________________
સ્થાન-૪, ઉદેસો-ર
૨૮૭. [૩૨૭] વલયાકાર વિખંભવાળા નંદીશ્વર દ્વીપની મધ્યમાં ચાર દિશાઓમાં ચારઅંજનક પર્વત છે. તે અંજનક પર્વત ૮૪,000 યોજન ઉંચા છે અને ૧૦૦૦ યોજન ભૂમિમાં છે, તે પર્વતોના મૂલનો વિખંભ ૧૦૦૦૦ યોજનાનો છે, ત્યાર પછી ક્રમશઃ ઓછો થતો થતો ઉપરનો વિખંભ ૧000 યોજનાનો છે. તે પર્વતોની પરિધિ મૂલમાં ૩૧૬૨૩ યોજનની છે. પછી ક્રમશઃ ઓછી થતી થતી ઉપરની પરિધિ ૩૧૬૬ યોજનની છે. તે પર્વતો મૂલમાં વિસ્તૃત, મધ્યમાં સાંકડા, અને ઉપરમાં પાતળા અથતિ ગાયના પૂચ્છની આકૃતિવાળા છે. બધા અંજનક પર્વતો અંજન મય છે, સ્વચ્છ છે કોમલ છે, ઘુંટેલા અને ઘસેલા છે. રજમલ અને કર્દમ રહિત છે.સ્વતઃ ચમકવાવાળા છે. તેમાંથી કિરણો નીકળે છે તેથી ઉદ્યોતિત છે, તેને જોવાથી મન પ્રસન્ન થાય છે. તે પર્વત દર્શનીય છે મનોહર છે અને રમણીય છે.
તે અંજનક પર્વતોના ઉપરનો ભાગ સમતલ છે, સમતલ ઉપરિતલોના મધ્ય ભાગમાં ચાર સિદ્ધાયતનો - ચેત્યો છે. તે સિદ્ધાયતનો ચેત્યોની લમ્બાઈ ૧૦૦ યોજનની છે પહોળાઈ ૫૦ યોજનની છે અને ઉંચાઈ ૭૨ યોજનની છે. તે સિદ્ધયતનોની ચાર દિશાઓમાં ચાર દ્વાર છે, જેમકે- દેવદ્વાર, અસુરદ્વાર, નાગદ્વાર સુવર્ણદ્વાર. તે દ્વારા પર ચાર પ્રકારના દેવો રહે છે, જેમકે- દેવ, અસુર, નાગ અને સુવર્ણ. તે દ્વારોની આગળ ચાર મુખમંડપ છે. તે મુખમંડપોની આગળ ચાર પ્રેક્ષાઘર મંડપો છે. તે પ્રેક્ષાઘર મંડપોની મધ્ય ભાગમાં ચાર વજમય અખાડા છે. તે વજમય અખાડાઓની મધ્ય ભાગમાં ચાર મણિ પીઠિકાઓ છે. તે મણિપીઠીકાઓની ઉપર ચાર સિંહાસન છે તે સિંહાસનોની ઉપર ચાર વિજયદૂષ્ય છે. તે વિજય દૂષ્યોની મધ્ય ભાગમાં ચાર વજમય અંકુશ છે. તે વજય અંકુશોપર લઘુ કુંભાકાર મોતીઓની ચાર માળાઓ છે. પ્રત્યેક માળા અર્ધ પ્રમાણવાળી ચાર-ચાર મુક્તામાળાઓથી ઘેરાયેલી છે.
તે પ્રેક્ષાઘર મંડપોની આગળ ચાર મણિપીઠીકાઓ છે. તે મણીપીઠિકાઓ પર ચાર ચૈત્ય સ્તૂપ છે. પ્રત્યેક ચૈત્ય સ્તૂપોની ચારે દિશાઓમાં ચાર-ચાર મણિપીઠીકાઓ છે. પ્રત્યેક મણિપીઠીકા પર પદ્માસન વાળી અને સ્તૂપાભિમુખ સર્વરત્નમય ચાર જિન પ્રતિમાઓ છે. તેમના નામ- ઋષભ વર્ધમાન, ચંદ્રાનન અને વારિષેણ. તે ચૈત્ય સ્તૂપોની આગળ ચાર મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ પર ચાર ચૈત્ય વૃક્ષો છે. તે ચૈત્યવક્ષોની સામે ચાર મણિપીઠિકાઓ છે. તે મણિપીઠિકાઓ પર ચાર મહેન્દ્ર ધ્વજાઓ છે. તે મહેન્દ્ર ધ્વજાઓની સામે ચાર નંદા પુષ્કરણીઓ છે. પ્રત્યેક પુષ્કરણીની ચારે દિશાઓમાં ચાર ચાર વનખંડો છે.
[૩૨] પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તપર્ણવન, પશ્ચિમમાં ચંપકવન, ઉત્તરમાં આમ્રવન.
[૩૨] પૂર્વ દિશાવર્તી અંજનક પર્વતની ચારે દિશાઓમાં ચાર નંદા- પુષ્કરણીઓ છે. નંદુત્તરા, નંદા, આનંદા, અને નંદિવર્ધના, તે પુષ્કરણીઓની લંબાઈ એક લાખ યોજન છે. પહોળાઈ પચાસ હજાર યોજનની છે અને ઉંડાઇ એક હજાર યોજનની છે. પ્રત્યેક પુષ્કરણીની ચાર દિશાઓમાં ત્રિસોપાન પ્રતિરૂપક છે. તે ત્રિસોપાન પ્રતિરૂપકોની સામે પૂવદિ ચાર દિશાઓમાં ચાર તોરણો છે. પ્રત્યેક તોરણની પૂવદિ ચાર દિશાઓમાં ચાર વનખંડો છે. વનખંડોના નામ અશોકવન, સપ્તપર્ણવન,ચંપક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org