________________
૧૧૨
ભગવઇ - ૫/-/૬/૨૫૧
કરી સિદ્ધ થાય-પણ ત્રીજા ભવગ્રહણને અતિક્રમે નહિં.
[૨૫૨] હે ભગવન્ ! જે બીજાને, ખોટા બોલવા વડે, અસદ્ભૂત બોલવાવડે, અભ્યાખ્યાન-વડે દૂષિત કહે, તે કેવા પ્રકારના કર્મો બાંધે છે ? હે ગૌતમ ! તે તેવા પ્રકારનાજ કર્મો બાંધે છે, તે જ્યાં જાય છે ત્યાં તે કર્મને વેદે છે, પછી તે કર્મોને નિર્જરે છે, હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, એમ કહી શ્રમણ ભગવંત ગૌતમ વિહરે છે.
[શતકઃ ૫-ઉદ્દેસાઃ ૬ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ] -:ઉદ્દેશક૭ઃ
[૨૫૩] હે ભગવન્ ! પરમાણુ પુદ્ગલ કંપે, વિશેષ કંપે યાવત્ તે ભાવે પરિણમે ? હે ગૌતમ ! કદાચ કંપે, વિશેષ કંપે યાવત્ પરિણમે અને કદાચ ન કંપે યાવત્ ન પરિણમે. હે ભગવન્ ! બે પ્રદેશનો સ્કંધ કંપે યાવત્-પરિણમે ? હે ગૌતમ ! કદાચ કંપે યાવત્ પરિણમે ? કદાચ ન કંપે યાવત્ ન પરિણમે- તથા કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કંપે હે ભગવન્ ! ત્રણ પ્રદેશવાળો સ્કંધ કંપે ? હે ગૌતમ ! કાચ કંપે કદાચ ન કંપે કદાચ એક ભાગ કંપે, એક ભાગ ન કંપે કદાચ એક ભાગ કંપે, બહુ દેશો ન કંપે કદાચ બહુ ભાગો કંપે, એક ભાગ ન કંપે હે ભગવન્ ! ચાર પ્રદેશવાળો સ્કંધ કંપે છે ? હે ગૌતમ ! કદાચ કંપે કદાચ ન કંપે કદાચ એક ભાગ કંપે અને એક ભાગ ન કંપે, કદાચ એક ભાગ કંપે અને બહુ ભાગો ન કંપે, કદાચ બહુ ભાગો કંપે અને એક ભાગ ન કંપે. કદાચ ઘણા ભાગો કંપે અને ઘણા ભાગો ન કંપે-જેમ ચાર પ્રદેશવાળા સ્કંધ માટે કહ્યું તેમ પાંચ પ્રદેશવાળા સ્કંધથી માંડી યાવત્ અનંતપ્રદેશવાળા સ્કંધ સુધીના દરેક સ્કંધો માટે જાણવું.
[૨૫૪] હે ભગવન્ ! પરમાણુપુદ્ગલ, તલવારમી ધારનો ય સજાયાની ધારનો આશ્રય કરે ? હા, આશ્રય કરે. હે ભગવન્ ! તે ધાર ઉપર આશ્રિત પરમાણુ પુદ્ગલ છેદાય, ભેદાય ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી-નક્કી, તે પરમાણુ પુદ્ગલમાં શસ્ત્ર, ક્રમણ કરી શકે નહિ, એ પ્રમાણે યાવત્-અસંખ્ય પ્રદેશવાળા સ્કંધો માટે સમજી લેવું ‘હે ભગવન્ ! અનંતપ્રદેશવાળો સ્કંધ તલવારની ધારનો યા સજાયાની ધારનો આશ્રય કરે ? હા, આશ્રય કરે. તે તલવારની યા સાયાની ધાર ઉપર આશ્રિત અનંતપ્રદેશવાળો સ્કંધ છેદાય ભેદાય ? હે ગૌતમ ! કોઇ એક છેદાય અને ભેદાય, તથા કોઇ એક ન છેદાય અને ભેદાય. એ પ્રમાણે પરમાણુ પુદ્ગલથી અનંત પ્રદેશવાળા સ્કંધ સુધીના દરેક પુદ્ગલો પરત્વે ‘અગ્નિકાયની વચોવચ પ્રવેશ કરે એ પ્રમાણેના પ્રશ્નોત્તરો કરવા. વિશેષ, જ્યાં સંભવે ત્યાં ‘છેદાય, ભેદાય’ ને બદલે ‘બળે’ એ પ્રમાણે કહેવું. એ પ્રમાણે પુષ્ક૨સંવપ્ત નામના મોટા મેઘની વચોવચ પ્રવેશ કરે' એ પ્રમાણેના પ્રશ્નોત્તરો કરવા, તે સ્થળે ‘છેદાય, ભેદાય’ ને બદલે ‘ભીનો થાય’ એમ કહેવું; એ પ્રમામે ગંગા મહાનદીના પ્રતિશ્રોત પ્રવાહમાં, શીઘ્ર તે પરમાણુ પુદ્ગલાદિ આવે અને ત્યાં પ્રતિસ્ખલન પામે' અને ઉદકાવર્ત યા ઉદક બિંદુ પ્રત્યે પ્રવેશ કરે અને તે (પરમાણ્વાદિ) ત્યાં નાશ પામે’ એ સંબંધે પ્રશ્નોત્તરો કરવા.
[૨૫૫] હે ભગવન્ ! શું પરમાણુ પુદ્ગલ, સાર્ધ-અર્ધ સહિત છે, મધ્ય સહિત છે અને પ્રદેશ સહિત છે કે અર્ધ રહિત છે, મધ્યરહિત છે અને પ્રદેશ રહિત છે ? હે ગૌતમ ! પરમાણુ પુદ્ગલ અનર્ધ છે, અમધ્ય છે અને અપ્રદેશ છે પણ સાર્ધ નથી, સમધ્ય નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org