________________
૩૫૦
ઠાણ-૮-૬૯૫ સિદ્ધકૂટ, સૌમનસકૂટ મંગલાવની કૂટ, દેવકૂટ, વિમલકૂટ, કંચનકૂટ વિશિષ્ટકૂટ. જંબૂદ્વીપમાં ગંધમાદન વક્ષસ્કાર પર્વત પર સાત ફૂટ છે. જેમકે – સિદ્ધકૂટ, ગંધમાદનકૂટ, ગંધીલાવતીફટ, ઉત્તસુર ફુટ લોહિ- તાલકૂટ, આનંદન ફૂટ
[૬૯] બેઈજિયજીવોની સાત લાખ કુલકોડી છે.
[૬૯૭-૬૯૮] જીવોએ સાત સ્થાનોમાં નિર્વર્તિત (સંચિત) પુદગલોને પાપ કર્મના રૂપમાં ચયન કર્યું છે. ચયન કરે છે, અને ચયન કરશે. એ પ્રમાણે ઉપચય, બંધ ઉદીરણા, વેદના અને નિર્જરાના ત્રણ ત્રણ દંડક સમજવો. સાત પ્રદેશિક સ્કંધ અનંત છે. સાત પ્રદેશાવગાઢ પુદ્ગલ અનંત છે. યાવત્ સાત ગુણ રૂક્ષ પુગલ અનંત છે.
સ્થાન ૭ની મુનિદીપરત્નસાગરે કહેલગુર્જર છાયાપૂર્ણ
(સ્થાનઃ૮) [૬૯] આઠ ગુણોથી સંપન્ન અણગાર એકલવિહારી પ્રતિમા ધારણ કરવાને યોગ્ય હોય છે - તે ગુણો આ છે. શ્રદ્ધાવાન, સત્યવાદી, મેધાવી, બહુશ્રુત, શકિતમાન, કલહરહિત, ધૈર્યવાન, વીર્યસંપન્ન.
[૭૦] યોનિસંગ્રહ આઠ પ્રકારના કહેલ છે. જેમકે - (સપ્તમ સ્થાન પ્રમાણે) અંડજ, પોતજ-યાવત્ ઉદિભજ અને ઔપપાતિક, અંડજ જીવ આઠ ગતિવાળો છે અને આઠ આગતિવાળો છે. અંડજ જીવ જો અંડજોમાં ઉત્પન્ન થાય તો અંડજોથી વાવતુ-પપાતિકોથી આવીને ઉત્પન્ન થાય છે. તે અંડજ અંડપણાને છોડીને અંડજ રૂપમાં યાવતુ-ઔપપાતિક રૂપમાં ઉત્પન્ન થાય છે. આ જ પ્રકારે જરાયુજોની પણ ગતિઆગતિ કહેવી. શેષ રસ આદિ પાંચેની ગતિ આગતિ ન કહેવી.
[૭૦૧] જીવોએ આઠ કર્મ પ્રવૃતિઓનું ચયન કર્યું છે, કરે છે અને કરશે. જેમકે - જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય. નરયિકોએ આઠ કર્મપ્રકૃતિઓનું ચયન કર્યું છે, કરે છે અને કરશે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે ઉપચય, બંધ ઉદીરણા, વેદના અને નિર્જરા વિશે જાણવું.
[૭૦૨]આઢ કારણોથી માયાવી માયા કરીને આલોયણા કરતો નથી, પ્રતિક્રમણ કરતો નથી-ચાવતું પ્રાયશ્ચિત્તસ્વીકારતોનથી.તે કારણો આ છે.મેં પાપ કર્મ કર્યું છે,હું વર્તમાનમાંપણ પાપ કરું છું. હું ભવિષ્યમાં પણ આ પાપ કરીશ,મારી અપયશથશે પૂજા પ્રતિષ્ઠાની હાનિ થશે કીતિની હાનિ થશે.મારા યશની હાનિ થશે. માટે આલોચના કેમ કરું?
આઠ કારણોથી માયાવી માયા કરીને આલોચના કરે છે. યાવતું પ્રાયશ્ચિત સ્વીકાર કરે છે. જેમકે -માયાવીનો આ લોક નિંદનીય થાય છે તેથી ઉપપાત નિંદિત થાય છે. ભવિષ્યનો જન્મ નિંદનીય થાય છે. એક વખત માયા કરીને આલોચના ન કરે તો આરાધક નથી થતો. એક વખત માયા કરીને આલોચના કરે તો આરાધક થાય છે. અનેકવાર માયા કરીને આલોચના ન કરે તો આરાધક થતો નથી. અનેકવાર માયા કરીને આલોચના કરે તો આરાધક થાય છે. મારા આચાર્ય અને ઉપાધ્યાય વિશિષ્ટ જ્ઞાનવાળા છે. તે જાણશે કે “આ માયાવી છે તેથી હું આલોચના કરૂ યાવતુ-પ્રાયશ્ચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org