________________
2
૯૮
ભગવઇ - ૫/-/૧/૨૧૭
હોય. જ્યારે સોળ મુહૂર્તનો દિવસ હોય ત્યારે ચૌદ મુહૂર્તની રાત્રી હોય. જ્યારે સોળ મુહૂર્ત કરતાં કાંઇક ઓછો દિવસ હોય ત્યારે ચૌદ મુહૂર્ત કરતાં કાંઇ વધારે રાત્રી હોય. જ્યારે પન્નર મુહૂર્તનો દિવસ હોય ત્યારે પન્નર મુહૂર્તની રાત્રી હોય. જ્યારે પન્નર મુહૂર્ત કરતાં કાંઇક ઓછો દિવસ હોય ત્યારે પન્નર મુહૂર્ત કરતાં કાંઇક વધારે રાત્રી હોય. જ્યારે ચૌદ મુહૂર્તનો દિવસ હોય ત્યારે સોળ મુહૂર્તની રાત્રી હોય. જ્યારે ચૌદ મુહૂર્ત કરતાં કાંઇક ઓછો દિવસ હોય છે ત્યારે સોળ મુહૂર્ત કરતાં કાંઇક વધારે રાત્રી હોય છે. જ્યારે તેર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે સત્તર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે તેર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે સત્તર મુહૂર્તની રાત્રી હોય છે. જ્યારે તેર મુહૂર્ત કરતાં કાંઇક ઓછો દિવસ હોય છે ત્યારે સત્તર મુહૂર્ત કરતાં કાંઇક વધારે રાત્રી હોય છે. હે ભગવન્ ! જ્યારે જંબુદ્રીપમાં દક્ષિણાર્ધમાં નાનામાં નાનો બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ તેમજ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં તેમ હોય છે ત્યારે જંબુદ્રીપમાં મંદર પર્વતની પૂર્વે, પશ્ચિમે મોટામાં મોટી અઢાર મુહૂર્તની રાત્રી હોય છે ? હે ગૌતમ ! હા, એજ રીતે હોય છે- હે ભગવન્ ! જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે નાનામાં નાનો બાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે જંબુદ્રીપમાં મંદર પર્વતની ઉત્તર દક્ષિણે મોટામાં મોટી અઢાર મુહૂર્તની રાત્રી હોય છે ? હે ગૌતમ ! હા, એજ રીતે હોય છે
[૨૧૮] હે ભગવન્ ! જ્યારે દક્ષિણાર્ધમાં વર્ષા ની મોસમનો પ્રથમ સમય હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ વર્ષનો પ્રથમ સમય હોય અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ વરસાદનો પ્રથમ સમય હોય ત્યારે જંબુદ્રીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે વર્ષાનો પ્રથમ સમય અનંતર પુરસ્કૃત સમયમાં હોય અર્થાત્ જે સમયે દક્ષિણાર્ધમાં વરસાદની શરુઆત થાય છે તેજ સમય પછી તુરતજ બીજા સમયે મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે વરસાદની શરુઆત થાય ? હે ગૌતમ ! હા એજ રીતે થાય-છે જ્યારે જંબુદ્રીપમાં દક્ષિણાર્ધમાં ચોમાસાનો પ્રથમ સમય હોય ત્યારે તે પ્રમાણેજ યાવત-થાય છે. હે ભગવન્ ! જ્યારે મંદર પર્વતની પૂર્વે ચોમાસાનો પ્રથમ સમય હોય છે ત્યારે પશ્ચિમમાં પણ ચોમાસાનો પ્રથમ સમય હોય છે અને જ્યારે પશ્ચિમમાં પણ ચોમાસાનો પ્રથમ સમય હોય છે ત્યારે યાવત્-મંદર પર્વતની ઉત્તર દક્ષિણે વર્ષાનો પ્રથમ સમય, અનંતર પશ્ચાદ્ભુત સમયમાં હોય અર્થાત્ મંદર પર્વતની પશ્ચિમે વર્ષા શરુ થયાના પ્રથમ સમય પહેલાં એક સમયે ત્યાં ઉત્તરે દક્ષિણે વર્ષા શરુ થાય ? હે ગૌતમ ! હા, એજ રીતે થાય જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે વરસાદની શરુઆત થાય તે પહેલાં એક સમયે અહીં (ઉત્તર દક્ષિણે) વરસાદની શરુઆત થાય, એ પ્રમાણે યાવત્-બધું કહેવું.
જેમ વરસાદના પ્રથમ સમય માટે કહ્યું તેમ વરસાદની શરૂઆતની પ્રથમ આવલિકા માટે પણ જાણવું અને એ પ્રમાણે આનપાન, સ્તોક, લવ, મુહૂર્ત, અહોરાત્ર, પક્ષ, માસ, ૠતુ, એ બધાં સંબંધે પણ સમયની પેઠે જાણવું. હે ભગવન્ ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં હેમંત ઋતુનો પ્રથમ સમય હોય ત્યારે ઉત્તરાર્ધમાં પણ હેમંતનો પ્રથમ સમય હોય અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ તેમ હોય ત્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે હેમંતનો (પ્રથમ સમય અનંતર પુરસ્કૃત સમયે હોય ?) ઇત્યાદિ પૂછવું. હે ગૌતમ ! એ સંબંધોનો બધો ખુલાસો વર્ષની પેઠેજ જાણવો અને એજ પ્રકારે ગ્રીષ્મ ૠતુનો પણ ખુલાસો સમજવો. તથા હેમંત અને ગ્રીષ્મના પ્રથમ સમયની પેઠે તેની પ્રથમ
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org