________________
૧૧૦
ભગવઇ - ૫/-/૬/૨૪૪
પર્યુપાસીને તથા એવા કોઇ એક કારણથી- મનોજ્ઞ, પ્રીતિકારક અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર જાતના આહારવડે પ્રતિલાભીને; એ પ્રમાણે જીવો યાવત્-લાંબું સારુ દીર્ઘાયુષ્ય બાંધે છે.
[૨૪૫] હે ભગવન્ ! કરિયાણાનો વિક્રય-વેચાણ-કરતાં કોઇ ગૃહસ્થનું કોઇ માણસ તે કરિયાણું ચોરી જાય તો હે ભગવન્ ! તે કરિયાણાનું ગવેષણ કરનાર તે ગૃહસ્થને શું આરંભિકી ક્રિયા લાગે કે પારિગ્રહિકી કે માયપ્રત્યયિકી કે અપ્રત્યાખ્યાનિકી કે મિથ્યાદર્શન પ્રત્યિકી ક્રિયા લાગે ? હે ગૌતમ ! આરંભિકી, પરિગ્રહિકી, માયાપ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા લાગે અને મિથ્યાદર્શનપ્રત્યાયિકી ક્રિયા કદાચ લાગે અને કદાચ ન લાગે અને હવે ગવેષણ કરતાં જ્યારે તે ચોરાએલુ કરિયાણું પાછું મળી આવે ત્યા૨પછી તે બધી ક્રિયાઓ પાતળી થઇ જાય છે. હે ભગવન્ ! કરિયાણાને વેચતા ગૃહસ્થનું ભાંડ-કરિયાણું, કરિયાણુ ખરીદ કરનારે ખરીદ્યું-તેને માટે બાનું આપ્યું પણ હજુ તે કરિયાણું લઇ જવાયું નથી તો તે વેચનાર ગૃહુપતિને તે કરિયાણાથી શું આરંભિકી યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા લાગે ? અને તે ખરીદનારને તે કરિયાણાથી આરંભિકી યાવમિથ્યા દર્શન પ્રત્યવિકી ક્રિયા લાગે ? હે ગૌતમ તે તેમજ છે. ક૨ના૨ને તે બધી ક્રિયાઓ પાતળી હોય છે. હે ભગવન્ ! ભાંડને વેચતા ગૃહપતિને ત્યાંથી યાવત્ તે ભાંડ -ખરીદ કરનારે પોતાને ત્યાં આણ્યું-હોય ત્યારે તે ખરીદ કરનારને તે ભાંડથી શું આરંભિકી ક્રિયા વગેરે પાંચ ક્રિયાઓ અને ગૃહપતિને તે ભાંડથી શું આરંભિકી વગેરે પાંચ ક્રિયાઓ લાગે ? હે ગૌતમ ! તે ભાંડથી તે ખરીદ કરનારને મોટા પ્રમાણવાળી-ચારે ક્રિયાઓ લાગે અને મિથ્યાવૃષ્ટિ હોય તો મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા લાગે અને મિથ્યાવૃષ્ટિ ન હોય તો મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ન લાગે એ પ્રમાણે મિથ્યાદર્શનક્રિયાની ભજનાવડે ગૃહસ્થને તે બધી ક્રિયાઓ ઓછા પ્રમાણમાં હોય છે.
હે ભગવન્ ! ગૃહપતિ-ઘરઘણિ-ને ભાંડ યાવત્-ધન ન મળેલ હોય (તો કેમ ?) એ રીતે પણ જેમ ઉપનીત ભાંડ-સંબંધે કહ્યું છે તેમ સમજવું- “જો ધન ઉપનીત હોય તો” જેમ અનુપનીત ભાંડ વિષે પ્રથમ આલાપક કહ્યો છે તેમ સમજવું-પ્રથમ અને ચતુર્થ આલાપકનો સમાન ગમ સમજવો અને બીજા અને ત્રીજા આલાપકનો સમા ગમ સમજવો. હે ભગવન્ ! હમણા જગવેલો અગ્નિકાય, મહાકર્મવાળો, મહાક્રિયાવાળો, મહાઆશ્રયવાળો, મહાવેદનાવાળો, હોય છે, હવે તે અગ્નિ સમયે સમયે-ઓછો થતો હોય, બુઝાતો હોય અને છેલ્લે ક્ષણે અંગરૂપ થયો, મુમુરૂપ થયો, ભસ્મરૂપ થયો ત્યારબાદ તે અગ્નિ અલ્પકર્મવાળો, અલ્પક્રિયા- વાળો અલ્પઆશ્રયવાળો અને અલ્પવેદનાવાળો થાય ? હા, ગૌતમ ! થાય.
[૨૪૬] હે ભગવન્ ! પુરુષ ધનુષ્યને ગ્રહણ કરે, ગ્રહણ કરી બાણને ગ્રહણ કરે, તેનું ગ્રહણ કરી સ્થાન પ્રત્યે બેસે-ધનુષ્યથી બાણને ફેંકતી વેળાનું આસન કરે-તેમ બેસી ફેકવા પ્રસરેલા બાણને કાન સુધી-ખેંચે, ખેંચી ઉંચે આકાશ પ્રત્યે બાણને ફેંકે, ત્યારબાદ તે આકાશ પ્રત્યે ફેંકાએલું બાણ, ત્યાં આકાશમાં જે પ્રાણોને, ભૂતોને, જીવોને, સત્ત્વોને, સામા આવતા હશે, તેઓનું શરીર સંકોચી નાખે, તેઓને વિષ્ટ કરે, તેઓને સંહત કરે, તેઓને થોડો સ્પર્શ કરે, તેઓને ચારે કોરથી પીડા પમાડે, તેઓને ક્લાંત કરે, તેઓને એક સ્થાનથી બીજે સ્થાને લઇ જાય અને તેઓને જીવિતથી ચ્યુત કરે તો હે ભગવન્ ! તે પુરુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org