________________
૩૯૨
સમવાય–૯ ભવિષ્યમાં પ્રવેશ કરશે. પૂર્વદિશામાં આવેલ જંબૂદીપના વિજયદ્વારના પાર્શ્વભાગમાં નવ, નવ ભૌમ છે–ભૂમિનું વિશિષ્ટ સ્થાન અથવા નગર છે. વ્યંતર દેવોની સુધમાં સભા
ઓ ઉંચાઈની અપેક્ષાએ નવ યોજનની છે. દર્શનાવરણીયકર્મની નવ પ્રકતિઓ છેનિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા, મ્યાનધિ, ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ.
આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ નવ પલ્યોપમની છે. પંકપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ નવ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ નવ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ નવ પલ્યોપમની છે. બ્રહ્મલોક કલ્પના કેટલાક દેવોની સ્થિતિ નવ સાગરોપમની છે. પદ્મ, સુપલ્મ, પસ્માર્વત, પક્ષ્મપ્રભ, પશ્મકાંત, પક્ષ્મવર્ણ. પસ્મલેશ્ય, પદ્મધ્વજ, પદ્મશૃંગ, પદ્મશ્રેષ્ઠ, પક્નકૂટ, પલ્મોત્તરાવંતસક, સૂર્ય, સૂર્યવર્ણ, સૂર્યલેશ્ય, સૂર્યધ્વજ, સૂર્યશૃંગ, સૂર્યશ્રેષ્ઠ, સૂર્યકૂટ, સૂર્યોત્તરાવંતસક, રુચિ, રુચિરાવર્ત, રુચિરપ્રભ, રુચિરકાંત, રુચિરવર્ણ, ચિરલેશ્ય, રુચિરધ્વજ, ચિરઝંગ, રુચિશ્રેષ્ઠ, ચિરકૂટ, રુચિરોત્તરાવતંસક, આ પાંત્રીસ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ નવ સાગરોપમની છે. તેઓ નવ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને નવ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા હોય છે જે નવ ભવ કરીને સિદ્ધ થશે થાવત્ સર્વદુઃખોનો અંત કરશે. સમવાય-૯નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(સમવાય-૧૦) [૧૪]શ્રમણ ધર્મ દશ પ્રકારના છે- ક્ષતિ, મુક્તિ નિલભતા), આર્જવ (સરલતા), માદવ (મૃદુતા), લાઘવ, સત્ય, સંયમ, તપ ત્યાગ, બ્રહ્મચર્યવાસ. મનના સમાધિ સ્થાન દશ છે–અપૂર્વ ધર્મજિજ્ઞાસાથી, અપૂર્વ સ્વપ્નદર્શનથી, પૂર્વજન્મની સ્મૃતિ થવાથી, અપૂર્વ દિવ્ય દ્ધિ દિવ્યકાંતિ, દિવ્ય દેવાનુભાવના દર્શનથી, અપૂર્વ અવધિજ્ઞાનના ઉત્પન્ન થવા પર લોકોને જાણવાથી, અપૂર્વ અવધિ દર્શન ઉત્પન્ન થવા પર લોકોને જોવાથી, અપૂર્વ મન:પર્યવજ્ઞાનના ઉત્પન્ન થવા પર મનોગત ભાવોને જાણ- વાથી, કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી, કેવળ દર્શન ઉત્પન્ન થવાથી અને અપૂર્વ પંડિત મરણથી સર્વ દુઃખોનો અન્ત થવા પર સમાધિ પ્રાપ્ત થાય છે. મેરૂપર્વત મૂળમાં દશ હજાર યોજન વિસ્તારવાળો છે. અરિહંત અરિષ્ટનેમિદસ ધનુષ્ય પ્રમાણ ઉંચા હતા. કૃષ્ણ વાસુદેવ- દસ ધનુષ્ય પ્રમાણ ઉંચા હતા. રામ બલદેવની ઉંચાઈ દસ ધનુષ્યની હતી.
[૧૫]જ્ઞાનની વૃદ્ધિ કરવા વાળા દસ નક્ષત્રો છે– મૃગશિર, આદ્ર, પુષ્ય. પૂવષાઢા, પૂર્વભાદ્રપદ, પૂર્વાફાલ્ગની, મૂળ, આશ્લેષા, હસ્ત, ચિત્રા.
[૧૬-૧૭]અકર્મભૂમિજ મનુષ્યોના ઉપભોગના સાધન દસ પ્રકારના વૃક્ષો હોય છે-મત્તાક, ભુંગાંગક, ત્રુટિતાંગ, દીપશિખ, જ્યોતિ, ચિત્રાંગ, ચિત્રરસ, મયંગ, ગેહાકાર, અનિગિણ (અનગ્ન).
[૧૮]આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોની જધન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org