________________
૨૫૦
ભગવઈ - ૧૦/-૫૪૮૮ મંગલરૂપ દેવ ચૈત્યની પેઠે ઉપાસના કરવા યોગ્ય છે, માટે તે જિનના અસ્થિઓના પ્રણિધાનમાં તે અસુરેંદ્ર પોતાની રાજધાનીમાં યાવત્ સમર્થ નથી. તેથી હે આર્યો ! એમ કહેવાય છે કે ચમર અસુરેંદ્ર યાવત્ ચમરચંચા રાજધાનીમાં યાવત્ ભોગવવા સમર્થ નથી. પણ હે આર્યો ! તે અસુરેંદ્ર અસુરકુમારરાજાચમર ચમરચંચા નામે રાજધાનીમાં, સુધર્મા સભામાં, ચમરનામે સિંહાસનમાં બેસી ચોસઠહજાર સામાનિકદેવો, ત્રાયસ્ત્રિ શક દેવો, અને બીજા ઘણા અસુરકુમારદેવો તથા દેવીઓ સાથે પરિવૃત થઇ મોટા અને નિરન્તર થતા નાટ્ય, ગીત, અને વાજિંત્રોના શબ્દો વડે કેવલ પરિવારની ઋદ્ધિથી ભોગો ભોગવવા સમર્થ છે, પરન્તુ મૈથુનનિમિત્તક ભોગો ભોગવવા સમર્થ નથી. હે ભગવન્ ! અસુરકુમારના ઇંદ્ર અને અસુકુમારના રાજાચમરના (લોકપાલ) સોમ મહારાજાને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હે આર્યો ! તેને ચાર પટ્ટરાણીઓ કહી છે, કનકા, કનકલતા, ચિત્રગુપ્તા અને વસુંધરા. ત્યાં એક એક દેવીને એક એક હજાર દેવીનો પરિવાર છે. તેઓમાંની એક એક દેવી એક એક હજાર હજાર દેવીના પરિવારને વિકુર્તી શકે છે, એ પ્રમાણે પૂર્વાપર બધી મળીને ચાર હજાર દેવીઓ થાય છે. તે ત્રુટિક (દેવીઓનો વર્ગ) કહેવાય છે.
[૪૮૯] હે ભગવન્ ! અસુરકુમારના ઇંદ્ર અને અસુરકુમારના રાજા ચમરના (લોકપાલ) સોમમહારાજા પોતાની સોમારાજધાનીમાં સુધર્મસભામાં સોમસિંહાસ નમાં બેસી તે ત્રુટિક (દેવીઓના વર્ગ) સાથે ભોગવવા સમર્થ છે ? ચમરના સંબન્ધે કહ્યું છે તે સર્વ અહીં પણ જાણવું. પરન્તુ તેનો પરીવાર સૂભની પેઠે જાણવો. હે ભગવન્ ! તે ચમરના (લોકપાલ) યમમહારાજાને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હે આર્યો ! પૂર્વ પ્રમાણે જાણવું. વિશેષ એ છે કે યમારાજધાની છે. તથા એ પ્રમાણે વરુણના સંબન્ધે પણ જાણવું, પરન્તુ તેને વરુણા રાજધાની છે. તે પ્રમાણે વૈશ્રમણને પણ જાણવું. ૫૨ન્તુ તેને વૈશ્રમણા રાજધાની છે બાકી સર્વ પૂર્વ પ્રમાણે જાણવું, યાવત્ તેઓ મૈથુનનિમિત્તે ભોગ ભોગવવા સમર્થ નથી.’
હે ભગવન્ ! વૈરોચનેન્દ્ર બલિને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હે આર્ય ! પાંચ પટ્ટરાણીઓ કહી છે; શુભા, નિશુંભા, રંભા, નિરંભા અને મદના. તેમાંની એક એક દેવીને આઠ આઠ હજાર દેવીઓનો પરિવાર હોય છે-ઇત્યાદિ સર્વ ચમરેન્દ્રની પેઠે જણવું; પરન્તુ બલિ નામે ઇન્દ્રને બલિચંચારાજધાની છે. અને તેનો પરિવાર તૃતીય શતકના પ્રથમ દેશકમાં કહ્યા પ્રમાણે જાણવો, હે ભગવન્ ! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજા બલિના (લોકપાલ) સોમમહારાજાને કેટલી પટ્ટરાણીઓ કહી છે ? હે આર્ય ! ચાર પટ્ટરાણીઓ કહી છે, -મેનકા, સુભદ્રા, વિજયા અને અશની. તેમાં એક એક દેવીનો પરિવાર વગેરે બધું ચમરના સોમ નામે લોકપાલની પેઠે જાણવું. એ પ્રમાણે યાવત્ વૈશ્રમણ સુધી જાણવું. હે ભગવન્ ! નાગકુમારના ઇન્દ્ર અને નાગકુમારના રાજા ધરણને કેટલી પટ્ટા ણીઓ કહી છે ? હે આર્ય તેને છ પટ્ટરાણીઓ કહી છે, -ઇલા, શુક્રા, સતારા, સૌદામિની, ઇન્દારા અને ધનવિદ્યુત. તેમાં એક એક દેવીને છ છ હજાર દેવીઓનો પરિવાર કહ્યો છે. હે ભગવન્ ! તેમાંની એક એક દેવી અન્ય છ છ હજાર દેવીઓના પરિવારને વિકુર્તી શકે ? તેઓ પૂર્વે કહ્યા પ્રમાણે પૂર્વપર સર્વ મળીને છત્રીશ હજાર દેવીઓને વિકુર્વવા સમર્થ છે. એ પ્રમાણે તે ત્રુટિક (દૈવીઓનો સમૂહ) કહ્યો. હે ભગવન્ ! શું ધરેણેન્દ્ર પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org