SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩so ઠાણ-૯-I૮૦૮ [૮૦૯]આ રત્નપ્રભા પૃથ્વીના સમ ભૂતલભાગથી નવસો યોજનાની ઉંચાઈ પર ઉપરનું તારામંડલ ગતિ કરે છે. | [૮૧૦]જંબુકીપમાં નવ યોજનના મચ્છો પ્રવેશ કરતા હતા, કરે છે અને કરશે. [૮૧૧-૮૧૨]જબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવ બલદેવો અને વાસુદેવોના પિતા પ્રજાપતિ, બ્રહ્મ, રૂદ્ર, સોમ, શિવ, મહાસિંહ, અગ્નિસિંહ દશરથ અને વસુદેવ હતા. * [૮૧૩-૮૧૪અહીંથી આગળ સમવાયાંગ સૂત્ર અનુસાર કથન સમજી લેવું જોઈએ યાવતુ એક નવમા બલદેવ બ્રહ્મલોક કલ્પથી અવીને એક ભવ કરીને મોક્ષમાં જશે અહીં સુધી કહેવું. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બલદેવો અને નવ વાસુદેવની માતાઓ થશે. શેષ-સમવાયાંગ પ્રમાણે કહેવું. યાવતુ- મહાભીમસેન સુગ્રીવ સુધી કીર્તિમાન વાસુદેવોના શત્રુ પ્રતિવાસુદેવ જે બધા ચક્રથી યુદ્ધ કરવાવાળા છે અને સ્વચક્રથી જ મરવાવાળા છે, તેનું વર્ણન સમવાયાંગ અનુસાર કહેવું. [૮૧૫-૮૧૬]પ્રત્યેક ચક્રવર્તીની નવ મહાનિધિઓ હોય છે અને પ્રત્યેક મહાનિધિ નવ-નવ યોજનની જાડી હોય છે. તે મહાનિધિના નામ આ પ્રમાણે છે. નૈસર્પ, પાંડુક, પિંગલ સર્વરત્ન, મહાપા, કાલ મહાકાલ,માણ વક, શંખ [૮૧૭-૮૨૨)નૈસર્પ મહાનિધિના પ્રભાવથી ગ્રામ, આકર, નગર, પદ્રણ, દ્રોણમુખ, મંડબ, સ્કંધાવાર, અને ઘરોનું નિર્માણ થાય છે. પાંડુક મહાનિધિના પ્રભાવથી ગણવા યોગ્ય વસ્તુઓ જેમકે-મોહર આદિ સિક્કા, માપવા યોગ્ય વસ્તુઓ વસ્ત્ર આદિ તોળવા યોગ્ય વસ્તુઓ, ગોળ આદિ તથા ધાન્ય આદિની ઉત્પત્તિ થાય છે. પિંગલ મહાનિધિના પ્રભાવથી પુરૂષો, સ્ત્રીઓ હાથીઓ અને ઘોડાના આભૂષણો- ની ઉત્પત્તિથી થાય છે. સર્વ રત્ન મહાનિધિના પ્રભાવથી ચૌદ રત્નોની ઉત્પત્તિ થાય છે. મહાપા મહાનિધિના પ્રભાવથી સર્વ પ્રકારના રંગેલા અથવા શ્વેત વસ્ત્રોની ઉત્પતિ થાય છે. કાલ મહાનિધિ-ભૂતકાલના ત્રણ વર્ષ ભવિષ્યતુ કાલના ત્રણ વર્ષ તથા વર્તમાન કાલનું જ્ઞાન તથા ઘટ, લોહ, ચિત્ર, વસ્ત્ર અને નાપિતના વીસ-વીસભેદ હોવાથી સૌ પ્રકારના શિલ્પનું જ્ઞાન અને કૃષિનું જ્ઞાન ઉત્પન્ન થાય છે આ ત્રણેય પ્રજાને માટે હિતકારી હોયછે. [૮૨૩-૮૨૯] મહાકાલ મહાનિધિ-તેના પ્રભાવથી લોઢુ ચાંદી, સોનું, મણી, મોતી સ્ફટિકશિલા અને પ્રવાલ આદિ ની ખાણોથી ઉત્પત્તિ થાય છે. માણવક મહાનિધિ-તેના પ્રભાવથી યોદ્ધા અસ્ત્રશસ્ત્ર, બખ્તર, યુદ્ધનીતિ અને દંડનીતિ ની ઉત્પત્તિ થાય છે. શંખ મહાનિધિ-તેના પ્રભાવથી નાવિધિ નાટક વિધિ અને ચાર પ્રકારના કાવ્યની તથા મૃદંગાદિ સમસ્ત વાદ્યોની ઉત્પત્તિ થાય છે. તે નવ મહાનિધિઓ આઠ-આઠ ચક્ર પર પ્રતિષ્ઠિત છે. આઠ આઠ યોજન ઉંચા છે, નવ-નવ યોજન જાડા છે અને બાર યોજન લાંબા છે. તેમનો આકાર પેટીની સમાન છે. તે દરેક ગંગાનદીની સમીપ સ્થિત છે. સુવર્ણના બનેલ છે. અને વૈડુર્યમણિના દ્વારવાળા છે અનેક રત્નોથી પરિપૂર્ણ છે તે દરેક વિધાનો પર ચન્દ્ર-સૂર્ય અને ચક્રનું ચિન્હ છે. સમાન સ્તંભ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy