________________
શતક-૭, ઉદેસો-૯
૧૫૭ છે, હે ભગવન્! એ પ્રમાણે કેમ હોય ? હે ગૌતમ ! તે બહુ મનુષ્યો પરસ્પર જે એ પ્રમાણે કહે છે કે-તેઓએ એ પ્રમાણે મિથ્યા કહ્યું છે. હે ગૌતમ ! હું તો આ પ્રમાણે કહું છું, યાવત્ પ્રરૂપણા કરું છું. હે ગૌતમ ! તે આ પ્રમાણે-તે કાળે અને તે સમયે વૈશાલી નામે નગરી હતી. તે વૈશાલી નગરીમાં વરુણનામે નાગનો પૌત્ર રહેતો હતો, તે ધનવાનું યાવતું જેનો પરાભવ ન થઈ શકે એવો હતો. તે શ્રમણોનો ઉપાસક, જીવાજીવ તત્ત્વને જાણનાર, થાવતું આહારદિવડે પ્રતિલાલતો સત્કાર કરતો-નિરન્તર છઠ્ઠ છઠ્ઠના તપ કરવાવડે આત્માને વાસિત કરતો વિચરે છે. ત્યારબાદ જ્યારે તે નાગના પૌત્ર વરુણને રાજાના અભિયોગથી ગણના બલના અભિયોગથી રથમુશલસંગ્રામમાં જવા માટે આજ્ઞા થઈ ત્યારે ષષ્ઠભક્ત કરનાર તે (વરુણ) અષ્ટમભક્તને વધારે છે, અને કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવીને તેણે એ પ્રમાણે કહ્યું કે હે દવાનુપ્રિયો ! ચારઘંટાવાળા અશ્વરથને સામગ્રીસહિત હાજર કરો; અને ઘોડા, હાથી, રથ અને પ્રવર- યાવતુ તૈયાર કરીને એ મારી આજ્ઞા પાછી આપો. ત્યારપછી તે કૌટુમ્બિક પુરુષો યાવતું તેનો સ્વીકાર કરીને છત્રસહિત, ધ્વજાસહિત [રથને શીધ્ર હાજર કરે છે; ઘોડા, હાથી, રથ- તૈયાર કરી જ્યાં નાગનો પૌત્ર વરુણ છે [ત્યાં આવી] આજ્ઞા પાછી આવે છે. ત્યારપછી તે નાગનો પૌત્ર વરણ જ્યાં સ્નાનગૃહ છે ત્યાં આવે છે, આવીને કણિકની પેઠે યાવતુ કૌતુક અને મંગલરૂપ પ્રાયશ્ચિત કરીને સવલિંકારથી વિભૂષિત થયેલો કવચને પહેરી બાંધી, કોરેટની માળાયુક્ત ધારણ કરતા છત્રવડે સહિત અનેક ગણનાયકો યાવતું દૂત અને સંધિપાલની સાથે પરિવરેલો સ્નાનગૃહથી બહાર નીકળે છે.જ્યાં બહારની ઉપસ્થાનશાળા છે, જ્યાં ચારઘંટાવાળો અશ્વરથ છે, ત્યાં આવીને ચારઘંટાવાળા અશ્વરથ ઉપર ચડે છે, ચડીને ઘોડા, હાથી, રથ- અને પ્રવર યોદ્ધાવાળી સેના સાથે મહાનું સુભટોના સમૂહવડે યાવત્ વિંટાયેલો જ્યાં રથમુસલ સંગ્રામ છે ત્યાં આવે છે, અને ત્યાં આવી તે રથમુસલ સંગ્રામમાં ઉતર્યો. જ્યારે નાગનો પૌત્ર વરુણ રથમુસલ સંગ્રામમાં ઉતયો ત્યારે તે આવા પ્રકારના આ આભિગ્રહને ગ્રહણ કરે છે- “રથમુશલ સંગ્રામમાં યુદ્ધ કરતા મને જે પહેલા મારે તેને મારવો કહ્યું, બીજાને મારવા કહ્યું નહિં.” આવા પ્રકારના આ અભિગ્રહને ધારણ કરી તે રથમુશલ સંગ્રામ કરે છે. ત્યારબાદ રથમુસલ સંગ્રામ કરતા નાગના પૌત્ર વરુણના રથની સામે તેના જેવો સમાનવયવળો, સમાનત્વચાવાળો અને સમાન અસ્ત્રશસ્ત્રાદિઉપકરણવાળો એક પુરુષ રથમાં બેસીને શીઘ આવ્યો. ત્યારબાદ તે પુરુષે નાગના પૌત્ર વરુણને એમ કહ્યું કે હે નાગના પૌત્ર વરુણ ! તું મને પ્રહાર કરે.” ત્યારે તે નાગના પૌત્ર વરુણે તે પુરુષને એમ કહ્યું કે હે દેવાનુપ્રિય ! જ્યાંસુધી હું પ્રથમ ન હણાઉં ત્યાં સુધી મારે પ્રહાર કરવો ન કલ્પે, માટે પહેલાં તુંજ પ્રહાર કર.” જ્યારે તે નાગના પૌત્ર વરુણે તે પુરુષને એમ કહ્યું ત્યારે તે કુપિત થએલો ક્રોધાગ્નિથી દીપતો ધનુષને ગ્રહણ કરે છે, ધનુષને ગ્રહણ કરી બાણને ગ્રહણ કરે છે, બાણને ગ્રહણ કરી અમુક સ્થાને રહીને તેને કાનપર્યત લાંબું ખેંચે છે; લાંબું ખેંચીને તે નાગના પૌત્ર વરુણને સખ્ત પ્રહાર કરે છે. ત્યારબાદ તે પુરુષથી સખ્ત ઘવાયેલ નાગનો પૌત્ર વરુણ કુપિત થઈ યાવતુ ક્રોધાગ્નિથી દીપતો ધનુષને ગ્રહણ કરે છે, બાણને ગ્રહણ કરે છે, તેને કાનપર્યંત લાંબું ખેંચે છે, જે પુરુષને એક ધાએ પત્થરના ટુકડા થાય તેમ જીવિતથી જૂદો કરે છે. હવે તે પુરુષથી સખ્ત ઘવાયેલ તે નાગનો પૌત્ર વરુણ શક્તિરહિત, નિર્બલ, વીર્યરહિત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org