SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર-૨૨૧ ૪૩૭ પૂવિ આદિ દ્વારા જેમને વિવિધતાપૂર્વક સ્પષ્ટતાથી પ્રકાશિત કરવામાં આવ્યા છે, તથા જે લોક અને આલોકના પ્રકાશક છે, તથા વિશાળ સંસાર સાગરને પાર કરવાને સમર્થ છે, ઈન્દ્રાદિદ્વારા પ્રશંસિત છે, ભવ્ય જીવોના દયા દ્વારા અભિનશ્વિત છે, અજ્ઞાન અને પાપ એ બન્નેનો નાશ કરનાર છે, તથા સારી રીતે નિર્ણિત હોવાથી દીપ સમાન એટલે કે સમસ્ત તત્વોના પ્રકાશક, તથા વિતર્ક, નિશ્ચય, અને ઔત્પત્તિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિમાં વધારો કરનાર છે, એવા છત્રીસ હજાર વ્યાકરણોના બોધક સૂત્રાર્થ કે જે અનેક ભેટવાળા છે, શિષ્યોને માટે હિતકારક અને ગુણદાયક છે તેમનું આ અંગમાં વ્યાખ્યાન કરાયું છે, આ સૂત્રમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગ દ્વાર છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત બ્રોકો છે, સંખ્યાત નિયુક્તિઓ છે, સંખ્યાત સંગ્રહણીઓ છે, અને સંખ્યાત પ્રતિપતિઓ છે, અંગોની અપેક્ષાએ આ પાંચમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. એકસોથી થોડા વધારે અધ્યયનો છે. આ અંગમાં દસ હજાર ઉદ્દેશક છે. દસ હજાર સમુદેશન કાળ છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તર છે. તેમાં બે લાખ એક્યાસી હજારનું પદ પ્રમાણ છે. તેમાં સંખ્યાત અક્ષરો છે, અનંત પર્યાયો છે. અસંખ્યાત ત્રસ છે. અને અનંત સ્થાવર છે. ઉપરોક્ત સમસ્ત ભાવ શાશ્વત છે. કૃત છે. નિબદ્ધ છે. અને નિકાચિત છે. એ પ્રમાણે જિનેશ્વર ભગવાને કહેલ એ બધા ભાવો આ અંગમાં કહેવામાં આવેલ છે, યાવતુ. ઉપદર્શિત કરાયા છે. યાવતું ચરણકરણની પ્રરૂપણા આ અંગમાં કરવામાં આવી છે. આ વિવાહ પન્નત્તિનું સ્વરૂપ છે. [૨૨૨) હે ભદન્ત! નાયાધમ્મ કહાઓનું કેવું સ્વરૂપ છે? આ અંગમાં જ્ઞાતિના (મેઘકુમાર આદિના) નગરીનું ઉદ્યાનોનું, માતપિતાનું, સમોસરણનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, આ લોક અને પરલોક સંબંધી ઋદ્ધિનું, ભોગોના પરિત્યાગનું, પ્રવ્રજ્યાનું, મૃતપરિગ્રહનું, ઉગ્રતપસ્યાનું, પયયોનું, સંલેખનાનું, ભક્તપ્રત્યા- ખ્યાનનું, પાદપોપગમનનું, દેવલોકગમન, ઉત્તમકુળમાં જન્મ પ્રાપ્ત કરવાનું, પુનઃ સમ્યકત્વ- પ્રાપ્તિનું, અન્તક્રિયા કરી મોક્ષની પ્રાપ્તિનું વર્ણન યાવતું ઉપદર્શન કરાયું છે. જ્ઞાતા- ધર્મકથામાં વર્ધમાન પ્રભુના વિનયમૂલક શ્રેષ્ઠ શાસનમાં પ્રવ્રજિત થયેલાં સત્તર પ્રકારના સાવદ્ય વિરતિરૂપ સંયમના પાલન અર્થે ચિત્તસમાધિરૂપ ધૈર્યથી, સારા-નરસાની વિવેકરૂપ બુદ્ધિથી અને ધારણ કરેલા વ્રતોનું યોગ્ય રીતે પાલન કરવાના ઉત્સાહરૂપ વ્યવસાયથી દુર્બલ બનેલા સાધુઓનું, અનશનાદિ બાર પ્રકારના તપ, નિયમ, ઉગ્ર પ્રકારના તપ, આ ત્રણે રૂપ મહામુકેલીએ વહન કરી શકાય તેવા ભાર-એ બન્ને હારી જઇને શક્તિથી રહિત, સંયમ પાલનમાં અસમર્થ એવા સાધુઓનું તથા ઘોર પરિષહોથી પરાજિત થયેલા હોવાથી તથા સામર્થ્યહીન થવાને કારણે તપસંયમની આરાધના કરતા અટકી ગયેલા અને તેને કારણે મોક્ષમાર્ગથી. વિમુખ થયેલા સાધુઓનું, તેમજ વિષયસુખની તુચ્છ આશાને તાબે થવાથી ઉત્પન્ન થયેલા દોષોથી મૂચ્છિત થયેલાઓનું જ્ઞાન દર્શન ચારિત્રની અને યતિના મૂલગુણો અને ઉત્તરગુણોની વિરાધના કરવાથી નિસાર થવાને લીધે શૂન્ય બનેલાઓનું સંસારમાં અનંત દુઃખથી યુક્ત નારક તિર્યંચ, કુમનુષ્ય, અને કુદેવમાં જન્મ લેવારુપ જે દુર્ગતિ ભવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy