________________
૩૩૦
ઠાણ-પ/૩/૫૧૦ [પ૧૦]પ્રતિક્રમણ પાંચ પ્રકારના છે. આશ્રવદ્વાર પ્રતિક્રમણ મિથ્યાત્વ પ્રતિક્રમણ કષાય પ્રતિક્રમણ યોગ પ્રતિક્રમણ ભાવ પ્રતિક્રમણ
[પ૧૧]પાંચ કારણોથી ગુરુ શિષ્યને વાંચના આપે છે, જેમકે સંગ્રહને માટેશિષ્યોને સૂત્રનું જ્ઞાન કરાવવા માટે, ઉપગ્રહને માટે-ગચ્છ પર ઉપકાર કરવાને માટે. નિર્જરાને માટે શિષ્યોને વાંચના દેવોથી કર્મોની નિર્જરા થાય છે, સૂત્ર જ્ઞાન દઢ કરવાને માટે. સૂત્રનો વિચ્છેદ ન થવા દેવા માટે. પાંચ કારણોથી સૂત્ર શીખવું જોઈએ, જેમકેજ્ઞાનવૃદ્ધિને માટે, દર્શનશુદ્ધિને માટે, ચારિત્ર શુદ્ધિને માટે, બીજાના દુરાગ્રહને છોડાવવાને માટે, પદાર્થોના યથાર્થ જ્ઞાનને માટે.
પિ૧૨]સૌધર્મ અને ઈશાન કલ્પમાં વિમાન પાંચ વર્ષના છે, જેમકે કૃષ્ણ યાવતું શુકલવર્ણના. સૌધર્મ અને ઈશાન કલ્પમાં વિમાન પાંચસો યોજનના ઉંચા છે. બ્રહ્મલોક અને લાંતક કલ્પમાં દેવતાઓના ભવધારણીય શરીર ઉંચાઈમાં પાંચ હાથની છે. નૈરયિકોએ પાંચ વર્ણ અને પાંચ રસવાળા કર્મપુદ્ગલો બાંધ્યા છે, બાંધે છે. બાંધશે, જેમકે-કૃષ્ણ યાવતું શુકલ વર્ણવાલા તિકત યાવત્ મધુર રસવાલા. એ પ્રમાણે વૈમાનિક દેવ સુધી (ચોવીસ દેડકોમાં) કહેલું.
[૧૩]જબૂદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણમાં ગંગા મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે. જેમ કે યમુના, સરયુ, આદિ, કોસી, મહી. જંબૂદ્વીપવર્તી મેરૂના દક્ષિણમાં સિંધુ મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે, જેમ કે- શતદ્રુ, વિભાષા, વિત્રતા, એરાવતી, ચંદ્રભાગા. જંબૂદ્વીપવર્તી મેરુના ઉત્તરમાં રક્તા મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે, જેમ કેકૃષ્ણા મહાકૃષ્ણા નીલા મહાનીલા મહાનીરા. જંબુદ્વીપવર્તી મેરુના ઉત્તરમાં રક્તાવતી મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે. જેમ કે. ઈન્દ્ર ઈન્દ્રસેના સુસણા વારિસેણા મહાભોગા.
[૫૧૪]પાંચ તીર્થકર કુમારવસ્થામાં (રાજ્ય ક્યાં વિના)મુક્તિ યાવતું પ્રવજિત થયા જેમકે વાસુપૂજ્ય, મલ્લી અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ મહાવીર.
પિપીચમર ચંચા રાજધાનીમાં પાંચ સભાઓ છે, જેમ કે- સુધમસિભા, ઉપપાતસભા અભિષેક સભા, અલંકારસભા, વ્યવસાય સભા. પ્રત્યેક ઈન્દ્રસ્થાનમાં પાંચ પાંચ સભાઓ છે, જેમ કે સુધમાં સભા યાવતું વ્યવસાય સભા
[૫૧]પાંચ નક્ષત્ર પાંચ પાંચ તારાવાળા છે, જેમ કે- ઘનિષ્ઠા, રોહિણી, પુનર્વસુ, હસ્ત,વિશાખા.
પ૧૭]જીવોએ પાંચ સ્થાનોમાં રહી કર્મ પુદ્ગલોને પાપ કર્મ રૂપે ચયન કર્યું છે, કરે છે, અને કરશે. એકેન્દ્રિય રૂપમાં યાવત્ પંચેન્દ્રિય રૂપમાં. એ પ્રમાણે ઉપચય બંધ ઉદીરણા વેદના તથા નિર્જરા સંબંધી સૂત્ર સમજવા. પાંચ પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલો અનંત છે. પાંચ સમયની સ્થિતિવાલા પુદગલો અનંત છે. પાંચ ગુણ કૃષ્ણ યાવતું પાંચ ગુણ રુક્ષ પુદગલો અનંત છે. સ્થાનઃપ-ઉદેસાઃ ૩ની અનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ. |
સ્થાન-૫-ગુર્જરછાયાપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org