતિ, પોતાના સ્વજન, યાવત્ પરિજનની તથા રાજાઓ, ક્ષત્રિયો અને શિવભદ્ર રાજાની રજા માગે છે. અનેક પ્રકારના લોઢી, લોઢાના કડાયાં, કડછા યાવત્ તાપસના ઉચિત ઉપકરણો લઇને ગંગાને કાંઠે જે આ વાનપ્રસ્થ તાપસો રહે છે-ઇત્યાદિ સર્વ પૂર્વવત્ યાવત્ તે દિશાપ્રોક્ષક તાપસોની પાસે દિક્ષિત થઇ દિશાપ્રોક્ષકતાપસરૂપે જ્યા ગ્રહણ કરી આ પ્રકારનો અભિગ્રહ ધારણ કરે છે- મારે યાવજ્જીવ નિરંતર છઠ્ઠ છઠ્ઠનો તપ કરવો કલ્પે’-ઇત્યાદિ પૂર્વવત્ યાવત્ વિહરે છે. ત્યારબાદ પ્રથમ છઠ્ઠ તપના પાર ણાના દિવસે તે શિવરાજર્ષિ આતાપના ભૂમિથી નીચે આવે છે, વાલ્કલના વસ્ત્ર પહેરી જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવે છે, ત્યાં આવી કિઢિન (વાંસનું પાત્ર) અને કાવડને ગ્રહણ કરે છે, ગ્રહણ કરી પૂર્વ દિશાને પ્રોક્ષિતકી પૂર્વ દિશાના સોમ મહારાજા ધર્મસાધનમાં પ્રવૃત્ત થએલા શિવ રાજર્ષિનું રક્ષણ કરો, અને પૂર્વ દિશામાં રહેલા કંદ, મૂલ, છાલ, પાંદડા, પુષ્પ, ફળ, બીજ અને હરિતને ગ્રહણ કરીને પોતાની કાવડ ભરે છે. ત્યાર પછી. દર્ભ, કુશ, સમિધ અને ઝાડની શાખાને મરડી પાંદડાઓને લે છે; લઈને જ્યાં પોતાની ઝુંપડી છે ત્યાં આવે છે, કાવડને નીચે મૂકે છે, વેદિકાને પ્રમાર્જિત કરે છે; લીંપી. શુદ્ધ કરે છે. ત્યા૨બાદ ડાભ અને કલશને હાથમાં લઇને ગંગા મહાનદીમાં પ્રવેશ કરે છે, ડુબકી મારે છે,. જલક્રીડા કરે છે, અને સ્નાન કરે છે, પછી આચમન કરી ચોખ્ખા થઇપરમ પવિત્ર થઇ દેવતા અને પિતૃ કાર્ય કરી ડાભ અને પાણીનો કલશ હાથમાં લઇ ગંગા મહાનદીથી બહાર નીકળીને જ્યાં પોતાની ઝુંપડી છે, ત્યાં આવે છે ડાભ, કુશ અને વાલુકા વડે વેદિને બનાવે છે, મથનકાષ્ઠવડે અરણિને ઘસે છે, અગ્નિ પાડે છે, અગ્નિને સળગાવે છે, પછી તેમાં સમિધના કાષ્ઠોને નાંખી તે અગ્નિને પ્રજ્વલિત કરે છે, અને અગ્નિની દક્ષિણ બાજુએ આ સાત વસ્તુઓ મુકે છે .
[૫૦૭] “સકંથા (ઉપકરણવિશેષ), વલ્કલ, દીપ, શય્યાના ઉપકરણ, કમંડલ, દંડ અને આત્માએ સર્વને એકઠા કરે છે.” પછી મધ, ઘી અને ચોખા વડે અગ્નિમાં હોમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org