________________
૧૨૨
ભગવાઈ- ૬ -૧/૨૭૩. મંદવિપાકવાળાં છે, સત્તાવિનાનાં છે, વિપરિણામવાળાં છે માટે શીઘ્રજ વિધ્વસ્ત થાય છે અને જેટલી તેટલી પણ વેદનાને વેદતા તે શ્રમણ નિગ્રંથો મોટી નિર્જરાવાળા અને મહાપર્યવસાનવાળા થાય છે, જેમ કોઈ એક પુરુષ ઘાસના સૂકા પુળાને અગ્નિમાં ફેંકે અને હે ગૌતમ ! તે નક્કી છે કે અગ્નિમાં ફેંકવામાં આવેલો ઘાસનો સૂકો પૂળો શીધ્રજ બળી જાય ? હા, તે બળી જાય, એજ પ્રમાણે હે ગૌતમ ! શ્રમણ નિગ્રંથોના ભૂલતર સ્કંધ રૂપ કર્મો યાવતુ તે શ્રમણો મોટા પર્યવસાનવાળા થાયઃ જેમ કોઈ એક પુરુષ ધગધગતા લોઢાના ગોળા ઉપર પાણીનું ટીપું મૂકે યાવતું તે વિધ્વંસ પામે, એજ પ્રમાણે હે ગૌતમ ! શ્રમણ નિગ્રંથોનાં કર્મો યાવતુ તે શ્રમણ નિગ્રંથો મહાપર્યવસાનાવાળા છે, તે હેતુથી એમ કહેવાય છે કે, જે મહાવેદનાવાળો હોય તે મહાનિર્જરાવાળો હોય યાવતુ પ્રશસ્તનિર્જરાવાળો હોય.
[૭૪] હે ભગવન્! કરણો કેટલા પ્રકારનાં કહ્યાં છે? હે ગૌતમ! કરણો ચાર પ્રકારનાં કહ્યાં છે, જેમકે, મનકરણ, વચનકરણ, કાયકરણ, અને કર્મકરણ. હે ભગવનું ! નરયિકોને કેટલા પ્રકારનાં કિરણો કહ્યાં છે? હે ગૌતમ ! નૈ રયિકોને ચાર જાતનાં કારણો કહ્યાં છે, તે જેમકે, મનકરણ, યાવતુ કર્મકરણ. સર્વ પંચેન્દ્રિય જીવોને એ ચારે જાતનાં કરણો છે, એકેંદ્રિય જીવને બે જાતનાં કારણ છે કે જેમકે, એક કાયકરણ અને બીજું કર્મકરણ; વિકલેન્દ્રિયોને વચનકરણ, કાયકરણ અને કર્મકરણ એ ત્રણ કિરણ હોય છે. હે ભગવનું ! શું નૈરયિકો કરણથી અશાતાવેદનાને વેદે છે. કે અકરણથી ? હે ગૌતમ કરણથી વેદે છે કે અકરણથી ? હે ગૌતમ કરણથી વેદે છે પણ અકરણથી અશાતા દુઃખરૂપ વેદનાને નથી અનુભવતા. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ ! નરયિકોને ચાર પ્રકારનું કરણ કહ્યું છે, તે જેમકે, મનકરણ, યાવત્ કર્મકરણ, એ ચાર પ્રકારના અશુભ કરણો હોવાથી નરયિકો કરણદ્વારા અશાતાવેદનાને અનુભવે છે પણ કરણ વિના અશાતાવેદનાને અનુભવતા નથી હે ભગવનું ! શું અસુકકુમારો કરણથી કે અકરણથી શાતા સુખરૂપ વેદનાને અનુભવે છે? હે ગૌતમ ! કરણથી, અકરણથી નહિં. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ! અસુરકુમારોને ચાર પ્રકારનાં કરણ કહ્યાં છે, તે જેમકે, મનકરણ, યાવત કર્મકરણ; એ શુભકરણો હોવાથી અસુરકુમારો કરણદ્વારા સુખરૂપ વેદનાને અનુભવે છે પણ કરણ વિના અનુભવતા નથી એ પ્રમાણે યાવત્
નિતકુમાર સુધીના ભુવનપતિ માટે સમજવું. પૃથિવીકાયિક જીવો માટે એ પ્રમાણેજ પ્રશ્ન કરવો. વિશેષ એ કે શુભાશુભકરણ હોવાથી પૃથિવીકકાયિક-જીવો કરણદ્વારા વિવિધ પ્રકારે અથતુ કદાચ સુખરૂપ અને કદાચ દુઃખરૂપ વેદનાને અનુભવે છે પણ કરણ વિના અનુભવતા નથી. ઔદારિક શરીરવાળા સર્વ જીવો શુભાશુભ કરણદ્વારા વિમાત્રાએ વેદનાને અનુભવે છે, દેવો શુભ કરદ્વારા સુખરૂપ વેદનાને અનુભવે છે.
[૨૭૫] હે ભગવન્! શું જીવો મહાવેદનાવાળા અને મહાનિર્જરાવાળા છે ? મહાવેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા છે ? અલ્પવેદનાવાળા અને મહાનિર્જરાવાળા છે ? કે અલ્પવેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા છે ? હે ગૌતમ ! કેટલાક જીવો મહાવેદનાવાળા અને મહાનિર્જરાવાળા છે, કેટલાક જીવો મહાવેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા છે, કેટલાક જીવો અલ્પવેદનાવાળા અને મહાનિર્જરાવાળા છે અને કેટલાક જીવો અલ્પવેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા છે. હે ભગવન્! તે શા હેતુથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org