SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૫ - --- -- - - - -- સત્ર-૧૧૩ હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રની જીવાએ વિસ્તારની અપેક્ષાએ ૩૭૬૭૪ યોજન તથા એક યોજનના ૧૯ ભાગોમાંથી ૧૬ ભાગથી થોડી ઓછી છે. સમસ્ત વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત નામની રાજધાનીઓના પ્રાકાર સાડત્રીસ-સાડત્રીસ યોજન ઉંચા છે. મુદ્રિકા વિમાનપ્રવિ- ભક્તિના પ્રથમ વર્ગમાં સાડત્રીસ ઉદ્દેશન કાલ છે. કાર્તિક વદ સાતમને દિવસે સૂર્ય સાડત્રીસ અંગુલ પ્રમાણ પૌરૂષી છયા કરીને ગતિ કરે છે. સમવાય-૩૭-નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | ( સમવાય-૩૮ ) [૧૧૪] પુરૂષાદાનીય અરિહંત પાર્શ્વનાથની ઉત્કૃષ્ટ આડત્રીસ હજાર આયીઓ હતી. હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રોની જે જીવાઓ છે તેમના ધનુપૃષ્ઠની પરિધિ ૩૮૭૪૦ યોજન અને એક યોજના ૧૯ ભાગમાંથી ૧૦ ભાગથી થોડી ઓછી કહેલ છે. મેરૂપર્વતના દ્વિતીય કાંડની ઉંચાઈ ૩૮000 યોજનની છે. મુદ્રિકા-વિમાન- પ્રવિભક્તિના દ્વિતીય વર્ગમાં આડત્રીસ ઉદેશન- કાલ છે. સમવાય-૩૮-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] ( સમવાય-૩૯) [૧૧૫] અહંત નમિનાથ ૩૯00 અવધિજ્ઞાની હતા. સમય ક્ષેત્રમાં ૩૯ કુળપર્વત છે- ત્રીસ વર્ષધર પર્વત, પાંચ મેરૂ પર્વત, ચાર ઈષકાર પર્વત. બીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આ પાંચ પૃથ્વીઓમાં ૩૯ લાખ નારકાવાસ છે. જ્ઞાનાવરણીય, મોહનીય, ગોત્ર અને આયુ આ ચાર મૂળ કર્મ પ્રવૃતિઓની ઉત્તર કર્મપ્રકૃતિઓ ૩૯ છે. જ્ઞાનાવરણીય - ૫, મોહનીય-૨૮, ગોત્ર-૨, આયુ-૪=૩૯. | સમવાય-૩૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( સમવાય-૪૦) [૧૧] અરિહંત અરિષ્ટનેમિની ચાલીસ હજાર આયઓ હતી. મેરૂની ચૂલિકા ચાલીસ યોજન ઉંચી છે. અરિહંત શાંતિનાથ ચાલીસ ધનુષ્ય ઉંચા હતા. ભૂતાનંદનાગકુમારેન્દ્રના ચાલીસ લાખ ભવનાવાસ છે. ક્ષદ્રિકાવિમાન-પ્રવિભક્તિના ત્રીજા વર્ગમાં ચાલીસ ઉદ્દેશનકાલ છે. ફાગણમાસની પૂર્ણિમાને દિવસે તેમજ કાર્તિક પૂર્ણિમાને દિવસે સૂર્ય ચાલીસ અંગુલ પ્રમાણ પૌરૂષી છાયા કરતો ગતિ કરે છે. મહાશુક કલ્પમાં ચાલીસ હજાર વિમાનાવાસ છે. સમવાય-૪૦-ની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ | ( સમવાય-૪૧) [૧૧૭] અરિહંત નમિનાથથી ૪૧૦૦૦ આયઓ હતી. આ ચાર પૃથ્વીમાં બધા મળીને ૪૧ લાખ નારકાવાસ છે. રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ, પંકપ્રભા પૃથ્વીમાં ૧૦ લાખ, તમ પ્રભામાં એક લાખમાં પાંચ ઓછા, તમસ્તમઃ પ્રભા પૃથ્વીમાં પ નારકાવાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy