SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, ઉસો-૨ ૭૫ પ્રાપ્તિ થાય, અને તે પુત્ર ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, સુંદર, વિજયી હોય. આવા પ્રકારની વાતચીત સાંભળતી સ્ત્રીઓમાંથી કોઈ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ જાય, અથવા તે કામાતુર થઈ જાય, તે કામ શાન્તિ માટે અભિલાષા કરતી નારી મુનિને મૈથુન સેવન માટે પ્રલોભન આપી આકર્ષિત કરશે. માટે સાધનો પૂવોપદિષ્ટ આચાર છે, પ્રતિજ્ઞા છે, અને તેને માટે એજ હિતકર છે કે આવા સ્થાનોમાં સાધુ ન રહે, ન સ્વાધ્યાયાદિ કાર્યો કરે. સાધુ કે સાધ્વીનો આ આચાર છે. જ્ઞાનાદિથી યુક્ત થઈને તેનું પૂર્ણ રૂપથી પાલન કરતાં યત્નવાન બને તેમ હું કહું છું. અધ્યયન ૨-ઉદેસો ૧ ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ | (અધ્યયનઃ ૨-ઉદેસો ૨ ) [૪૦]ગૃહસ્થ શુચિ સમાચાર (બાહ્ય શુદ્ધિનું પાલન કરનાર) હોય, અને સાધુ તો સ્નાનત્યાગી હોય, તેમાં વળી કોઈક સાધુ મોક પ્રતિમાંધારી હોય પણ ગૃહસ્થને તે ગંધ દુર્ગધરૂપે લાગે અથવા પ્રતિકુળ પણ લાગે અને સાધુનાં કારણે ગૃહસ્થ પહેલાં કરવાનું કાર્ય પછી કરે અને પછી કરવાનું કાર્ય પહેલાં કરી લે, એમ કાર્યક્રમમાં પરિવર્તન કરે, વળી ભોજનાદિ કાર્ય વહેલું પતાવી દે અથવા ન પણ કરે માટે મુનિનો આચાર છે કે તે ગૃહસ્થની સાથે નિવાસાદિ ન કરે. [૪૦૭]ગૃહસ્થ સાથે રહેનાર મુનિને કર્મબંધ થાય છે. ગૃહસ્થ પોતા માટે વિવિધ પ્રકારનું ભોજન બનાવ્યું હશે. તેમાં વળી પોતા સાથે વસતાં મુનિ ને દેખી તેના માટે પણ વિવિધ પ્રકારનાં અશનાદિ આહાર પાણી બનાવશે અને લાવશે. મુનિને તે અશનાદિને ખાવા-પીવાની ઈચ્છા થશે. ઉપરાંત લોલુપ થઈને ત્યાં રહેવાની કામના જાગશે, તેનાથી સંયમ દૂષિત થશે. માટે સાધુનો એજ આચાર છે કે ગૃહસ્થ સાથે નિવાસાદિ ન કરે. ૪િ૦૮]ગૃહસ્થ સાથે રહેનાર મુનિને કર્મબંધ થાય છે. ગૃહસ્થ પોતા માટે વિવિધ પ્રકારના કાષ્ઠ પહેલાથી કાપીને રાખે છે વળી પોતા સાથે વસતા સાધુને નિમિત્તે વિવિધ પ્રકારના કાષ્ઠ કાપે અથવા ખરીદે અથવા ઉધાર લે, લાકડા સાથે લાકડું ઘસીને આગ સળગાવે અથવા પ્રજ્વલિત કરે. આ જોઈ સાધુને પોતાનું શરીર તપાવવાની ઈચ્છા થઈ જાય. અને ત્યાં રહેવાની કામના કરે, માટે મુનિઓ આ પૂર્વોપદિષ્ટ આચાર, પ્રતિજ્ઞા અને તેના માટે એજ હિતકારી છે કે તે ગૃહસ્થની સાથે નિવાસાદિ ને કરે. [૪૦૯|ગૃહસ્થ સાથે એક મકાનમાં રહેનાર સાધુ અથવા સાધ્વી દીધશંકા, અથવા લઘુશંકાથી બાધિત થઈને રાત્રિમાં અથવા વિકાસના સમયે મકાનનું દ્વાર ખોલી બહાર જાય. ત્યારે કદાચિત અવસર શોધતો ચોર અંદર પ્રવેશી જાય. ત્યારે મુનિથી એમ કહી શકાય નહીં કે આ ચોર પ્રવેશી રહ્યો છે અથવા પ્રવેશ કરતો નથી. છુપાઈ ગયો છે અથવા છૂપાયો નથી, આવે છે કે આવતો નથી, જાય છે કે જતો નથી, તેણે ચોરી કરી અગર બીજાએ કરી, આ ચોર છે, અથવા ચોરનો સાથી છે, આ ઘાતક છે, એમણે આ કર્યું છે. મુનિ પોતાના આચારાનુસાર કંઈ પણ કહી શકે નહી, તેથી ગૃહસ્થ તે મુનિ પર ચોર ન હોવા છતાં પણ ચોર હોવાની શંકા રાખે તેથી મુનિનો એજ આચાર, પ્રતિજ્ઞા અને તેજ કલ્યાણરૂપ છે કે ગૃહસ્થ સાથે નિવાસાદિ ન કરે. [૪૧૦]સાધુ અથવા સાધ્વી ઉપાશ્રયમાં જાણે કે ઘાસની પરાળની ગંજીઓ છે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy