________________
૨૦૮
ભગવાઈ -૯-૧ થી ૩૦૪૪૪ ન્યૂન છે. તે દ્વીપ એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી ચારે બાજુ વિંટાએલ છે. એ બનેનું પ્રમાણ તથા વર્ણન જેમ જીવાભિગમસૂત્રમાં કહ્યું છે તેમ યાવત “શુદ્ધદત દ્વીપ છે, થાવત્ હે આયુષ્માનું શ્રમણ ! એ દ્વીપના મનુષ્યો મરીને દેવગતિમાં ઉપજે છે, ત્યાં સુધી જાણવું એ પ્રમાણે પોતે પોતાની લંબાઈ અને પહોળાઈથી ૨૮ અંતર્દીપો કહેવા; પરન્તુ એક એક દ્વીપે એક એક ઉદ્દેશક જાણવો. એ પ્રમાણે બધા મળીને ૨૮ ઉદ્દેશકો કહેવા. હે ભગવન્! તે એમજ છે. I [શતકઃ૯-ઉદ્સો-૧થી ૩૦નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂ] |
(ઉદેશક૩૧-) ૪િ૫] રાજગૃહ નગરમાં યાવતુ ભગવાનું ગૌતમે આ પ્રમાણે પૂછ્યું-હે ભગવન્! કેવલિ પાસેથી, કેવલિના શ્રાવક પાસેથી, કેવલિની શ્રાવિકા પાસેથી, કેવલિના ઉપાસક પાસેથી, કેવલિની ઉપાસિકા પાસેથી, કેવલિના પાક્ષિક પાસેથી, કેવલિના પાક્ષિક શ્રાવક પાસેથી, કેવલિના પાક્ષિકની શ્રાવિકા પાસેથી, કેવલિના પક્ષના ઉપાસક પાસેથી અને કેવલિના પાક્ષિકની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના જીવને કેવલજ્ઞાનીએ કહેલા ધર્મના શ્રવણનો-લાભ થાય? હે ગૌતમ ! કેવલિ પાસેથી યાવતું તેવા પાક્ષિકની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના પણ કોઈ જીવને કેવલિએ કહેલા ધર્મશ્રવણનો લાભ થાય અને કોઈ જીવને લાભ ન થાય. હે ભગવન! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જે જીવે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કરેલો છે તે જીવને કેવલિ પાસેથી યાવતુ તેના પાક્ષિકની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના પણ કેવલિએ કહેલા ધર્મશ્રવણનો લાભ થાય, અને જે જીવે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી જે
જીવને કેવલિ પાસેથી પાવતુ તેના પાક્ષિકની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કેવલિએ કહેલ ધર્મને સાંભળવાનો લાભ ન થાય.
હે ભગવનું ! કેવલી પાસેથી કે યાવત તેના પક્ષની ઉપાસિકા પાસેથી દૂધમી. સાંભળ્યાવિના કોઈ જીવ શુદ્ધ બોધિસમ્યગ્દર્શનને અનુભવે ? હે ગૌતમ ! તે રીતે કોઈ જીવ શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવે. અને કોઈ જીવ શુદ્ધ સમ્યગ્દર્શનને ન અનુભવે. હે ભગવન્! એ પ્રમાણે શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જે જીવે દર્શનાવરણીય કર્મનો. ક્ષયોપશમ કર્યો છે તે જીવ યાવતું સાંભળ્યા વિના શુદ્ધ સમ્યગ્દર્શનને અનુભવે; અને જે જીવ દર્શનાવરણીય કર્મનો ક્ષયોપશમ કર્યો નથી, તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના શુદ્ધ સમ્યગ્દર્શનને ન અનુભવે.
હે ભગવન્! કેવલી પાસેથી કે યાવતુ તેના પક્ષની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના પણ કોઇ જીવ મુંડ- થઈને ગૃહવાસ-ત્યાજી શુદ્ધ અનગારિક- પણાને-સ્વીકારે ? હે ગૌતમ! કેવલી પાસેથી યાવતુ તેના પક્ષની ઉપાસિકા પાસેથી સાંભળ્યા વિના કોઈ જીવ મુંડ થઈને ગૃહવાસ ત્યજી શુદ્ધ અનગારિકાપણાને સ્વીકારે, અને કોઈ જીવ ન સ્વીકારે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જે જીવે ધમતરાયિક-ચારિત્રાવરણીય કર્મોનો ક્ષયોપશમ કર્યો છે તે જીવ કેવલી પાસેથી લાવતું સાંભળ્યા વિના પણ મુંડ થઈને અગારવાસ ત્યજી શુદ્ધ અનગારિકપણાને સ્વીકારે, અને જે જીવે ધમતરાયિક કર્મોનો ક્ષયોપશમ કર્યો નથી તે જીવ કેવલી પાસેથી યાવતું સાંભળ્યા વિના યાવતું મુંડ થઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org