SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર-૨૬ ૩૯૫ (સમવાય-૧૭) [૨]વેર ક્રિયાસ્થાન–અર્થદંડ, અનર્થદડ, હિસાદંડ, અકસ્માતુ દંડ, દષ્ટિ વિપવસ દંડ, મૃષાવાદહેતુક દેડ, અદત્તાદાનહેતુકદંડ, આધ્યાત્મિક દંડ, માનહેતુક દંડ, મિત્રદ્વેષહેતુક દંડ, માયાહતુક દેડ, લોભહેતુક દંડ, ઈયપથહેતુક દંડ. સૌધર્મ તથા ઈશાન આ બન્ને કલ્પોમાં તેર વિમાન પ્રસ્તટ (પાથડા) કહ્યા છે. સૌધવતંસક વિમાનનો આયામ-વિખંભ સાડા બાર લાખ યોજનની છે. ઈશાનાવસક વિમાનનો આયામવિખંભ પણ સાડા બાર લાખ યોજનનો છે. જળચર તિર્યંચ પંચેન્દ્રિયોની સાડા બાર લાખ કુલ કોટી છે. પ્રાણાયું નામના બારમા પૂર્વના વસ્તુ તેર કહેલ છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયને યોગ તેર હોય છે–સત્ય મન પ્રયોગ, અસત્ય મન પ્રયોગ, સત્યમૃષા મન પ્રયોગ,અસત્યામૃષા મન પ્રયોગ,સત્ય વચન પ્રયોગ, અસત્ય વચન પ્રયોગ, સત્ય મૃષાવચન પ્રયોગ,અસત્યામૃષાવચન પ્રયોગ, ઔદારિકશરીર કાયપ્રયોગ, ઔદારિકમિશ્ર કાયપ્રયોગ,વૈક્રિયશરીર કાયપ્રયોગ,વૈકિયમિશ્ર કાય પ્રયોગ કામણ શરીર કાય પ્રયોગ. એક યોજનના એકસઠ ભાગોમાંથી તેર ભાગ ઓછા કરતાં જેટલા રહે તેટલો સૂર્યમંડળ છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેર સાગરોપ-મની છે. ધૂમ્રપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેર સાગરોપમની છે. કેટલાક અસરકુમાર દેવોની સ્થિતિ તેર પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેર પલ્યોપમનની છે. લાંતક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેર સાગરોપમની છે. વજ સુવજ વજવત, વજપ્રભ, વજકાન્ત, વજવર્ણ, વજલેશ્ય, વજરુપ, વજશૃંગ, વજશ્રેષ્ઠ, વજકૂટ, વજcરાવતંસક, વઈર, વઈરાવત, વઈરકાંત, વઈરવર્ણ, વઈરલેશ્ય, વઈરરુપ, વઈરઝંગ, વઈરશ્રેષ્ઠ, વઈરકૂટ, વઈરાવતંસક, લોક, લોકાવર્ત, લોકપ્રભ, લોકકાન્ત, લોકવર્ણ, લોકાવર્ત, લોકપ, લોકશૃંગ, લોકશ્રેષ્ઠ, લોકકૂટ લોકોત્તરાવતંસક આ ત્રેવીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ તેર સાગરોપમની છે. તેઓ તેર પખવાડિએ શ્વાસોશ્વાસ લે છે. તેઓને તેર હજાર વર્ષે આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જેઓ તેર ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. સમવાય-૧૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૧૪) [૨૭] ભૂતગ્રામ ચૌદ છે- સૂક્ષ્મએકેન્દ્રિય અપર્યાપ્ત. સુક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્ત. બાદરએ કેન્દ્રિય અપર્યાપ્ત, બાદરએકેન્દ્રિય પર્યાપ્ત, બે ઈન્દ્રિય અપર્યાપ્ત બે ઈન્દ્રિયપર્યાપ્ત, ચતુરિન્દ્રિય અપર્યાપ્ત, ચતુરિન્દ્રિયપર્યાપ્ત, પંચેન્દ્રિય અસંજ્ઞી અપર્યાપ્ત, પંચેન્દ્રિય અસંજ્ઞી પર્યાપ્તિ, પંચેન્દ્રિયસંજ્ઞી અપર્યાપ્ત, પંચેન્દ્રિય સંશી પર્યાપ્ત. [૨૮-૩૦ ચૌદ પૂર્વો કહ્યા છે. ઉત્પાદપૂર્વ, અગ્રાયણીયપૂર્વ વીર્યપ્રવાદપૂર્વ, અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વ, જ્ઞાનપ્રવાદ પૂર્વ, સત્યપ્રવાદ પૂર્વ, આત્મપ્રવાદ પૂર્વ કર્મ પ્રવાદ પૂર્વ, પ્રત્યાખ્યાન પૂર્વ વિદ્યાનુપ્રવાદ પૂર્વ, અવધ્ય પૂર્વ, પ્રાણાયુ પૂર્વ ક્રિયાવિશાલ પૂર્વ બિન્દુસાર પૂર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy