________________
૧૫૦
ભગવઈ - ૭-૬,૩પ૭ યાવતું મિથ્યાદર્શનશલ્યથી. હે ભગવનું ! શું એમ છે કે નારકોને કર્કશવેદનીય કર્મો બંધાય? હે ગૌતમ! પૂર્વે કહ્યા પ્રમાણે વાવતુ વૈમાનિકોને જાણવું. હે ભગવન્! શું એમ છે કે જીવોને અકર્કશવેદનીય- કર્મો બંધાય? હા, ગૌતમ ! એમ છે. હે ભગવન! જીવોને અકર્કશવેદનીય કર્મો કેમ બંધાય ? હે ગૌતમ ! પ્રાણાતિપાતવિરમણથી, યાવતુ પરિગ્રહવિરમણથી; ક્રોધનો યાવતું મિથ્યાદર્શનશલ્યનો ત્યાગ કરવાથી, હે ભગવન્! શું નારકોને અકર્કશવેદનીય કર્મો બંધાય ? હે ગૌતમ ! એ અર્થ યોગ્ય નથી. એ પ્રમાણે થાવત્ વૈમાનિકોને જાણવું. પરંતુ મનુષ્યોને જેમ જીવોને કહ્યું તેમ જાણવું.
[૩૫૮] હે ભગવન્!શું એમ છે કે જીવોને સાતવેદનીય કર્મ બંધાય?હા, ગૌતમ! એમ છે. હે ભગવન્! જીવોને સાતાવાદનીય કર્મ કેમ બંધાય? હે ગૌતમ! પ્રાણોને વિષે અનુકંપાથી, ભૂતોને અનુકંપાથી, જીવોને વિષે અનુકંપાથી, સત્ત્વોને વિષે અનુકંપાથી, ઘણા પ્રાણોને યાવતું સત્ત્વોને દુઃખ ન દેવાથી, શોક નહિ ઉપજાવવાથી, ખેદ નહિ ઉત્પન કરવાથી, વેદના ન કરવાથી, નહિ મારવાથી તેમ પરિતાપ નહિ ઉપજાવવાથી.એ પ્રમાણે નારકોને યાવતુ વૈમાનિકોને જાણવું. હે ભગવન્! શું એમ છે કે જીવોને અસતાવેદનીય કર્મો બંધાય? હા, ગૌતમ ! એમ છે. હે ભગવન્! જીવોને અસાતા- વેદનીય કર્મ કેમ બંધાય ? હે ગૌતમ ! બીજાને દુઃખ દેવાથી, બીજાને શોક ઉપજાવવાથી, બીજાને ખેદ ઉત્પન્ન કરવાથી, બીજાને પીડા કરવાથી, બીજાને મારવાથી, બીજાને પરિતાપ ઉત્પન્ન કરવાથી, તેમ ઘણાં પ્રાણોને યાવતુ સત્ત્વોને દુઃખ દેવાથી, શોક ઉપજાવવાથી, યાવતુ પરિતાપ ઉત્પન્ન કરવાથી,એ પ્રમાણે નારકોને, યાવતુ વૈમાનિકોને જાણવું.
૩િપ૯] હે ભગવનું ! જેબૂદ્વીપ નામે દ્વીપમાં ભારતવર્ષને વિષે આ અવસર્પિણીમાં દુઃષમાદુઃષમા કાલ છઠ્ઠો આરો જ્યારે અત્યંત ઉત્કટ અવસ્થાને પ્રાપ્ત થશે ત્યારે ભારતવર્ષનો આકારભાવપ્રત્યાવતાર કેવા પ્રકારે થશે ? હે ગૌતમ ! હાહાભૂત ભંભાભૂત અને કોલાહલભૂત એવો કાલ થશે. કાળના પ્રભાવથી ઘણા કઠોર, ધૂળથી મેલા. અસહ્ય, અનુચિત અને ભયંકર વાયુ, તેમજ સંતર્વક વાયુ વાશે. આ કાળે વારંવાર ચારે બાજૂએ ધૂળ ઉડતી હોવાથી રજથી મલિન અને અંધકારવડે પ્રકાશરહિત દિશાઓ ધુમાડા જેવી ઝાંખી દેખાશે. કાલની રક્ષતાથી ચન્દ્રો અધિક શીતતા આપશે અને સૂર્યો અત્યંત તપશે. વળી વારંવાર ઘણાખરાબરસવાળા, વિરુદ્ધરસવાળા ખારા, ખાતરસમાન પાણિવાળા, અગ્નિની પેઠે દાહકપાણિવાળા, વિજળીયુક્ત, અશનિમેઘ-વિષમેઘો વ્યાધિ, રોગ અને વેદના ઉત્પન્ન કરનાર પાણિવાળા, મનને ન રચે તેવા પાણિવાળા મેઘો તીક્ષ્ણ ધારાના પડવા વડે પુષ્કળ વરસશે, જેથી ભારત વર્ષમાં ગ્રામ, આકર, નગર, ખેટ, કર્બટ મડંબ, દ્રોણમુખ, પટ્ટન અને આશ્રમમાં રહેલ મનુષ્યો, ચોપગા-ગાયો ઘેટા અને આકાશમાં ગમન કરતા પક્ષિઓના ટોળાઓ; તેમજ ગામ અને અરણ્યમાં ચાલતા ત્રસ જીવો તથા બહુ પ્રકારના વૃક્ષો, ગુલ્મો, લતાઓ, વેલડીઓ, ઘાસ, પર્વગોશેરડી વગેરે, ધરો વગેરે, ઓષધી-શાલિ વગેરે, પ્રવાલો ને અંકુરાદિ તૃણવનસ્પતિઓ નાશ પામશે. વૈતાઢ્ય સિવાય પર્વતો, ગિરિઓ ડુંગરો, ધૂળના ઉંચા સ્થળો, રજ વિનાની ભૂમિઓ નાશ પામશે. ગંગા અને સિધુ નદી સિવાય પાણીના ઝરાઓ, ખાડાઓ, દુર્ગમ અને વિષમ ભૂમિમાં રહેલા ઉંચા અને નીચા સ્થળો સરખા થશે. હે ભગવન્! (તે કાળે) ભારતવર્ષની ભૂમિનો કેવો આકારભાવપ્રત્યવતાર થશે? હે ગૌતમ ! તે કાળે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org