SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ સમવાય-પ્રકીર્ણક એવું લાગે છે. તેમનો સ્પર્શ ઘણો સુખદાયક લાગે છે. તેનું રૂપ શોભાયમાન હોય છે. તે વિમાનવાનો પ્રાસાદિક દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. ભદન્ત ! વૈમાનિક દેવોના આવાસ કેટલા છે? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુ સમરમણીય ભૂમિ ભાગથી ઉપરના ભાગમાં જે ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્રો અને તારા છે તેમને ઓળંગીને ઘણા સેંકડો યોજન, ઘણા હજાર યોજન, અનેક લાખ યોજન, અનેક કરોડ યોજન, અનેક કોડા કોડી યોજન, તથા અસંખ્યાત કોડા કોડી યોજન દૂર ઉચે જતા વૈમાનિક દેવોના સૌધર્મ ઈશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર. આણત, પ્રાણત, આરણ અને અય્યત એ બાર દેવલોકમાં તથા નવ રૈવેયકમાં તથા પાંચ અનુત્તર વિમાનોમાં ૮૪૯૭૦૨૩ વૈમાનિક દેવોના વિમાનો છે. એવું ભગવાને ભાખેલ છે. તે વિમાન સૂર્યસમાન પ્રભાવાળા છે. તે વિમાનોની કાન્તિ પ્રકાશ રાશીવાલા સૂર્યના વર્ણ જેવી છે. તેઓ સ્વભાવિક રજ વિનાના છે, ઉડીને આવનારી ધૂળથી પણ રહિત છે. કૃત્રિમ અંધકારથી રહિત છે. સ્વાભાવિક અંધકારથી રહિત છે. કર્કેતન આદિ રત્નમય છે. આકાશ અને સ્ફટિક સમાન નિર્મળ છે. મુલાયમ છે. સરાણના પત્થર પર ઘસ્યા હોય તેવાં ચળકતાં છે. ઘણાં કોમળ અને સુંવાળાં છે. કીચડ રહિત છે. તેમની કાંતિ કોઈપણ પ્રકારના આચ્છાદન કે ઉપઘાતથી રહિત છે. તેઓ પ્રભાયુક્ત છે. કિરણોથી યુક્ત છે. પ્રકાશિત છે. પ્રાસાદિક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ છે. હે ભદન્ત ! સૌધર્મ કલ્પમાં કેટલા વિમાનવાસો છે ? સૌધર્મ કલ્પમાં બત્રીસ લાખ વિમાનાવાસ કહેલ છે, ઈશાન કલ્પમાં અઠ્યાવીસ લાખ, ત્રીજા સનકુમાર દેવલોકમાં બાર લાખ, ચોથા મહેંદ્ર કલ્પના આઠ લાખ, બ્રહ્મલોક કલ્પમાં ચાર લાખ, છઠ્ઠા લાંતક દેવલોકમાં પચાસ હજાર, સાતમાં મહાશુકમાં ચાલીસ હજાર,અને આઠમાં સહસ્ત્રાર દેવલોકમાં છ હજાર વિમાનો છે. નવમા આનત અને દસમા પ્રાણત દેવલોકમાં ચાર સો વિમાનો છે. અગિયારમાં આરણ અને બારમાં અશ્રુત દેવલોકમાં ત્રણ સો વિમાનો છે. એ જ પ્રમાણે આગળ આપેલી ગાથાઓ પ્રમાણે આગળનું વર્ણન સમજવું. [૨૪૫)હે ભદન્ત! નારકી જીવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ! નારક જીવોની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની કહી છે. હે ભદન્ત ! અપયપ્તિક નારક જીવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? હે ગૌતમ ! અપર્યાપ્તક નારક જીવોની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે. પર્યાપ્ત નારકી જીવોની જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષથી અંતર્મુહૂર્ત ઓછા કાળની, ઉત્કૃષ્ટસ્થિતિ તેત્રીસ સાગરોપમથી અંતર્મુહૂર્ત ઓછાકાળની છે.આ રત્નપ્રભા પૃથ્વીના નારક જીવની તથા શર્કરાપ્રભા આદિ શેષ છ પૃથ્વીઓના નારકજીવોની, તથા ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્કદેવોની અને સૌધર્મ આદિ બાર દેવોની નવરૈવેયકના દેવોની તથા ચાર અનુત્તર વિમાનના અને સવર્થ સિદ્ધના દેવોની સ્થિતિ કેટલા કાળની છે? હે ગૌતમ! જઘન્યની અપેક્ષાએ એકત્રીસ અને ઉત્કૃષ્ટની અપેક્ષાએ તેત્રીસ સાગરોપમની છે. તથા સવથિસિદ્ધવિમાનના દેવોની જઘન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. [૨૪] હે ભદન્ત! કેટલા શરીરો કહ્યા છે? હે ગૌતમ! શરીર પાંચ પ્રકારના કહ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy