________________
૪૦૮
સમવાય-૨૯ છે. તે દેવો ઓગણત્રીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને ઓગણત્રીસ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો છે કે જેઓ ઓગણત્રીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતું સર્વ દુઃખોનો અંત કરશે. | સમવાય-૨૯-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(સમવાય-૩૦) [૬૪-૭૧] મોહનીય કર્મ બાંધવાના ત્રીસ સ્થાનો કહ્યા છે. જે કોઈ ત્રસ પ્રાણીને પાણીમાં ડુબાડીને મારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને તીવ્ર અશુભ અધ્યવસાયથી ભીના ચામડા આદિરૂપ વેન વડે મસ્તકને લપેટીને તેને મારી નાખે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને મુખ બાંધીને મારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને અગ્નિના ધુમાડાથી મારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને મસ્તકનું છેદન કરીને મારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે કોઈ ત્રસ પ્રાણીને કપટથી મારીને અથવા કઠોર ફળ અથવા દંડથી મારીને હસે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે માયાચાર કરીને તથા અસત્ય બોલીને પોતાના અનાચારને છૂપાવે છે તે મહામોહનીય કર્મ બાંધે છે.
[૭૨-૭] જે પોતાના દુરાચારને છુપાવીને બીજા ને કલંક આપે છે કે તમોએ આ દુષ્કર્મ કર્યું છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે કલહ વધારવા માટે જાણતો પણ પરિષદમાં મિશ્ર ભાષા બોલે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે પોતાના આશ્રિત રાજાની પત્નીનો શીલભંગ કરે છે અથવા પતિ-પત્નીમાં મદભેદ ઉભો કરી રાજાને છેતરે છે. રાજ્યથી વંચિત કરે છે તથા તેઓને માર્મિક વચનોથી તિરસ્કારે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, સ્ત્રીમાં આસકત વ્યક્તિ જો કુંવારો ન હોય છતાં પોતે પોતાને કુંવારો કહે તો મહામોહનીય કર્મ બાંધેછે, અત્યંત કામુક વ્યક્તિ, જે પોતે બ્રહ્મચારી ન હોવા છતાં પોતાને બ્રહ્માચારી કહે અને જે ગાયોની વચ્ચે ગધેડાની જેમ નિન્દનીય વચનો બોલે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે ચાપલૂસી કરીને પોતાના સ્વામીને ઠગે છે તે મહામોહનીય કર્મ બાંધે છે.
[૮૦-૮૭] જે મનુષ્ય, જે મનુષ્યની અથવા ગ્રામવાસીઓની કૃપાથી સમૃદ્ધ બન્યો છે, તે જ ઈષ્યથી તે મનુષ્યના કાર્યમાં વિઘ્ન નાખે, હાનિ પહોંચાડે તો મહામોહનીય કર્મ બાંધે છે. જેમ સર્પિણી પોતાના ઈડાનો નાશ કરે છે તેમ જે પોતાના ઉપકારી સ્વામીની અથવા સેનાપતિ, પ્રશાસકની હત્યા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે રાષ્ટ્રનેતા, દેશનેતા અથવા નગરશેઠ આદિ પ્રસિદ્ધ પુરૂષની હત્યા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે, જે બહુજનોના નેતાની, જે ઘણાને માટે શરણભૂત હોય. એવા પુરૂષની હત્યા કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે. જે મનુષ્ય સંયમીને પથભ્રષ્ટ કરે છે તે મહામોહનીય કમી બાંધે છે. જે અનંતજ્ઞાની, અનંતદર્શ ભગવતોની નિંદા કરે છે. તે મહામોહનીય કમી બાંધે છે. જે ન્યાય માર્ગની નિંદા કરે છે અને નિન્દા દ્વેષથી સ્વ-પરને વાસિત કરે છે તે મહામોહનીય કર્મ બાંધે છે.
[૮૮-૯૫]જે આચાર્ય ઉપાધ્યાય તેમજ ગુરૂની પાસેથી જ્ઞાન અને ચારિત્ર મેળવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org