________________
૩૬૮
ઠાણ- ૧૦-૮૯૨ શરીરના વાયુથી પ્રેરિત પુદ્ગલો ચલિત થાય છે.
[૮૯૩ દશ કારણો વડે ક્રોધની ઉત્પતિ થાય છે, જેમકે મારા મનોજ્ઞ શબ્દ સ્પર્શ, રસ, રૂપ અને ગંધ રૂપ ઈન્દ્રિય વિષયોને આ પુરૂષ અપહરેલ હતા એમ ચિંતન કરવાથી-મને અમનોજ્ઞ, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ ગંધ આ પુરૂષે આપ્યા હતા એમ ચિંતન કરવાથી. મારા મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ વિષયોને આ પુરૂષ અપહરણ કરશે એમ ચિંતન કરવાથી. મને અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ આ પુરૂષ આપશે એમ ચિંતન કરવાથી. મારા મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનું આ પુરૂષે અપહરણ કર્યું હતું. કરે છે અને કરશે. એમ ચિંતન કરવાથી. અમનોજ્ઞ શબ્દ યાવતુ ગંધ આપ્યું હતું. આપે છે અથવા આપશે એમ ચિંતન કરવાથી. આ પુરૂષે મારા મનોજ્ઞ શબ્દયાવતુ-ગંધનું અપહરણ કર્યું કરે છે. અથવા કરશે તથા આ પુરૂષ અમનોજ્ઞ-શબ્દ-ચાવતુ-ગંધ આપ્યું. આપે છે અને આપશે, એમ ચિંતન કરવાથી.
[૮૯૪સંયમ દશ પ્રકારનો કહેલ છે, જેમકે-પૃથ્વીકાયિક જીવોનો સંયમ વનસ્પતિકાયિક જીવોનો સંયમ, બેઈન્દ્રિય જીવોનો સંયમ, તેઈન્દ્રિય જીવોનો સંયમ. ચઉરિદ્રિય જીવોનો સંયમ, પંચેન્દ્રિય જીવોનો સંયમ, અજીવ કાયસંયમ. અસંયમ દશ પ્રકારનો છે, જેમકે–પૃથ્વીકાયિક જીવોનો અસંયમ- યાવતુ-વનસ્પતિકાયિક જીવોનો અસંયમ, બેઈન્દ્રિય જીવોનો અસંયમ-ચાવતુ, પંચેન્દ્રિય જીવોનો અસંયમ, અજીવ કાય અસંયમ. સંવર દશ પ્રકારનો છે, જેમકે-શ્રોત્રેન્દ્રિય સંવરચાવતુ-સ્પર્શેન્દ્રિય સંવર, મનસંવર, વચનસંવર, કાયસંવર, ઉપકરણ સંવર, સૂચીકુશાગ્રસંગર (નાનામાં નાની વસ્તુને પણ સંવર કરીને રાખવું.) અસંવર દશ પ્રકારના છે, જેમકે–શ્રોત્રેન્દ્રિય- અસંવર-ચાવતું, સૂચીકુહાગ્ર અસંવર.
[૮૯૫દસ કારણોથી મનુષ્યને અભિમાન ઉત્પન્ન થાય છે, જેમકે જાતિમદથી, કુલમદથી-ચાવતુ, ઐશ્વર્યના મદથી, નાગકુમાર દેવ અથવા સુવર્ણકુમાર દેવો મારી પાસે શીધ્ર આવે છે એ પ્રકારના મદથી, પાકૃત પુરૂષોને થાય તે કરતાં વધારે શ્રેષ્ઠ અવધિજ્ઞાન અને અવધિદર્શન અને ઉત્પન્ન થયેલ છે, એ પ્રકારના મદથી.
[૮૯૬]સમાધિ દસ પ્રકારની છે, જેમકે–પ્રાણાતિપાતથી વિરત થવું. મૃષાવાદથી વિરત થવું, અદત્તાદાનથી વિરત થવું, મૈથુનથી વિરત થવું. પરિગ્રહથી વિરત થવું, ઈયસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ. આદાન-ભંડમાત્ર-નિક્ષેપણાસમિતિ, ઉચ્ચાર-પ્રશ્રવણ-શ્લેષ્મ-સિંધાણ-પરિસ્થાપનિકા સમિતિ. અસમાધિ દસ પ્રકારની છે, જેમકે–પ્રાણાતિપાત-યાવતુ-પરિગ્રહ, ઈય અસમિતિ-યાવતું ઉચ્ચાર- પ્રશ્રવણશ્લેષ્મ- સિંધાણપરિસ્થાપનિકા-અસમિતિ.
[૮૯૭-૮૯૮] પ્રવ્રજ્યા દસ પ્રકારની છે, જેમકે છંદા- પોતાની ઈચ્છાથી દીક્ષા લેવાય છે તે. રોષા-રોષથી લેવાતી દીક્ષા, પરિજીણ. દરિદ્રતાના કારણે લેવાથી દિક્ષા, સ્વપ્ના-સ્વપ્નદર્શનથી દીક્ષા લેપ્રતિતા-પ્રતિજ્ઞા લેવાથી દીક્ષા લે,સ્મારણા-પૂર્વ- ભવના સ્મરણથી દીક્ષા લે, રોગિણિકા- રોગ થવાથી દીક્ષા લે, અનાદ્દતા અનાદરથી દીક્ષા લે, દેવસંજ્ઞપ્તિ દેવતાના ઉપદેશથી દીક્ષા લે. વત્સાનુ- બંધિની-પુત્રસ્નેહથી દીક્ષા લે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org