________________
શતક-૫, ઉદેસો-૨
૧૦૧ વગેરે વાયુઓ વાય છે. હે ભગવન! ઈશલ્પરોવાત વગેરે વાયુઓ છે? હે ગૌતમ! હા, છે. હે ભગવન્! ઈષત્પરોવાત વગેરે વાયુઓ ક્યારે થાય છે? હે ગૌતમ ! જ્યારે વાયુકાય ઉત્તરક્રિયાપૂર્વક વૈક્રિય શરીર બનાવીને-ગતિ કરે છે ત્યારે ઈષત્પરોવાત વગેરે વાયુઓ વાય છે. હે ભગવન્! ઈષત્પરોવાત વગેરે વાયુઓ છે? હે ગૌતમ! હા, છે. હે ભગવન્! ઈષત્પરોવાત વગેરે વાયુઓ ક્યારે વાય છે ? હે ગૌતમજ્યારે વાયુકુમારો અને વાયુકુમારીઓ પોતાને, બીજાને કે બન્નેને માટે વાયુકાયને ઉદીરે છે ઈષત્પરોવાત વગેરે વાયુઓ વાય છે. હે ભગવન્! શું વાયુકાય, વાયુકાયનેજ શ્વાસમાં લે છે અને નિશ્વાસમાં મૂકે છે? હે ગૌતમ ! એ સંબંધે બધું સ્કંદક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે જાણવું યાવતુ- અનેક લાખનાર મરીને, સ્પર્શ પામ્યા પછી, મરે છે અને શરીર સહિત નીકળે છે,
[૨૨૧] હે ભગવન્! ઓદન, કુભાષ અને મદિરા, એ ત્રણે દ્રવ્યો ક્યા જીવનાં શરીરો કહેવાય? હે ગૌતમ! ઓદન, કુલમાષ અને મદિરામાં જે ઘન (કઠણ) પદાર્થ છે તે પૂર્વભવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ વનસ્પતિ જીવનાં શરીરો છે. અને જ્યારે તે ઓદન વગેરે દ્રવ્યો શસ્ત્રોથી કૂટાય છે, શસ્ત્રથી પરિણમિત-નવા આકારનાં ધારક-થાય છે અને અગ્નિથી તેના વર્ગો બદલાય છે, અગ્નિથી ઝૂષિત-પૂર્વના સ્વભાવને છોડનારાં થાય છે, અગ્નિથી નવા આકારનાં ધારક બને છે ત્યારે તે દ્રવ્યો અગ્નિનાં શરીરો કહેવાય છે, તથા સુરા માં જે પ્રવાહી પદાર્થ છે તે પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ પાણીના જીવનાં શરીરો છે અને જ્યારે તે પ્રવાહી ભાગ શસ્ત્રથી કૂટાય છે યાવતુ-અગ્નિથી જુદા રંગને ધારણ કરે છે ત્યારે તે ભાગ,અગ્નિકાયનાં શરીરો છે એમ કહેવાય છે.હે ભગવનું! લોઢું, તાંબું, ત્રપુ- સીસું, બળેલો પત્થર-કોયલો ને કસટ્ટિકા-કાટ, એ બધાં દ્રવ્યો કયા જીવના શરીરો કહેવાય? હે ગૌતમ! લોઢું, તાંબુ, કલા, સીસું કોયલો અને કાટ, એ બધાં પૂર્વ ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ પૃથિવીના જીવનાં શરીરો કહેવાય અને પછી-શસ્ત્ર દ્વારા કૂટાયા પછી-અગ્નિના જીવનાં શરીરો કહેવાય.
' હે ભગવન્! હાડકું, આગથી વિકત થએલ હાડકું, ચામડું, આગથી વિકત થએલ ચામડું, રુંવાડાં, આગથી વિકૃત થએલ રુંવાડાં, ખરી, આગથી વિકૃત થએલ ખરી, નખ, અને બળેલ ન; એ બધાં કયા જીવના શરીરો કહેવાય ? હે ગૌતમ ! હાડકું, ચામડું રંવાડાં, ખરી અને નખ, એ બધાં ત્રસ જીવનાં શરીરો કહેવાય અને બળેલ હાડકું બળેલ ચામડું, બળેલ રેવાડાં, બળેલ ખરી અને બળેલ નખ, એ બધાં પૂર્વ ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ ત્રસ જીવનાં શરીરો કહેવાય અને પછી-શસ્ત્ર દ્વારા સંઘષ્ટિત થયા પછીઅગ્નિના જીવના શરીરો કહેવાય. હે ભગવન્! અંગારો, રાખ, ભેસો અને છાણું, એ બધાં કયા જીવનાં શરીરો કહેવાય ? હે ગૌતમ ! અંગારો, રાખ, ભેસો અને છાણું, એ બધાં પૂર્વ ભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એકેદ્રિય જીવનાં શરીરો કહેવાય અને થાવત્ યથાસંભવ પંચેદ્રિય જીવનાં શરીરો પણ કહેવાય. તથા શદ્વારા સંઘટિત થયા પછી યાવતુ-અગ્નિના જીવનાં શરીરો કહેવાય.
[૨૨૨] હે ભગવન્! લણસમુદ્રનો ચક્રવાલ વિખંભ કેટલો કહ્યો છે? હે ગૌતમ! એ પ્રમાણ-પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું એ પ્રમાણે યાવતુ-લોકસ્થિતિ, લોકાનુભાવ, હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી યાવતુ-વિહરે છે.
શતક ૫-ઉદ્દેસાઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org