________________
૧૬૦
ભગવઈ - ૭ -૧૦૩૭૭ તેમ બહ પાસે નહિ એ પ્રમાણે ઉપાસના કરે છે.
તે કાલે, તે સમયે શ્રમણ ભગવાનું મહાવીર મહાકથા પ્રતિપન- હતા. કાલોદાયી તે સ્થળે શીધ્ર આવ્યો. હે કાલોદાયિ ! એ પ્રમાણે બોલાવીને શ્રમણ ભગવાનું મહાવીરે કાલોદાયીને કહ્યું- હે કાલોદાયિ ! અન્યદા કોઈ દિવસે એકત્ર એકઠા થયેલા, આવેલા,બેઠેલા એવાતમને પૂર્વ કહ્યા પ્રમાણે[પંચાસ્તિકાય સંબધે વિચાર થયો હતો ? યાવતુ એ વાત એ પ્રમાણે કેમ માની શકાય? હે કાલોદાયિ! ખરેખર આ વાત યથાર્થ છે. હા, યથાર્થ છે. હે કાલોદાયિ! એ વાત સત્ય છે. હું પાંચ અસ્તિકાયની પ્રરૂણા કરું છું, જેમકે, ધમસ્તિકાય, યાવતુ ૫ગલાસ્તિકાય. તેમાં ચાર અસ્તિકાય અજવાસ્તિકાયને અજીવરૂપે કહું છું. યાવતું એક પુદ્ગલાસ્તિકાયને રૂપિકાય જણાવું છું. ત્યારે તે કાલોદાયિક શ્રમણભગવાનુમહાવીરને કહ્યું- હે ભગવન્! એ અરૂપી અજીવ કાયા ધર્મતિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયામાં બેસવાને, સુવાને ઉભો રહેવાને, નીચે બેસવાને આળોટવાને કોઈપણ શક્તિમાન છે ? આ અર્થ યોગ્ય નથી. પરન્તુ છે કાલોદાયિ! એક રૂપી અજીવકાય પુદ્ગલાસ્તિકામાં બેસવાને, સુવાને, યાવતું કોઈપણ શક્તિમાન છે. '
હે ભગવન્! એ રૂપી અજીવકાય પુદ્ગલાસ્તિકાયને વિષે જીવોના પાપ-અશુભ ફલ-વિપાકસહિત પાપકર્મો લાગે ? હે કાલોદાયિ ! એ અર્થ યોગ્ય નથી. પરન્તુ એ અરૂપી જીવકાયને વિષે પાપ ફલવિપાકસહિત પાપકર્મો લાગે છે. અહીં કાલોયાદી. બોધ પામ્યો, તે શ્રમણ ભગવાન્ મહાવીરને વંદન કરે છે, નમસ્કાર કરે છે, વાંદીને, નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું તમારી પાસે ધર્મ સાંભળવા ઇચ્છે છું. એ પ્રમાણે સ્કન્દકની પેઠે તેણે પ્રવ્રજ્યા અંગીકાર કરી, અને તે પ્રમાણે અગીયાર અંગને ભણીને] યાવત્ વિચરે છે.
૩િ૭૮] ત્યારપછી અન્યદા કોઈદિવસે શ્રમણભગવાનુમહાવીર રાજગૃહનગરથી અને ગુણશિલત્યથી નીકળી બહાર દેશોમાં વિહાર કરે છે. તે કાળે તે સમયે રાજગૃહ નામના નગરમાં ગુણશિલ નામનું ચૈત્ય હતું. ત્યાં અન્યદા કોઈ દિવસ શ્રમણ ભગવાનું મહાવીર યાવતુ સમોસય. યાવતુ પરિષદ્ પાછી ગઈ. ત્યારપછી તે કાલોદાયી અનગાર અન્ય કોઇ દિવસે જ્યાં ભગવાનું મહાવીર છે ત્યાં આવે છે, શ્રમણ ભગવાનું મહાવીરને વંદન કરે છે-નમસ્કાર કરે છે. તેણે આ પ્રમાણે કહ્યું - હે ભગવનું ! જીવોને પાપકર્મો પાપ-અશુભ ફલવિપાક સહિત હોય ? હા હોય. હે ભગવનું ! પાપકર્મો પાપ-અશુભ ફલવિપાકસહિત કેમ હોય? હે કાલોદાયિ! જેમ કોઈ એક પુરુષ સુન્દર, સ્થાલીમાં રાંધવાવડે શુદ્ધ અઢાર પ્રકારના દાળ શાકાદિ વ્યંજનોથી યુક્ત, વિષમિશ્રિત ભોજન કરે, તે ભોજન શરુઆતમાં સારું લાગે, પણ ત્યારપછી તે પરિણામ પામતાં ખરાબ રૂપપણે, દુર્ગધપણે “મહાસવ ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે વારંવાર પરિણામ પામે છે. એ પ્રમાણે જીવોને પાપક અશુભફલવિપાક સયુંક્ત હોય છે.
હે ભગવન્! જીવોના કલ્યાણ (શુભ) કર્મો કલ્યાણફલવિપાક સંયુક્ત હોય ? હા, કાલોદાયિ ! હોય, હે ભગવન્! જીવોના કલ્યાણ કર્મો કલ્યાણફલવિપાકસિહત કેમ હોય? હે કાલોદાયિ ! જેમ કોઈ એક પુરુષ સુન્દર, સ્થાલીમાં રાંધવાવડે શુદ્ધ- અઢાર પ્રકારના વ્યંજનોથી યુક્ત ઔષધમિશ્રિત ભોજન કરે, તે ભોજન પ્રારંભમાં સારું ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org