________________
૧૦૮
ભગવઇ - ૫/-/૪/૨૩૮
ગૌતમ ! કેવલી પૂર્વ દિશામાં મિત પણ જાણે છે, અમિત પણ જાણે છે યાવત્-કેલિનું દર્શન, આવરણ રહિત છે, માટે તે હેતુથી તે ઇન્દ્રિયોવડે જાણતો કે જોતો નથી.
હે
[૨૩૯] હે ભગવન્ ! કેવલી, આ સમયમાં જે આકાશ પ્રદેશોમાં હાથને, પગને, બાહુને અને ઊરુને અવગાહી રહે, અને જે સમયમાં રહે તે પછીના- ભવિષ્યકાળનાસમયમાં તેજ આકાશપ્રદેશોમાં હાથને યાવત્-અવગાહીને રહેવા કેવળી સમર્થ છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! તે કયા હેતુથી, યાવ-કેવળી આ સમયમાં જે આકાશપ્રદેશોમાં યાવત્-રહે છે પછીના ભવિષ્યકાળના-સમમાં એજ આકાશપ્રદેશોમાં કેવળી હાથને યાવત્-અવગાહી રહેવા સમર્થ નથી ? હે ગૌતમ ! કેવલિને વીર્યપ્રધાન યોગવાળું જીવ દ્રવ્ય હોવાથી તેના હસ્ત વગેરે ઉપકરણો-અંગો-ચલ હોય છે અને હસ્ત વગેરે અંગો ચલ હોવાથી ચાલુ સમયમાં જે આકાશ પ્રદેશોમાં હાથને યાવત્-અવગાહી રહે છે, એજ આકાશ પ્રદેશોમાં ચાલુ-સમય પછીના ભવિષ્યકાળના સમયમાં કેવલી હાથ વગેરેને અવગાહી યાવત્ રહેવા સમર્થ નથી. માટે તે હેતુથી એમ કહ્યું છે કે, કેવલી આ સમયમાં યાવતુ-૨હેવા સમર્થ નથી.
[૨૩૯] હે ભગવન્ ! કેવલી, આ સમયમાં જે આકાશ પ્રદેશોમાં હાથને, પગને, હે બાહુને અને ઊરુને અવગાહી રહે, અને જે સમયમાં રહે તે પછીના- ભવિષ્યકાળનાસમયમાં તેજ આકાશપ્રદેશોમાં હાથને યાવત્-અવગાહીને રહેવા કેવલી સમર્થ છે ? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. હે ભગવન્ ! તે કયા હેતુથી, યાવત્-કેવલી આ સમયમાં જે આકાશપ્રદેશોમાં યાવત્-૨હે છે પછીના ભવિષ્યકાળના-સમયમાં એજ આકાશપ્રદેશોમાં કેવળી હાથને યાવત્ અવગાહી રહેવા સમર્થ નથી ? હે ગૌતમ ! કેવલિને વીર્યપ્રધાન યોગવાળું જીવ દ્રવ્ય હોવાથી તેના હસ્ત વગેરે ઉપકરણો-અંગો-ચલ હોય છે અને હસ્ત વગેરે અંગો ચલ હોવાથી ચાલુ સમયમાં જે આકાશ પ્રદેશોમાં હાથને યાત્-અવગાહી રહે છે, એજ આકાશ પ્રદેશોમાં ચાલુ-સમય પછીના ભવિષ્યકાળના સમયમાં કેવલી હાથ વગેરેને અવગાહી યાવત્ રહેવા સમર્થ નથી. માટે તે હેતુથી એમ કહ્યું છે . [૨૪૦] હે ભગવન્ ! ચૌદપૂર્વને જાણનાર-શ્રુત કેવલી મનુષ્ય, એક ઘડામાંથી હજાર ઘડાને, એક પટમાંથી હજાર પટને, એક સાદડીમાંથી હજાર સાદડીઓને, એક રથમાંથી હજાર રથને, એક છત્રમાંથી હજાર છત્રને અને એક દંડમાંથી હજાર દંડને કરી દેખાડવા સમર્થ છે ? હા, સમર્થ છે. તે કેવીરીતે, હે ગૌતમ ! ચૌદપૂર્વીએ, ઉત્કરિકા ભેદવડે ભેદાતાં અનંત દ્રવ્યો ગ્રહણ યોગ્ય કર્યાં છે, ગ્રહ્યાં છે અને તે દ્રવ્યોને ઘટાદિરૂપે પરિણમાવવા પણ આરંભ્યાં છે, માટે તે હેતુથી યાવત્-દેખાડવા સમર્થ છે. હે ભગવન્ ! તે એ પ્રમાણે છે, ! તે એ પ્રમાણે છે. એમ કહી યાવત્ વિહરે છે.
શતકઃ૫-ઉદ્દેસાઃ ૪ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ --ઉદ્દેશક ૫ઃ
[૨૪૧] હે ભગવન્ ! છદ્મસ્થ મનુષ્ય, વીતી ગએલા શાશ્વતા અનંત કાળમાં માત્ર સંયમવડે (સિદ્ધ થયો ?) જેમ પ્રથમ શતકમાં ચતુર્થ ઉદ્દેશકમાં આલાપક કહ્યા છે તેમ અહિં પણ પણ તે આલાપક કહેવા યાવત્ ‘અલમસ્તુ’ એમ કહેવાય’ ત્યાંસુધી જાણવું. [૨૪૨] હે ભગવન્ ! અન્યતીર્થિકો એમ કહે છે યાવત્ પ્રરૂપે છે કે, સર્વ પ્રાણ, સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org