________________
૪૧૮
સમવાય-૫૦
[૧૨૮] અરિહંત મુનિસુવ્રતની ૫૦૦૦૦ આર્યાઓ હતી. અરિહંત અનંતાનાથ ૫૦ ધનુષ્ય ઉંચા હતા. પુરૂષોત્તમ વાસુદેવ ૫૦- ધનુષ્ય ઉંચા હતા. સમસ્ત દીઈવૈતાઢ્ય પર્વતોના મૂળનો વિસ્તાર ૫૦- યોજનનો છે. લાંતક કલ્પમાં ૫૦૦૦૦ હજાર વિમાન છે. સમસ્ત તિમિશ્ર ગુફા અને ખંડપ્રપાત ગુફાઓની લંબાઈ ૫૦-૫૦ યોજનાની છે. સર્વ કાંચનક પર્વતોના શિખરો ૫૦-૫૦ યોજનના વિસ્તાર વાળા છે.
સમવાય-૫૦-ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
સમવાય—૫૦
સમવાય-પ૧
[૧૨૯] નવ બ્રહ્મચર્ય અધ્યયનો ના એકાવન ઉદ્દેશનકાળ કહેલ છે. અસુરેન્દ્ર અસુરાજ ચમરેન્દ્રની સુધર્મ સભાના ૫૧૦૦ સ્તંભ છે. બલેન્દ્રની સુધર્મ સભાના પણ ૫૧૦૦ સ્તંભ છે. સુપ્રભ બલદેવ ૫૧-લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવત્ સમસ્ત દુઃખોથી રહિત થયા. દર્શનાવરણ અને નામકર્મ આ બે કાઁની મળીને ૫૧ ઉત્તર કર્મપ્રકૃતિઓ છે- દર્શનાવ૨ણ-૯ નામકર્મ ૪૨ = ૫૧.
સમવાય - ૫૧ -ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ
સમવાય-પર
[૧૩૦] મોહનીય કર્મના બાવન નામ છે-ક્રોધ, કોપ, રોષ, દ્વેષ, અક્ષમા, સંજ્વલન, કલહ, ચાંડિકય, ભંડન, વિવાદ, માન, મદ, દર્પ, સ્તમ્ભ, આત્મોત્કર્ષ, ગર્વ, પરપરિવાદ, આક્રોશ, અપકર્ષ, ઉન્નત, ઉન્નામ, માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગ્રહણ, નૂમ, કલ્ક, કુરૂક્ર, દંભ, કૂટ, જિંહ્ય, કીલ્વિષ, અનાદરતા, ગનહનતા, વંચનતા, પરિસ્કંચનતા, સાતિયોગ, લોભ, ઈચ્છા, મૂર્છા, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિધ્યા, અભિધ્યા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, નંદી, રાગ
ગોસ્તૂપ આવાસ પર્વતના પૂર્વી ચ૨માન્તથી વડવામુખ પાતાલ કલશના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર બાવન હજાર યોજનનું છે. એજ પ્રમાણે દગ્બાસ અને કેતુક શંખ યૂપક દગ્ગીમ અને ઈશ્વરનું અંતર જાણવું. જ્ઞાનાવરણીય, નામ અને અંતરાય આ ત્રણ મૂળ પ્રકૃતિઓની ઉત્તર પ્રકૃતિ મળીને બાવન છે-જ્ઞાનાવરણીય-૫, નામ-૪૨-અંતરાય--૫૨. સૌધર્મ, સનત્કુમાર અને માહેન્દ્ર, આ ત્રણ દેવલોકોના મળીને બાવન લાખ વિમાનાવાસ છે.
સમવાય - ૫૨ – ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૫૩)
[૧૩૧] દેવકુરૂ અને ઉત્તરકુરૂની જીવાનો આયામ પ૩-૫૩ હજાર યોજનનો છે. મહાવિમવંત અન રૂકિમ વર્ષઘર પર્વતની જીવાની લંબાઈ ૫૩૯૩૧ યોજની તથા એક યોજનના ૧૯ ભાગોમાંથી ૬ ભાગ જેટલી છે. શ્રમણ ભગવાન્ મહાવીરના ત્રેપન સાધુ એક વર્ષની દીક્ષાપર્યાયવાળા થઈને અનુત્તવિમાનોમાં દેવ થયા. સંમૂર્છિમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org