________________
૧૨૪
ભગવઈ - ૬-૩૨૮૦ ભેદાય છે ? સર્વથી પુદ્ગલો છેદાય છે? વિધ્વંસ પામે છે ? સમસ્તપણે નાશ પામે છે? અને તેનો આત્મા હમેશાં નિરંતર સુરૂપિણે- યાવતુ-સુખપણે, દુઃખપણે નહિ-વારંવાર પરિણમે છે. હા ગૌતમ! યાવતું પરિણમે છે? હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ! જેમ કોઈ-જલ્લવાળું-મેલસહિત અને રજસહિત વસ્ત્ર હોય, અને તે વસ્ત્ર ક્રમે ક્રમે શુદ્ધ થતું હોય. શુદ્ધ પાણીથી ધોવાતું હોય તો તેને લાગેલા પુદ્ગલો સર્વથી ભેદાય યાવતુ પરિણામ પામે, તે હેતુથી અલ્પક્રિયાવાળા માટે પૂર્વ પ્રમાણે કહ્યું છે.
[૨૮૧) હે ભગવન્! વસ્ત્રને જે પુદ્ગલોનો ઉપચય થાય છે તે શું પ્રયોગથી પુરુષ પ્રયત્નથી થાય છે કે સ્વાભાવિક રીતે થાય છે ? હે ગૌતમ ! પ્રયોગથી થાય છે અને સ્વાભાવિક રીતે પણ થાય છે? હે ભગવન્! જેમ વસ્ત્રને પ્રયોગથી અને સ્વાભાવિક રીતે પુદ્ગલોનો ઉપચય થાય છે તેમ જીવોને જે કર્મયુગલોનો ઉપચય થાય છે તે શું પ્રયોગથી અને સ્વાભાવિક રીતે, એ બને કારણથી થાય છે? હે ગૌતમ! જીવોને જે કર્મનો ઉપચય થાય છે તે પ્રયોગથી થાય છે પણ સ્વાભાવિક રીતે થતો નથી. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ ! જીવોને ત્રણ પ્રકારના પ્રયોગો કહ્યા છે, તે જેમકે, મનપ્રયોગ, વચનપ્રયોગ, અને કાયપ્રયોગ, એ ત્રણ પ્રકારના પ્રયોગ વડે જીવોને કર્મનો ઉપચય થાય છે, માટે જીવોને કર્મનો ઉપચય પ્રયોગથી થાય છે પણ સ્વાભાવિક રીતે થતો નથી, એ પ્રમાણે બધા પંચેદ્રિયોને ત્રણ પ્રકારનો પ્રયોગો કહેવો, પૃથિવીકાયિકોને એક પ્રકારનો પ્રયોગ કહેવો, એ પ્રમાણે યાવતુ વનસ્પતિકાયિકો સુધી જાણવું. વિકલેંદ્રિય જીવોને બે પ્રકારનો પ્રયોગ કહ્યો છે, તે જેમકે, વચનપ્રયોગ અને કાયપ્રયોગ, એ બે પ્રકારના પ્રયોગવડે તેઓને કર્મનો ઉપચય થાય છે માટે તેઓને પ્રયોગથી કમોપચય થાય છે પણ સ્વાભાવિક રીતે કર્મોપચય થતો નથી, તે હેતુથી એમ કહ્યું કે, પાવતુ સ્વાભાવિક રીતે કમપચય થતો નથી, એ પ્રમાણે જે જીવને જે પ્રયોગ હોય તે કહેવો અને તે પ્રમાણે યાવતુ વૈમાનિક સુધી કહેવું. '
[૨૮૨] હે ભગવન્! વસ્ત્રને જે પુદ્ગલોનો ઉપચય થયો છે, તે શું સાદિ સાંત છે? સાદિ અનંત છે? અનાદિ સાંત છે કે અનાદિ અનંત છે ? હે ગૌતમ ! વવસ્ત્રને જે પુદ્ગલોનો ઉપચય થયો છે, તે સાદિ સાંત છે પણ સાદિ અપર્યવસિત-અનંત નથી, તેમજ અનાદિ સાંત નથી અને અનાદિ અનંત નથી. હે ભગવનું ! જેમ વસ્ત્રનો પુદ્ગલોપચય સાદિ સાંત છે પણ સાદિ અનંત, અનાદિ સાંત કે અનાદિ અનંત નથી. તેમજ જીવોના કમૉપચય માટે પણ પૃચ્છા-પ્રશ્ન કરવો છે ગૌતમ ! કેટલાક જીવોનો કમપચય સાદિસાંત છે, કેટલાક જીવોનો કપચય અનાદિ સાંત છે અને કેટલાક જીવનો કર્મોપચય અનાદિ અનંત છે. પણ જીવોનો કમોપચય સાદિ અપર્યવસિત-અનંત નથી. હે ભગવન! તે શા હેતુથી ? હે ગૌતમ ! એયરપથના બંધકનો કમ્પચય સાદિ સાંત છે. ભવસિદ્ધિક જીવનો કોપચય અનાદિ સાંત છે, અભવ- સિદ્ધિકનો કમોંપચય અનાદિ અનંત છે તે હેતુથી. હે ભગવન્! શું વસ્ત્ર સાદિ અને સાંત છે? પૂર્વ પ્રમાણે અહીં ચારે ભાંગામાં પ્રશ્ન કહેવો. હે ગૌતમ ! વસ્ત્ર સાદિ છે અને સાંત છે. બાકી ત્રણે ભાગાનો વસ્ત્રમાં પ્રતિષેધ કરવો. હે ભગવન્! જેમ વસ્ત્ર સાદિ સાંત છે પણ સાદિ અનંત નથી, અનાદિ સાંત નથી અને અનાદિ અનંત નથી તેમ જીવો શું સાદિ સાંત છે? અહિં પૂર્વના . ચારે ભાંગા કહી તેમાં પ્રશ્ન કરવો. હે ગૌતમ! કેટલાક જીવો સાદિ સાંત છે, એ પ્રમાણે ચારે ભાંગા કહેવા. હે ભગવન્! તે શા હેતુથી ? હે ગૌતમ ! નરયિકો, તિર્યચોનિકો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org