________________
શ્રુતસ્કંદ-૨, અધ્યયન-૧, ઉદ્દેસો-૮
Fe
ગર્ભ, નાળિયેરનો ગુચ્છો, ખજૂરનો ઉપરનો ગર્ભ, તથા તેવા પ્રકારના બીજા જે સચિત્ત હોય અને શસ્ત્ર પરિણત ન હોય તો તે અપ્રાસુક છે. તે સર્વ મળવા પર પણ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી જાણવામાં આવે કે-શેરડી, છિદ્રવાળી પોલી-સડેલી, અંગાર, ફાટેલા છોતાવાળી, શિયાળ આદિની થોડી થોડી ખાધેલી શેરડી, વેતનો નેતરનો અગ્રભાગ કંદલી ગર્ભ અથવા તેવા પ્રકારની અન્ય વસ્તુઓ સચિત્ત હોય, શસ્ત્રપરિણત ન હોય તો અપ્રાસુક છે. પ્રાપ્ત હોવાપર પણ ગ્રહણ ન કરે.
સાધુ અથવા સાધ્વીને એણ જણાય કે લસણ, લસણનાં પાન, લસણની દાંડી, લસણનો કંદ, લસણની છાલ અથવા તેવા પ્રકારની કોઈ અન્ય વસ્તુ સચિત્ત છે, તેમાં શસ્ત્ર પરિણત થયું નથી, તો તે અપ્રાસુક છે અને અનેષણીય છે. દાતા આપે તો પણ તેને ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી એમ જાણે કે કુંભીમાં પકાવેલ અચ્છિય ફલ, તેં, વિશ્વ-બેલ, ફ્ળસ અથવા શ્રીપર્ણીનું ફળ તથા તેવા પ્રકારના અન્ય ફળ સચિત્ત હોય અને શસ્ત્રપરિણત ન હોય તો તે અપ્રાસુક છે. ાતા આપે તો પણ લેવું ન જોઈએ. સાધુ અથવા સાધ્વી જાણે કે ધાન્યના દાણા, દાણાથી ભળેલા કુસકા, દાણાવાળી રોટલી, ફોતરાવાળાં ચોખા, અથવા ચોખાનો તાજો લોટ, તલ, તલનો લોટ, તલસાંકળી અથવા એવા પ્રકારની બીજી દાણાવાળી વસ્તુ પાકી થઈ ન હોય, શસ્ત્ર પરિણત ન હોય તો તે અપ્રાસુક છે લાભ થવા પર પણ તેને ગ્રહણ ન કરે. સાધુ અને સાધ્વીનો આ આચાર છે. યતનાપૂર્વક તેનું પાલન કરવું જોઈએ.
અધ્યયનઃ ૧-ઉદ્દેસોઃ ૮ - ની મુનિ દીપરત્નસાગરે કરલે ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ ૧ - ઉદ્દેસોઃ ૯
[૩૮૩]આ જગતમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં કોઈ શ્રદ્ધાવાન ગૃહસ્થ યાવત્ કર્મચારિણીઓ છે, જે ઘર પર આવેલા સાધુ-સાધ્વીને દેખીને પહેલાં એમ કહે છે-આ શ્રમણ છે, ભાગ્યવાન છે, શીલવાન્ છે, વ્રતી છે, ગુણી છે, સંયમી છે, બ્રહ્મચારી અને મૈથુન પ્રવૃત્તિના ત્યાગી છે. આધાકર્મ આદિ દોષોથી દૂષિત અશન આદિ આહાર ખાવો-પીવો એના આચારમર્યાદાથી પ્રતિકૂળ છે. એટલા માટે આ ભોજન અમે અમારા માટે બનાવ્યું છે તે સઘળું ભોજન એઓને આપી દો. આપણા માટે ફરી બનાવી લેશું. આ પ્રકારનાં વચન સાંભળીને અને સમજીને એવા અશન-પાન આદિને અપ્રાસુક અને અનેષણીય સમજીને દાતાના દેવા પર પણ લેવું ન જોઈએ.
[૩૮૪]સાધુ અથવા સાધ્વી કોઈ ગામમાં નિવાસ કરી રહ્યા હોય અથવા એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હોય અને કોઈ ગામ અથવા રાજધાનીમાં પહોંચે. તે ગામ અથવા રાજધાનીમાં સાધુનાં માતા-પિતા આદિ પૂર્વ સંબંધી અથવા સસરા આદિ પશ્ચાત્ સંબંધી નિવાસ કરે છે- જેમ ગૃહસ્થ યાવત્ કર્મચારી કર્મચારિણી આદિ. તો એવા ઘરોમાં ભિક્ષા કાળ પહેલાં જ આહાર-પાણી માટે ન નીકળે કે ન પ્રવેશ કરે. કેવળી ભગવાનનું કથન છે કે એમ કરવામાં કર્મબંધનનું કારણ છે. કેમકે સાધુને પહેલા આવેલા જોઈને તે ગૃહસ્થ, તે સાધુ માટે રસોઈની સામગ્રી એકઠી કરશે અથવા ૨સોઈ બનાવશે. એટલે જ સાધુને માટે આ પૂર્વોપર્દિષ્ટ મર્યાદા છે કે તે આ પ્રકારના ઘરોમાં આહાર-પાણીને માટે ભિક્ષાના સમય પહેલાં ન જાય અથવા ન નીકળે. કદાચિત પહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org