SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ ઠાણ-૪/૪૪૨૦ વાળો અને અમિષાવર્ત સમાન લોભ કરવા વાળો જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે; [૪૨-૪ર૧] અનુરાધા નક્ષત્રના ચાર તાગ છે. પૂવાષાઢા ઉત્તરાષાઢાના પણ ચાર છે. ચાર સ્થાનોમાં સંચિત પુદ્ગલ પાપ કર્મ રૂપમાં એકત્ર થયા છે, થાય છે અને ભવિષ્યમાં પણ થશે. જેમ કે- નારકીય ભવમાં તિર્યંચ દેવ ભવમાં. મનુષ્યજીવનમાં એકત્રિત પુદ્ગલ. એ પ્રમાણે પુગલોનો ઉપચય બંધ. ઉદીરણા, વેદના અને નિર્જરાના એક એક સૂત્ર સમજી લેવા જોઇએ [૪૨૨] ભવમાં ચાર પ્રદેશવાળા સ્કંધ અનન્ત છે. ચાર આકાશ પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલો અનંત છે. ચાર સમયની સ્થિતિવાળા પુદ્ગલો અનન્ત છે. ચાર ગુણ. કૃણ પુદ્ગલ અનન્ત છે યાવત. ચાર ગુણ રુક્ષ પુગલ અનન્ત છે. સ્થાનઃ૪-ઉદેસોઃ ૪ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( સ્થાન ૫) - ઉદેસો-૧ - [૪૨૩] મહાવ્રત પાંચ છે- સર્વ પ્રાણાતિપાતથી વિરત થવું. સર્વ મૃષાવાદથી વિરત થવું. સર્વ અદત્તાદાનથી વિરત થવું. સર્વ મૈથુનથી વિરતથવું અને સર્વપરિગ્રહથી વિરત થવું. અણુવ્રત પાંચ કહેલ છે- સ્થૂલ પ્રાણાતિપાતથી વિરત થવું. સ્થૂલ મૃષાવાદથી વિરત થવું, સ્થૂલ અદત્તાદાનથી વિરત થવું સ્વ દારા સંતોષ ઇચ્છા મયદા કરવી. [૪૨૪] વણ પાંચ છે, કૃષ્ણ. નીલ. લોહિત. હરિદ્ર. શુકલ. રસ પાંચ છે- તીકતથી મધુર સુધી. કામગુણ પાંચ છે. શબ્દ, રૂપ. ગંધ, રસ, સ્પર્શ. પાંચ સ્થાનોમાં જીવ આસક્ત થાય છે. શબ્દ યાવતુ સ્પર્શમાં. પૂર્વોક્ત પાંચોમાં જીવ રાગભાવને પ્રાપ્ત થાય છે, તથા મૂચ્છભિાવ, ગૃદ્વિભાવ, આકાંક્ષા ભાવને અને મરણને પ્રાપ્ત થાય છે. પૂર્વોક્ત પાંચેનું જ્ઞાન ન થવું અને ત્યાગ ન કરવો જીવોના અહિતને માટે હોય છે. અશુભ, અનુચિત, અકલ્યાણ અને અનાનુગામિતાને માટે થાય છે. આ પાંચેનું જ્ઞાન થવું અને ત્યાગ કરવો જીવોના હિતને માટે થાય છે. શુભ ઉચિત, કલ્યાણ, અનુગામિકતા માટે થાય છે. એ શબ્દ આદિ પાંચે સ્થાનોનું અજ્ઞાન અને નહીં ત્યાગવું જીવોની દુર્ગતિને માટે થાય છે. જેમકે શબ્દ યાવતુ સ્પર્શતે પાંચે સ્થાનોનું સ્થાન અને પરિત્યાગજીવોની સુગતિને માટે થાય છે. જેમકે શબ્દ યાવતુ- સ્પર્શ. ૪િરપ પાંચ કારણોથી જીવ દુર્ગતિને પ્રાપ્ત થાય છે. જેમકે- પ્રાણાતિપાતથી યાવતુ પરિગ્રહથી. પાંચ કારણોથી જીવ સુગતિને પ્રાપ્ત થાય છે, જેમકે- પ્રાણાતિપાત વિરમણથી યાવતુ પરિગ્રહવિરમણથી. ૪િ૨૬] પ્રતિમાઓ પાંચ કહેલી છે, જેમકે- ભદ્રા પ્રતિમા. સુભદ્રા પ્રતિમા, મહાભદ્રા પ્રતિમા સર્વતોભદ્ર પ્રતિમાં, ભદ્રોત્તરપ્રતિમા ૪૨૭] પાંચ સ્થાવરકાય કહેલ છે. જેમકે- ઈન્દ્ર સ્થાવરકાય (પૃથ્વીકાય) બ્રહ્મસ્થાવરકાય (અપ્લાય) શિલ્પસ્થાવરકાય (તેજસ્કાય) સમ્મતિ સ્થાવરકાય. (વાયુકાય) પ્રાજાપત્ય સ્થાવરકાય (વનસ્પતિકાય). પાંચ સ્થાવરકારના પાંચ અધિપતિ છે. પૃથ્વીકાયના અધિપતિ. (ઇન્દ્ર) અપકાયના અધિપતિ. (બ્રહ્મ) તેજસ્કાયના અધિપતિ. શિલ્પ) વાયુકાયના અધિપતિ. (સંમતિ) વનસ્પતિકાયના અધિપતિ. [પ્રજાપતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy