SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૬ સમવાય-પ્રકીર્ણક પચ્ચખાણપ્રવાદ-તેમાં સમસ્ત પ્રત્યાખાનોનું સ્વરૂપ વર્ણવ્યું છે. વિદ્યાનુપ્રવાદ-તેમાં વિદ્યાઓના અનેક અતિશયોનું વર્ણન કર્યું છે. અવધ્યપૂર્વ-તેમાં એ વિષય સમજાવ્યો છે કે જ્ઞાન, તપ અને સંયમયોગ એ શુભફળવાળા છે પણ અપ્રશસ્ત પ્રમાદ આદિ અશુભ ફળવાળા છે. પ્રાણાયુ-પૂર્વ-તેમાં આયુ અને પ્રાણોનું ભેદપૂર્વક વર્ણન કર્યું છે. ક્રિયા વિશાલપૂર્વ-તેમાં કાયિકી આદિ ક્રિયાઓનું, સંયમક્રિયાઓનું, અને છંદક્રિયાઓનું વિસ્તૃત વર્ણન છે. લોકબિન્દુ- સાર-અક્ષરના બિન્દુની જેમ તે આ લોકમાં અથવા શ્રુતલોકમાં સર્વોત્તમ છે તથા સમસ્ત અક્ષરોના સનિપાત સંબંધથી તે યુક્ત છે. [૨૨૯-૨૩૧] ઉત્પાદપૂર્વમાં દસ વસ્તુઓ છે. તથા ચાર ચૂલિકા વસ્તુઓ છે. અગ્રણીય પૂર્વની ચૌદ વસ્તુઓ છે. અને બાર ચૂલિકા વસ્તુઓ છે. વીર્યપ્રવાદ પૂર્વની આઠ વસ્તુઓ છે. અને આઠ જ ચૂલિકા છે. અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વની અઢાર વસ્તુઓ અને દસ ચૂલિકા વસ્તુઓ છે. જ્ઞાનપ્રવાદ પૂર્વની બાર વસ્તુઓ છે. આત્મપ્રવાદ પૂર્વની સોળ વસ્તુઓ છે. કર્મપ્રવાદ પૂર્વની ત્રીસ વસ્તુઓ છે. પ્રત્યાખ્યાનપ્રવાદ પૂર્વની વીસ વસ્તુઓ છે. અવધ્ય પ્રવાદ પૂર્વની બાર વસ્તુઓ છે. પ્રાણાયુ પ્રવાદ પૂર્વની તેર વસ્તુ ઓ છે. ક્રિયાવિશાલ પૂર્વની ત્રીસ વસ્તુઓ છે. લોકબિન્દુસાર પૂર્વની પચીસ વસ્તુઓ છે. ચૌદ પૂર્વોની વસ્તુઓ અનુક્રમથી આ પ્રમાણે - ૧૦, ૧૪, ૮, ૧૮, ૧૨, ૨, ૧૬, ૩૦, ૨૦, ૧૫, ૧૨, ૧૩, ૩૦, રપ. આ સિવાય આરંભના ચાર પૂર્વેમાં ક્રમથી ૪, ૧૨, ૮ અને ૧૦ ચૂલિકાવસ્તુઓ પણ છે. ચાર, સિવાયના પૂર્વેમાં ચૂલિકાઓ નથી. [૨૩૨] હે ભદન્ત! અનુયોગનું સ્વરૂપ કેવું છે? સૂત્રનો પોતાના વાચ્યાર્થીની સાથે જે સંબંધ હોય છે, તેને અનુયોગ કહે છે. તેના બે પ્રકાર છે. મૂલપ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગ. તે મૂલપ્રથમાનુયોગ કેવો છે ? એ મૂલ પ્રથમાનુયોગમાં અહિંન્ત ભગવાનોના પૂર્વજન્મો, દેવલોકગમન, આયુષ્ય, દેવલોકમાંથી અવન, જન્મ, અભિષેક, શ્રેષ્ઠ રાજલક્ષ્મી, શિબિકાઓ પ્રવજ્યાઓ, તપસ્યાઓ, ભક્તો, કેવળજ્ઞાનની ઉત્પત્તિ, તીર્થપ્રવર્તન, સંહનન, સંસ્થાન, ઉચ્ચત્વ, આયુ, વર્ણવિભાગ, શિષ્યો, ગણો, ગણધરો, સાધ્વીઓ, પ્રવર્તિનીઓ ચતુર્વિધ સંઘનું પરિમાણ, જિન, કેવળજ્ઞાની, મનપર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, સમસ્ત શ્રતના પાઠી, વાદિઓ, અનુત્તર વિમાનોમાં ગમન કરનાર, પાદપોપગમન સંથારો ધારણ કરીને જેટલા સિદ્ધ થયા છે તેમનું, તથા જ્યાં જ્યાં જેટલા કમોનું અનશન દ્વારા છેદન કરીને કમનો અંત કરનારા જેટલા મુનિવરોત્તમો, અજ્ઞાનરૂપી કર્મરજથી રહિત બનીને અનુત્તર- મુક્તિમાર્ગને પામ્યા છે. તે બધાનું વર્ણન કર્યું છે. પ્રજ્ઞાપના થઈ છે, પ્રરૂપણા થઈ છે, ઉપમાન-ઉપમેય ભાવાદિ દ્વારા સ્પષ્ટીકરણ કર્યું છે, ભવ્યજનોના કલ્યાણને માટે તથા અન્યજનો પ્રત્યેની અનુકંપાથી વારંવાર તેમનું કથન થયું છે. ઉપનય નિગમનોની મદદથી અથવા સમસ્ત નયોના અભિપ્રાયથી નિઃશંકપણે કોઈપણ પ્રકારના સંદેહને સ્થાન ન રહે તેવી રીતે-શિષ્યોને સમજાવવામાં આવેલ છે. મૂલપ્રથામાનુયોગનું ઉપરોક્ત પ્રકારનું સ્વરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy