SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉસો-૨ ૨૮૫ પલ્યોપમ સ્થિતિવાળા ચાર મહર્ધિક દેવ રહે છે. યથાસ્વાતિ, પ્રભાસ, અરુણ અને પ. જબૂદ્વીપમાં ચાર મહાવિદેહ પૂર્વવિદેહ, અપરવિદેહ, દેવકુરુ ઉત્તરકુર. બધા નિષધ અને નીલવંત પર્વત ચારસો યોજન ઊંચા અને ચારસો ગાઉ ભૂમિમાં છે. જબૂદ્ધપવત મેરૂપર્વતની પૂર્વમાં વહેવાવાળી સીતા મહાનદીના ઉત્તર કિનારા પર ચાર વક્ષસ્કારપર્વત છે, ચિત્રકૂટ, પદ્મભૂટ, નલિનકૂટ અને એકૌલ. જમ્બુદ્વીપવર્તી મેરૂપર્વતના પૂર્વમાં વહેવાવાળી સીતા મહાનદીના દક્ષિણ કિનારા પર ચાર વક્ષસ્કાર પર્વત છે જેમકે- ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન અને માતંજન. જમ્બુદ્વીપવર્તી મેરૂ પર્વતના પશ્ચિમમાં વહેવાવાળી સીતામહાનદીના દક્ષિણ કિનારા પર ચાર વક્ષસ્કાર પર્વત છે. જેમકે ચન્દ્રપર્વત, સૂર્યપર્વત, દેવપર્વત અને નાગપર્વત. જબૂદ્વીપવર્તી મેરૂપર્વતની ચાર વિદિશાઓમાં ચાર વક્ષસ્કાર છે. જેમકે- સોમનસ, વિદ્યુતપ્રભ, ગંધમાદન, માલ્યવંત. જમ્બુદ્વીપના મહાવિદેહમાં જઘન્ય ચાર અરિહંત, ચાર વાસુદેવ, ઉત્પન્ન થયા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જમ્બુદ્વીપના મેરૂ પર્વત પર ચાર વન છે, જેમકે- ભદ્રસાલવન, નન્દનવન, સૌમનસવન અને પંડગવન. જબૂદ્વીપના મેરૂ પર્વત પર પંડગવનમાં ચાર અભિષેક શિલાઓ છે. જેમકે- પંડકંબલ શિલા, અતિપંડુકંબલ શિલા, રક્તકંબલ શિલા, અતિરક્તકંબલ શિલા- મેરૂપર્વતની ચૂલિકા ઉપરથી ચારસો યોજન પહોળી છે. આ પ્રમાણે ઘાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ગમાં જાણવું આ પ્રમાણે પૂષ્કરાઈ દ્વીપના પૂવધિમાં અને પશ્ચિમાધમાં પણ જાણવું [૩૨૨] જમ્બુદ્વીપમાં શાશ્વત પદાર્થ કાલ યાવતું મેરૂ ચૂલિકા સુધી જે કહેલ છે તે ઘાતકી ખંડ અને પુષ્કરવર દ્વીપના પૂર્વ અને પશ્ચિમાર્યમાં પણ કહેવા. ૩િ૨૩] જમ્બુદ્વીપના ચાર દ્વાર છે. વિજય, વેજયંત, જયંત અને, અપરાજિત. જબૂદ્વીપના દ્વાર ચાર સો યોજન પહોળા છે તેમના એટલો જ પ્રવેશ માર્ગ છે. જમ્બુદ્વીપના દ્વારો ઉપર એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્વિક દેવો રહે છે. તેમના નામ-વિજય, જયન્ત, જયંત, અપરાજિત. [૩ર૪] જમ્બુદ્વીપવર્તી મેરૂપર્વતથી દક્ષિણમાં અને ચૂલ (લઘુ) હિમવન્ત વર્ષઘર પર્વતની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ત્રણસો ત્રણસો યોજન અન્દર જવા પર ચાર-ચાર અન્તરદ્વીપ છે. જેમકે - એકરૂક દ્વીપ, આભાષિક દ્વીપ, વૈષણિક, લાંગલિક દ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય રહે છે જેમ કે- એકરૂક, આભાષિક વૈષાણિક લાંગુલિક તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ચારસો - ચારસો યોજન જવા પર ચાર અન્તરદ્વીપ છે. જેમકે- હયકર્ણદ્વીપ. ગજકર્ણદ્વીપ. ગોકર્ણદ્વીપ, અને શર્કાલિકર્ણ દ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો રહે છે,આદિ હયકર્ણ, તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં પાંચસો પાંચસો યોજન જવા પર ચાર અંતર દ્વીપ છે, જેમકે- આદર્શમુખદ્વીપ, મેંઢમુખદ્વીપ, અયોમુખદ્વીપ, ગોમુખદ્વીપ તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય છે. જેમકે- આદર્શમુખ મેંઢમુખ અયોમુખ અને ગોમુખ. તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં છસો-છસો યોજન જવા પર ચાર અત્તરદ્વીપ છે. અશ્વમુખદ્વીપ, હસ્તિમુખદ્વીપ, સિંહમુખદ્વીપ, વ્યાધ્રમુખદ્વીપ તે દીપોમાં ચાર પ્રકારના મનુષ્યો છે, અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ, અને વ્યાધ્રમુખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy