________________
૨૦
ભગવઈ-નર/૩૦ અસંખ્ય ગુણ છે અને તે કરતાં તિર્યંચ- યોનિકસંસારસંસ્થાનકાળ અનંતગુણ છે.
| [૩૧] હે ભગવન્! જીવ અંતક્રિયા કરે અથતુ જીવ મોક્ષપ્રાપ્તિ કરે? હે ગૌતમ! કોઈ કરે છે અને કોઈ કરતા નથી. તે માટે પન્નવણા'નું અંતક્રિયા’ પદ જાણવું..
[૩૨] હે ભગવન્! સંયમરહિત અને દેવપણું પામવાને યોગ્ય એવા જીવો અખંડિત સંયમવાળા, ખંડિત સંયમવાળા, અખંડિત સંયમાસંમવાળ, ખંડિત સંયમાસંયમવાળા, અસંશિઓ, તાપસો, કાંદપિકો, ચરકપરિવ્રાજકો, કિલ્બિષિકો તિર્યંચયોનિકો, આજિવિકો, આભિયોનિકો, અને શ્રદ્ધા- ભ્રષ્ટવેષધારકો, એ બધા જો દેવલોકમાં ઉત્પન્ન થાય તો કોનો ક્યાં ઉત્પાદ- કહ્યો છે ? હે ગૌતમ! સંયમરહિત અને દેવપણું પામવાને યોગ્ય એવા જીવોનો જઘન્ય ભવનવાસિમાં અને ઉત્કૃષ્ટ ઉપરના રૈવેયકમાં ઉત્પાદ કહ્યો છે. અખંડિત સંયમવાળાઓનો જઘન્ય સૌધર્મકલ્પમાં અને ઉત્કૃષ્ટ સવથસિદ્ધ વિમાનમાં ઉત્પાદ કહ્યો છે. ખંડિત સંયમવાળાઓનો જઘન્ય ભવનવાસિમાં અને ઉત્કૃષ્ટ સૌધર્મકલ્પમાં, અખંડિત સંયમવાળાઓનો જઘન્ય સૌધર્મકલ્પમાં અને ઉત્કૃષ્ટ અશ્રુતકલ્પમાં, ખંડિત સંયમસંયમાવાળઓનો જઘન્ય ભવનવાસિમાં અને ઉત્કૃષ્ટ જ્યોતિષિકમાં, અસંયશિઓને જઘન્ય ભવનવાસિમાં અને ઉત્કૃષ્ટ વાનવ્યંતરમાં ઉત્પાદ થાય છે. અને બાકી બીજા બધાનો જઘન્ય ભવનવાસિમાં ઉત્પાદ થાય છે અને ઉત્કૃષ્ટ જ્યાં ઉત્પાદ થાય છે તેને હવે કહીશ :- તાપસોનો જ્યોતિષિકોમાં કાંદાપિકોનો સૌધર્મકલ્પમાં, પરિવ્રાજકોનો બ્રહ્મલોકમાં કિલ્બિષિકોનો લાંતકકલ્પમાં, તિર્યંચોનો સહસ્ત્રાર કલ્પમાં, આજિવિકોનો તથા આભિયોગિકોનો અશ્રુતકલ્પમાં અને દર્શનભ્રષ્ટ વેષધારકોનો ઉત્પાદ ઉપરના રૈવેયકમાં થાય છે.
[૩૩] હે ભગવનું? અસંજ્ઞિનું આયુષ્ય કેટલા પ્રકારનું છે? હે ગૌતમ! અસંજ્ઞિનું આયુષ્ય ચાર પ્રકારનું છે, નૈરયિકઅસંશિઆયુષ્ય, તિર્યચઅસંશિઆયુષ્ય, મનુષ્યઅસંજ્ઞિઆયુષ્ય અને દેવઅસંજ્ઞિઆયુષ્ય. હે ભગવનું? અસંજ્ઞી જીવ નૈરયિકનું તિર્યંચનું, મનુષ્યનું કે દેવનું આયુષ્ય કરે ? હે ગૌતમ ! હા, નૈરયિકોનું આયુષ્ય પણ કરે અને તિયનું, મનુષ્યનું કે દેવનું આયુષ્ય પણ કરે. નૈરયિકનું આયુષ્ય કરતો અસંજ્ઞી જીવ જઘન્ય દસહજાર વરસનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યયભાગ જેટલું આયુષ્ય કરે તિર્યંચયોનિકનું આયુષ્ય કરતો જઘન્ય અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્ય ભાગ જેટલું આયુષ્ય કરે, મનુષ્યનું આયુષ્ય કરતો પણ એજ પ્રમાણે કરે અને દેવનું આયુષ્ય નૈરયિકના આયુષ્યની પેઠે કરે. હે ભગવન્! એ નૈરયિક અસંશિઆયુષ્ય, તિર્યંચયોનિક અસંશિઆયુષ્ય, મનુષ્ય અસંશિઆયુષ્ય, અને દેવ અસંશિઆયુષ્ય એ બધામાં કર્યું કોનાથી અલ્પ, બહુ તુલ્ય અને વિશેષાધિક છે ? હે ગૌતમ ! દેવ અસંજ્ઞિઆયુષ્ય સૌથી થોડું છે, તે કરતાં મનુષ્ય અસંજ્ઞિઆયુષ્ય અસંખ્યયગુણ છે તે કરતાં તિર્યંચયોનિક અસંશિઆયુષ્ય અસંખ્યયગુણ છે અને તે કરતાં નૈરયિક અસંશિઆયુષ્ય અસંખ્યયગુણ છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, યાવત્ વિહરે છે. | શતક-ઉદેસો-૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(ઉદેસો ૩) [૩૪] હે ભગવન્! શું જીવો સંબંધિ કાંક્ષામોહનીય કર્મ કૃતક્રિયાનિષ્ણાઘ છે? હે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org