________________
સ્થાન-૪, ઉદેસો-૩
૨૯૩ સેવા કરે છે. પરંતુ બીજા પાસેથી પોતાની સેવા કરાવતો નથી તે નિસ્પૃહી. એક પુરૂષ બીજા પાસેથી સેવા કરાવે છે. પરંતુ સ્વયં સેવા કરતો નથી તે રોગી યા આચાર્ય. એક પુરૂષ બીજાની સેવા કરે છે. અને બીજાથી સેવા કરાવે છે. સ્થવિરકલ્પીયુનિ. એક પુરૂષ બીજાની સેવા કરતો નથી અને બીજાથી સેવા કરાવતો પણ નથી તે જીનકલ્પી મુનિ
પુરૂષ ચાર પ્રકારના છે જેમ કે- પુરૂષ કાર્ય કરે છે. પરંતુ માન નથી કરતો. એક પુરૂષ માન કરે છે. પરંતુ કાર્ય કરતો નથી. એક પુરૂષ કાર્ય કરે છે. અને માન પણ કરે છે. એક પુરૂષ કાર્ય પણ નથી કરતો અને માન પણ નથી કરતો પુરૂષ ચાર પ્રકારના છે એક પુરૂષ સંગ્રહ કરવાના સ્વભાવવાળો છે. પણ માનકર નથી. એક પુરૂષ સંગ્રહ કરવાના સ્વભાવવાળો નથી, અને માનકર પણ નથી. એક પુરૂષ સંગ્રહ કરવાના સ્વભાવવાળો. છે. અને માનકર છે. એક પુરૂષ સંગ્રહ કરવાના સ્વભાવવાળો નથી અને માનકર પણ નથી. એક પુરૂષ (શ્રમણ) ગણને માટે આહારાદિનો સંગ્રહ કરે છે પણ માન કરતો નથી. યાવતુએક પુરૂષ ગણને માટે સંગ્રહ નથી કરતો અને અભિમાન પણ નથી કરતો.
પુરૂષો ચાર પ્રકારના હોય છે. જેમકે- એક પુરૂષ નિર્દોષ સાધુ સમાચારીનું પાલન કરી ગણની શોભા વધારે છે પણ માન કરતો નથી. એક પુરૂષ માન કરે છે પરંતુ ગણની શોભા વધારતો નથી. એક પુરૂષ ગણની શોભા પણ વધારે છે અને માન પણ કરે છે. એક પુરૂષ ગણની શોભા પણ નથી વધારતો અને માન પણ નથી કરતો. પુરૂષો ચાર પ્રકારના છે. એક પુરૂષ ગણની શુદ્ધિ કરે છે પરંતુ માન નથી કરતો, બાકીના ત્રણ ભાંગા. પૂર્વવત્ જાણવા. પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ સાધુવેષ છોડે છે પરંતુ ચારિત્ર ધર્મ છોડતો નથી એક પુરૂષ ચારિત્રધર્મ છોડે છે. પરંતુ સાધુવેષ છોડતો નથી. એક પુરૂષ સાધુ વેષ પણ છોડે છે અને ચારિત્રધર્મ પણ છોડે છે. એક પુરૂષ સાધુ વેષ પણ નથી છોડતો અને ચારિત્રધર્મ પણ નથી છોડતો.
પુરૂષ ચાર પ્રકારના છે. જેમ કે - એક પુરૂષ (શ્રમણ) સર્વજ્ઞ-ધર્મને છોડે છે પરંતુ ગણની મર્યાદાને છોડતો નથી. એક પુરૂષ સર્વજ્ઞકથિત ધર્મને છોડતો નથી પરંતુ ગણની મર્યાદાને છોડે છે. એક પુરૂષ સર્વજ્ઞકથિત ધર્મ પણ છોડે અને ગણની મયદાને પણ છોડે છે. એક પુરૂષ સર્વજ્ઞકથિત ધર્મ પણ નથી છોડતો અને ગણની મર્યાદાને પણ નથી છોડતો. ચાર પ્રકારના પુરૂષ હોય છે. એક પુરૂષને ધર્મ પ્રિય છે પરંતુ તે ધર્મમાં દ્રઢ નથી. એક પુરૂષ ધર્મમાં દ્રઢ છે. પરંતુ તે ધર્મપ્રિય નથી. એક પુરૂષ ધર્મપ્રિય પણ છે અને તે ધર્મમાં દ્રઢ પણ છે. એક પુરૂષ છે ને ધર્મ પ્રિય પણ નથી અને તે ધર્મમાં દ્રઢ પણ નથી.
આચાર્ય ચાર પ્રકારના છે. - એક આચાર્ય દીક્ષા આપે છે પરંતુ મહાવ્રતોની પ્રતિજ્ઞા નથી કરાવતા. એક આચાર્ય મહાવ્રતોની પ્રતિજ્ઞા કરાવે છે પરંતુ દીક્ષા દેતા નથી. એક આચાર્ય દીક્ષા પણ આપે છે અને મહાવ્રત પણ ધારણ કરાવે છે એક આચાર્ય દીક્ષા આપતા નથી અને મહાવ્રત ધારણ કરાવતા નથી. આચાર્ય ચાર પ્રકારના છે- કોઈ આચાર્ય ઊદ્દેશકાચાર્ય છે પરંતુ વાચનાચાર્ય હોતા નથી.એક આચાર્ય આગમોનું અધ્યયન કરાવે. પરંતુ શિષ્ય ને આગમ જ્ઞાન કરવા યોગ્ય ન બતાવે. એક આચાર્ય શિષ્યને આગમ જ્ઞાન માટે યોગ્ય પણ બનાવે છે. અને વાચના પણ આપે છે. એક આચાર્ય ન શિષ્યને યોગ્ય બનાવે કે ન વાચના આપે.
અન્તવાસી ચાર પ્રકારના કહ્યા છે. એક પ્રવ્રાજનાન્તવાસી પરંતુ ઉપસ્થાપિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org