________________
Ex
અધ્યયનઃ૧-ઉદ્દેસો-૭
[૩૭૧]ગૃહસ્થના ઘેર ભિક્ષા માટે ગયેલ સાધુ-સાધ્વીને એમ જાણવામાં આવે કે અશન આદિ દીવાલ પર, સ્થંભ પર, માંચડા પર, પ્રાસાદ ૫૨, હવેલીની છત ૫૨, અથવા એવો કોઈ બીજા ઉંચા સ્થાન પર રાખેલ છે. તો એવા સ્થાનોથી લાવીને અપાતું અશનાદિ આપ્રાસુક છે. તેથી તેવો આહાર ગ્રહણ કરે નહિ. કેવળી કહે છે એ કર્મબંધનનું કારણ છે. કેમ કે અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે બાજોઠ, પાટ, પાટિયું, નીસરણી લાવીને તેને ઊંચા કરીને ઉપર ચડશે. સંભવ છે કે ત્યાંથી લપસી જાય અથવા પડી જાય, જો લપસે કે પડે તો તેના હાથ, શરીરનો કોઈ પણ અવયવ અથવા કોઈ ઈન્દ્રિય કે અંગોપાંગ તૂટી ફૂટી જશે અને પ્રાણી, ભૂત, જીવ, તથા સત્વની હિંસા કરશે. તેઓને ત્રાસ થશે અથવા કચડાઈ જશે. તેઓના અંગોપાંગ તૂટી જશે, ટકરાશે, મસળાશે, અથડાશે, ઘસાશે, સંતાપ પામશે, પીડાશે, કિલામણા પામશે, ઉપદ્રવ પામશે, એક જગ્યાથી બીજી જગ્યા પર પડશે. એટલા માટે આ પ્રકારની માલોપહૃત ભિક્ષા મળવા પર પણ સાધુ ગ્રહણ કરે નહિ, અશન આદિ માટે ગૃહસ્થના ઘેર ગયેલ સાધુ અથવા સાધ્વી જાણે કે આ અશન-આદિ કોઠીમાંથી અથવા -કોઠલામાંથી સાધુના નિમિત્તે ઊંચા થઈને, નીચે નમીને, શરીરને સંકોચીને અને આડા પડીને આહાર લાવીને આપે છે તો તે અશન આદિનો લાભ થવા પર પણ ગ્રહણ ન કરે.
આયારો – ૨/૧/૭/૩૭૧
[૩૭૨]અશન આદિને માટે ગૃહસ્થને ઘેર ગયેલ સાધુ અથવા સાધ્વી જાણે કે આ અશનાદિ માટલાદિમાં માટી આદિથી લીંપી રાખેલ છે તો તે અશનાદિ મળવા છતાં ગ્રહણ ન કરે. કેવળી ભગવાનનું કથન છે કે એવો આહાર લેવો કર્મબંધનનું કારણ છે. કેમકે અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે માટી આદીથી લિપ્ત અશનાદિને ઉઘાડતા પૃથ્વીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પિકાય અને ત્રસકાયની હિંસા કરશે. ત્યાર પછી ફરી તેને લીંપીને પશ્ચાત્કર્મ કરશે. એટલા માટે સાધુનો આ પૂર્વોપર્દિષ્ટ આચાર છે કે તે માટીથી બંધ કરેલ ભાજન આદિમાંથી આપવામાં આવતો આહાર મળવા છતાં પણ ગ્રહણ ન કરે. ગૃહસ્થના ઘરમાં ભિક્ષા માટે ગયેલ સાધુ સાધ્વી જાણે કે આ અશન આદિ પૃથ્વીકાય ઉપર રાખેલ છે તો એવા અશન આદિને અપ્રાસુક જાણીને યાવત ગ્રહણ ન કરે. ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં ગયેલ સાધુ સાધ્વી જાણે કે અશન આદિ જલકાય ઉપર રાખેલ છે અથવા અગ્નિકાય ઉપર રાખેલ છે, તો તે અશન આદિ અપ્રાસુક છે. મળવા છતાં પણ તેને ગ્રહણ ન કરે. કેવળી ભગવાનનું કથન છે કે એવો આહાર લેવો કર્મબંધનનું કારણ છે. અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે અગ્નિને તેજ ક૨શે, લાકડા વગેરે બહાર કાઢશે અથવા પાત્રને ઉપરથી ઉતારીને આહાર આપશે તેથી એવો આહાર દૂષિત છે. સાધુઓને માટે આ પૂર્વોપર્દિષ્ટ આચાર છે કે આવા પ્રકારનો આહાર જાણીને લાભ થવા છતાં પણ ગ્રહણ ન કરે.
[૭૩]ભિક્ષાને માટે ગૃહસ્થના ઘરમાં ગયેલ સાધુ અથવા સાધ્વી જાણે કે આ આહાર અતિ ઉષ્ણ છે. ગૃહસ્થ સાધુને આપવાના અભિપ્રાયથી સૂપડાથી, પંખાથી, તાડપત્રથી કે કોઈ પાનથી,પાનના ટુકડાથી,શાખાથી, શાખાના ટુકાડાથી, હાથથી અથવા મુખથી ફૂંકે છે, હવા નાંખે છે તો તેમ કરતાં પહેલાં કહી દેવું જોઈએ કે હે આયુષ્મન ! આ અતિઉષ્ણ આહાર આદિને સૂપડાદિથી વીંઝે મા. જો આપવાની ઈચ્છા હોય તો એમ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org